NAS - અમે શું એચીવ કર્યું ?
નેશનલ એચીવમેન્ટ સર્વેમાંથી અમે શું એચીવ કર્યું ?
દિવાળી વૅકેશન પૂરું થયું
ને સમાચાર મળ્યા કે ધોરણ-૮ માં એન.એ.એસ. ની કસોટી લેવાની થાય છે. આમેય શાળામાં
ગોખવા કરતા સમજવા ભાર મુકાતો હોય ત્યારે આવી કસોટીની ચિંતા વધી જતી નથી. પરંતુ
કેટલીક વખત શિક્ષક તરીકે આપણે કોર્સ પૂરો કરવાની લ્હાયમાં મારેલા શોર્ટ કટ અને
તેના કારણે આપણો કોર્સ પૂરો થઇ જાય અને બાળકોમાં તેની અધુરપ ! – આવા સમયે ડંખે. એ સંદર્ભે બોલાવાયેલી એક મીટીંગમાં ખબર પડી કે ધોરણ
-૮ ની સાથે ધોરણ – ૫ માં પણ એ કસોટી લેવાશે. એટલે વળી બીજી દ્વિધા કે પાંચમા
ધોરણના બાળકોને ચાર વિકલ્પ વાંચવા અને વિચારવાની ધીરજ માટે જરૂરી પ્રેકટીસ નથી. આ
બારકસો જેવો પ્રશ્ન વાંચે કે જવાબ આવે તે પહેલો બોલી જવા કે લખી દેવા ટેવાયેલા છે.
દા.ત. : નીચે પૈકી કયું પ્રાણી
જમીન અને પાણી બંનેમાં રહી શકે ?
(અ) દેડકો (બ) કાચબો (ક)મગર (ડ) ઉપરોક્ત
ત્રણેય
એટલે અમારા વિશાલ અને યશપાલ તો
કુદી જ પડે કે (અ) દેડકો !
કસોટીના પ્રશ્નપત્રો લેવા
માટે ગયા ત્યારે ત્યાં નવા નદીસર પ્રાથમિક શાળા માટે ત્રીજા ધોરણની કસોટીનું પેકેટ
પણ ઉપલબ્ધ હતું. એટલે ત્રીજા ધોરણના
ટાબરિયાઓ માટે પણ આ પ્રકારના મહાવરાની જરૂર ઉભી થઇ. આ સમયે સહાય કરી જ્ઞાનકુંજના
સ્માર્ટ બોર્ડે – તેના બોર્ડ પર એક પ્રશ્ન પત્રની પી.ડી.એફ હોય અને તેનો પ્રશ્ન
વાંચવાનો ચાર વિકલ્પ વાંચવાના – જવાબ મનમાં નક્કી કરવાનો પછી પૂછાય – તેની સાથે જ
તે પ્રશ્ન જેવા બીજા કયા પૂરક પ્રશ્નો પૂછી શકાય તેની ચર્ચા - જ્યાં જરૂર લાગે ત્યાં તેમાં જ ધોરણનું
ઈ-કન્ટેન્ટ શરૂ કરી રીવીઝન પણ થઇ જાય. તેની પર જ તેઓ જાતે વર્તુળ કરી શકે. જવાબ
માટેની ગણતરી કરી શકે. ફાયદો – એક બાળક ભલે ગણતરી કરતું હોય પણ તે કેવી રીતે
વિચારે છે તેની સમજ બધા બાળકો સાંભળી શકે – તેને રોકી ટોકી શકે અથવા તો તેની
સમજમાંથી પોતાની સમજ બનાવી શકે ! એ મહાવરો તો બે દિવસ ચાલ્યો પણ અમને એ બાબત
સમજાવી ગયો કે બાળકોને જવાબ આપી દેવા કરતા ય શ્રેષ્ઠ બાબત તેમને સવાલ આપવાની છે.
જેટલા વધુ સવાલ તેટલા તેમના શીખવાના ચાન્સ વધારે !
આમ, એચીવમેન્ટ સર્વેમાંથી
અમારું એચીવમેન્ટ એ
“શક્ય હોય તે ટોપીકમાં
સવાલ આપો, શીખવું એ એમની
જરૂરિયાત બનવું જોઈએ, આપણી નહિ !
JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL
2 comments:
વાહ..શીખતાં શીખવે તે સાચું શિક્ષણ!
વાહ..શીખતાં શીખવે તે સાચું શિક્ષણ!
Post a Comment