October 16, 2017
October 13, 2017
મારું મુલ્યાંકન – મારા વડે !
મારું મુલ્યાંકન – મારા વડે
!
“એ દરરોજ મોડો આવે છે, એને
નિયમિત આવવાના માર્કસ આપ પણ પ્રાર્થનામાં ભાગ લેવાના નહિ !”
“એને હું કહું કે આ ડીશ ગોઠવવા
લાગ તો ફટ્ટ દઈને કહેશે – એ મને નહિ ફાવે !” “હું કહેતી કે ના ફાવે તો શીખ પણ એને
એવું શીખવું જ ના હોય !” એને નવી બાબતો શીખવા માટેના માર્ક્સ ઓછા મુક !”
-
અને આવી તો કઈ કેટલીય દલીલો થઇ અને
અને તેમના વ્યક્તિત્વ વિકાસનું ગુણાંકન થયું !
શિક્ષક
પાસે તેમની નોંધપોથીમાં કેટલી નોંધ કરે ? વિદ્યાર્થીના દરેક પાસાને આંકવામાં ઘણીવાર
આળસ નડે તો કેટલીકવાર સમય ! અને કેટલાક પાસાઓનું મુલ્યાંકન તો અન્ય વિધાનના આધારે
થઇ જાય. જેમ કે જેની હાજરી સારી તેના ગુણ પ્રાર્થનામાં નિયમિત હાજરી આપે છે એમાં
પણ સારા જ અપાઈ જાય. વિદ્યાર્થીના વ્યક્તિત્વના કેટલાક પાસાઓની નોંધ શિક્ષક કરતા
તેના સાથીદાર પાસે પુરાવા સાથે જ હોય !
તેથી જ આ વખત જેઓ શાળાનું સમગ્ર સંચાલન કરે
છે એમને જ એમનું મૂલ્યાંકન કરવા માટે આપવાનું નક્કી કર્યું. બે મહિના પૂર્વે વ્યક્તિત્વ
વિકાસના ૪૦ વિધાનોની પ્રિન્ટ તેઓ જોઈ શકે તે રીતે ડિસ્પ્લે કરી દીધી ! અને લેખિત પરીક્ષા
પછી એમણે પોત પોતાના જુથમાં બેસી ને સિલેક્ટેડ ૧૩ વિધાનોના ગુણ તેઓ જ આપે એમ આયોજન
કર્યું.
શરૂઆતમાં ૧૩ વિધાનોમાં પૂરેપૂરા ૧૦ ગુણ
ક્યારે અને ૦ ગુણ ક્યારે ? તેની સમજ
બનાવવાની કવાયત થઇ. ગ્રુપ લીડર તેમના ગુણ લખશે પણ બધાનું મંતવ્ય લઈને. જેના ગુણ
મુકતા હોય તેનું પણ મંતવ્ય લેવામાં આવે કે “શું વ્યક્તિગત સ્વચ્છતા માટે તને આટલા
ગુણ આપીએ છીએ એ તને બરાબર લાગે છે ? “ અને એમાં દલીલ થાય – વધ -ઘટ થાય અને લખાય !
કેટલાકમાં તો પૂછવા આવ્યા કે “આ કાર્ય માટે તત્પર એટલે શું ?” તેમને ઉદાહરણ આપ્યા
ને આ મૂલ્યાંકન મેરેથોન લગભગ ત્રણ કલાક ચાલેલી ! એ મુલ્યાંકન સભાના અંતે અમને
કેટલાક નવા પાસા જોવા મળ્યા !
એક તો તેમનું ઇન્વોલ્વમેન્ટ અને બીજો તેમનો
કન્સર્ન કે અન્યાય તો કોઈને ય ના થવો જોઈએ !
તેમના
ગુણ મુકાઈ ગયા પછી સૌએ મળી ગ્રુપ લીડરના માર્ક્સ પણ મુક્યા અને તેનો સતત રીવ્યુ
લેવાનું કામ સેજલ ( ચાઈલ્ડ પ્રેસિડેન્ટ ઓફ સ્કૂલ) અને રાહુલ (વાઈસ પ્રેસિડેન્ટ ઓફ
સ્કૂલ) એ કર્યું.
અંતે કન્વીનર શિક્ષક દરેક ગ્રુપ જઈ પૂછ્યું કે
તને આ રીતે જે મુલ્યાંકન થયું તેમાં કોઈ વાંધો ? કોઈને વધુ કે કોઈને ઓછા ગુણ મળ્યા
હોય એવું કઈ લાગે છે ? કોઈને અન્યાય થયો હોય એવું લાગે છે ? સંતોષ એ વાતનો કે ત્રણેક
અપવાદ સિવાય બધા પોતાના અને પોતાના મિત્રોના માર્કસથી સંતૃષ્ટ હતા ! જેમને વાંધો
ઉઠાવ્યો એમના વિષે ફરી ચર્ચા કરી તેમના માર્કસમાં ફેરફાર પણ કર્યા, તેમાંય આખું
ગ્રુપ સહમત થયું ત્યારે જ !
એક પહેલ છે – કે તેઓ જ તેમના કામને આંકે
અને પોતાના કામને બીજાના કામ સાથે સરખાવે – અને તેમાં સુધારો કરવા માટે પ્રયત્ન
કરે !
જોઈએ
આ નવી દિશા કેવો રંગ લાવે છે – બીજા સત્રની શરૂઆતમાં ! આ
સંદર્ભે વધુ શું કરી શકાય તે માટેના આપના સૂચનો આપશો તો ગમશે !
October 02, 2017
મોહનદાસ – ધ મેજીશિયન !
મોહનદાસ – ધ મેજીશિયન !
શાળાનું ધ્યેય વાક્ય છે : શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજથી
શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ! જો કે કેટલીકવાર ની અધીરાઈ છોડી દઈએ તો સામાન્ય રીતે
અમને અમારા પ્રયત્નોની અસર ચકાસવાની તાલાવેલી નથી રહેતી ! પ્રયત્નોની માત્રા જ્યાં
અમે અમારા તરફથી ૧૦૦% રાખી હોય ત્યાં અમને પરિણામ માંડ ૧૦% મળ્યું હોય એવા ય ઘણા
ઉદાહરણ છે !
શાળાએ ગાંધી જયંતી નિમિત્તે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રયત્નો કર્યા !
ગાંધીના એક મહત્વના ગુણ સફાઈને સૌ પ્રથમ ટાર્ગેટ કર્યો (આમેય, એ પહેલું લક્ષ્ય
હોવું જોઈએ) ! શાળામાં સફાઈ હવે સહજ થઇ ગઈ છે. “ઓહો, હું તો રવિવારે નાહી જ લઉં”
એમ અઠવાડિયે જ નહાવાના વલણ જ્યાં સ્વાભાવિક ગણાય ત્યાં દરરોજ નહાવું અને શરીર ને
સ્વચ્છ રાખવાનું વલણ મોટાભાગના વિદ્યાર્થીઓમાં આવી ચુક્યું છે. ( હજુ ય કેટલાકના
ઘરની રીત મુજબ રોજ નહાવું એ જરૂરી નથી લાગતું !) પણ શાળાએ તો નાહીને જ અવાય એ
નક્કી થઇ ગયું છે. ટૂંકમાં, શાળાની અસર હજુ ગામમાં વર્તાતી નહોતી – હા, ગયા વખતમાં
અમે કાઢેલી રેલી અને એમાં વિદ્યાર્થીઓએ દરેક દુકાન પર જઈને કરેલી વિનંતીથી તેલના
ખાલી ડબ્બાની કચરાપેટી મુકાઈ એ પણ અમારે માટે સુખદ ઘટના હતી !
આ વર્ષે બીજી ઓકટોબર પહેલા જ શાળામાં સ્વચ્છતા માટેની ડીબેટ અને ક્વિઝ
વગેરે થયા હતા એટલે શાળાએ કોઈ કાર્યક્રમ ના ઘડ્યો. ૧ લી ઓક્ટોબર રાત્રે શાળા અને
ગામના સેતુ બનેલા વોટ્સેપ ગ્રુપમાં આવતીકાલે ગાંધી જયંતી નિમિત્તે ગામના યુવાનો
દ્વારા ગામની સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે ! એવા સમાચાર મળ્યા ! અમે પૂછ્યું
કે અમે ભાગ લઇ શકીએ – એમણે ચોખ્ખી ના પાડી – કે આ વખત અમે જ આયોજન કરીશું !
અને મોહનદાસનો મેજિક જુઓ કે
યુવાનો અને અમારા બાળકો સૌ ભેગા મળ્યા, પહેલા ગામના મંદિરે આયોજન કર્યું, ત્યાં
ચોગાનની સફાઈ કરી, ગામમાં રેલી કાઢી અને – જરૂર પડી ત્યાં સફાઈ પણ કરી ! અંતે બધાએ
સાથે મળી નાસ્તો કર્યો – શાળામાં અમે કરીએ એમ આજે આખા દિવસમાં આપણે શું કર્યું એનો
અહેવાલ રજુ થયો અને સૌ છુટા પડ્યા ! અમને વોટ્સેપ થી મળેલા ફોટોગ્રાફ જાણે કે
માત્ર કોઈ ડીજીટલ આંખથી જોવાયેલી છબી માત્ર નહોતી – જે નક્કી કરીને નીકળ્યા છીએ “અંધારું
લીપીને અજવાળું કરવા” તેના ફોટોગ્રાફ્સ હતા !
બીજી ઓક્ટોબરે જન્મેલો એ “મોહન” અમર
છે તેની પુણ્યતિથી હોય જ ના શકે ! દિલથી બોલી જવાયું – હેપ્પી બર્થ ડે બાપુ !
Subscribe to:
Posts (Atom)