આપણી સમજણ, આપણી સુરક્ષા !
પૂરને પૂરું
થયા પછી નહિ પૂર શરૂ થતા પહેલા સંભાળવું પડે !
હમણાં જ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી અને તેનાથી થયેલી તારાજીથી – એ મુદ્દો ટોક
ઓફ એવરી કોર્નર બન્યો છે ! આ સમયમાં કેટલાને સ્વાઈન ફ્લુ યાદ છે ? આપણે ઘડાયા જ
એવી રીતે છીએ કે જે સમયે જે મુશ્કેલી આવી અને જાય પછી – “આમ, કર્યું હોત તો આમ ના
થાત – આમ કરી જ દેવું જોઈએ – જેવી સલાહો
પોતાને અને અન્યને આપ્યા કરીએ છીએ. પરંતુ તેમાંથી શીખીને લાંબા ગાળાનું રોકાણ કરતા
નથી.
શાળા જો આ
બધા મુદ્દાઓને બચપણથી તેમની સામે મુકતી થાય – અલબત્ત તેની માહિતી અને સ્વરૂપ તેમની
ઉમરને અનુરૂપ હોવું જોઈએ ! તો આજના બાળકોની સમજના આપણા જેવી કાચી ના રહે –
આ વર્ષે
શાળામાં “સુરક્ષા સેતુ” કાર્યક્રમમાં આ બાબતે વધુ ગંભીરતાથી ચર્ચા થઇ. બાળકો સાથે
ચર્ચા કરતા – સરકારી પત્ર કરતા એમનું આયોજન જુદું નીકળ્યું. તેમણે જુદી જુદી
આપત્તિઓ પર પ્રોજેક્ટ યોજવાનું વિચાર્યું ! સાત જૂથને સાત આપત્તિઓની વહેચણી એમની
પહેલી જૂથ મીટીંગમાં જ કરી દેવી –
કન્વીનર શિક્ષક ઉપરાંત તેમણે ઇન્ટરનેટ
માટે પીન્ટુભાઈનું માથું ખાધું – ઘરે જઈ. તેમની આજુબાજુમાં જેની પણ પાસે ફોનમાં
નેટ ઉપલબ્ધ હતું તેની પર શોધ ખોળ. કરી. હવે માહિતી મળી – બીજું પગથીયું –
ડોક્યુમેન્ટ કરો – અમે કેટલાક રસ્તાઓ આપ્યા – જેમ કે તેને આધારિત ચિત્ર દોરો-
સુચના-સ્લોગન તૈયાર કરો – Dos’ અને Don’ts’ લખો અને બધા ને સમજાવો ! ચાર્ટ્સ બનાવો – ચર્ચા કરતો નિબંધ લખો- કઈ પણ અંતે
તમારે બધા સમક્ષ એ વાત સ્પષ્ટ કરવાની છે કે આપત્તિ આવવાના કારણો શું છે ? તેનાથી
નુકશાન કયા કયા થાય છે ? તે આપત્તિઓને રોકવાના અને રોકી ના શકાય એવી આપત્તિઓમાંથી
બચવાના ઉપાયો શું છે ?
પરિણામ ? આપણી વિચાર શક્તિ જ્યાંથી ખતમ
થાય ત્યાંથી એમનું વિચારવાનું શરૂ થાય ! તેમણે ચાર્ટ્સ, પેપર્સ, ચિત્રો ની સાથે
વિવિધ આપત્તિઓને સમજાવવા માટે ડ્રામા પણ તૈયાર કર્યા – અલબત્ત રજૂઆત તેમણે
સ્ક્રીપ્ટ હાથમાં રાખી કરી. અમારા માટે તો મળ્યું એટલો નફો હતો – આ પ્રોજેક્ટ
કરવામાં એમને ધોરણના વાડા તોડીને એક બીજાના પુસ્તકો રીફર કર્યા અને શું કરીશું ?
કેવી રીતે કરીશું ? – ની જે મથામણ કરી એ બધું જ અમારા માટે ‘સુરક્ષા’ સમાન !
No comments:
Post a Comment