October 17, 2021

મેથ્સ મે હમ હૈ કૂલ 😅

મેથ્સ મે હમ હૈ કૂલ 😅

શિક્ષણ એટલે બાળકનો સર્વાંગીણ વિકાસઆવું આપણે બોલીએ છીએ,સાંભળીએ છીએ પરંતુ જોવા મળતું નથી. ખરેખર, બાળકનો સર્વાંગીણ વિકાસ થાય તેવું શિક્ષણ આપવું હોય તો તેના મગજ ને એકલું કામ નું ભારણ  સોંપતા હાથ પગને પણ કામ આપવું જોઈએ !

યાદ કરો, તમને બાળપણમાં શાળા સમયે શું કરવું વધારે ગમતું હતું ? વાંચવું ? લખવું ? કે રમવું ?

હા, ક્રિયા કરવી વધારે  ગમે છે . હાથ - પગ વડે ક્રિયા કરીને જે શીખે છે તે સહજ અને લાંબો સમય સુધી ટકી રહે છે. આપણે લંબાઈના એકમોનો ઉપયોગ કરતા શીખવવું છે તો વર્ગખંડ ની બહાર નીકળી  જુદી જુદી વસ્તુઓ માપવાની પ્રવૃત્તિ  આપવી પડે. કેળું, પેન્સિલ, કંપાસ, નાક,આંગળીચમચી વગેરે નું માપન કરાવવું, RCC કે પેવર બ્લોકનો રસ્તો માપવાની પ્રવૃત્તિ આપો તો સે.મી.માં માપન કરવું વધારે યોગ્ય છે કે મીટરમાં માપવું યોગ્ય ગણાય કે પછી કિલોમીટર ના એકમમાં ? NCF મુજબ બાળક જ્ઞાનનું સર્જન કરતો થાય તે અનુસંધાન જોડી ગૃહ કાર્ય પણ પ્રવૃત્તિ લક્ષી આપવું જોઇએ. માપન માટે મમ્મીની સાડીની લંબાઈ, પપ્પાના હાથની આંગળી, નાના ભાઈ બહેનની ઊંચાઈદરવાજો, પલંગ, ખુરશીના પાયા, ઘરની દિવાલ વગેરે માપવાનું કામ આપવું જોઇએ.

          અમે શેરી શિક્ષણ દરમ્યાન સાથે મળી ઘડિયાળનો ચંદો બનાવવો , મીટરપટ્ટી, હોડી,પતંગ, ફટકડી, કેલેન્ડર, ડાયરી,રમતનો પાસો  જેવા મોડેલ તૈયાર કર્યા   પોતે બનાવેલ મોડેલનો ઉપયોગ સહજતાથી કરી શકે છે અને બાળકોમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. જાતે બનાવેલ રમતના પાસા માટે બનાવવાનો આનંદ  અને રમવાનો આનંદ તો હોય ! સાથે  પાસાની રચનાની સમજ હોય છે તેથી ભણવાની સામગ્રીમાં  તેનો સરળતાથી ઉપયોગ કરે છે, તાર્કિક જવાબ આપે છે. દા... રમવાના પાસાની એક બાજુ ઉપર લખેલા છે તો  તેની બાજુમાં કયો અંક નહિ હોય ?  () () () ૪ > અહી રમતના પાસાની રચનાની તેને સમજ છે કે ( પાંચની વિરૂદ્ધ બાજુએ હોય !

ગણિત વિષય અઘરો વિષય છે એવું  બાળકો અને માતાપિતા દ્રઢ પણે માની રહ્યા છે સાથે  ગણિત વિષયનું  જ્ઞાન જીવનમાં  ખૂબ મહત્વનું છે તેનું પણ આકલન  કરે છે. એટલે તો ગણિતમાં વધુ ધ્યાન આપજે એવા ડાયલોગ  સાંભળવા મળે છે. બાળકના મા - બાપની ચિંતા દૂર કરવી શિક્ષક તરીકે આપણી ફરજ બને છે. ગણિત વિષયને જો આનંદદાયી  અને રસપૂર્ણ બનાવવામાં આવે તો  બાળકમાં નિર્ણય શક્તિ, અવલોકન શક્તિ, ધારણા શક્તિ ,તર્ક શક્તિ, સહકારની ભાવના, ધીરજ, વિશ્વાસ જેવા ગુણો વિકસે છે.જરૂર છે, આયોજન અને અમલીકરણની !


No comments: