July 31, 2017

શાળા સંચાલનમાં સફળતા



બાળકો ની ઑનરશીપ - શાળા સંચાલનમાં સફળતા

શાળા સંચાલન એક કૌશલ્ય છે – ઘરે કોઈ નાનો પ્રસંગ હોય અને જેટલી ધમાલ /દોડાદોડી હોય તેટલી જ દોડાદોડી અને ધમાલ  શાળા સંચાલનમાં જોવા મળે છે . પરિણામે,  ઘણીવાર શાળા વહીવટકર્તાઓને લાગતું હોય છે કે જાણે કેટકેટલું કરીએ ; કામ ઓછાં થતાં જ નથી. આવી જ રોજીંદી ધમાલ વહીવટકર્તાને ચીડિયો અથવા તો હતાશ બનાવી દે છે, પરિણામે સદાય કામનો બોજો માથા પર પડેલો હોય તેવો અહેસાસ થયા કરે છે. આવા સંજોગોમાં તેઓ જ સફળ બની શકે છે જેઓ કાર્યભારને ટીમમાં વહેંચી શકે છે. પરંતુ કેટલીકવાર આપણને લીડરો દ્વારા  એવું પણ સાંભળવા મળે છે કે ટીમના સભ્યો જવાબદારી નિભાવવા તૈયાર જ નથી ને ! ત્યારે પ્રશ્ન થાય કે જયારે શાળામાં એક ટીમ બનીને કામ કરવાનું હોય અને સૌને મુખે “મારી શાળા” એવું સાંભળવા પણ મળતું હોય તો એવો કયો અભાવ છે કે ટીમવર્કમાં અવરોધરૂપ બની રહ્યો છે ? સફળ સંચાલન માટેની પહેલી શરત એ છે કે સંસ્થામાં આવતી તમામ વ્યક્તિઓમાં તે સંસ્થા પ્રત્યેની ઑનરશીપ ઉભી થાય! હવે માલિકીપણાનો ભાવ પેદા કરવા માટે દરેકને અલગ અલગ કાર્યોમાં જોડવા, તેમનાં મંતવ્યો લેવાં, દરેકને સ્પેસ આપવી. તેમની  રસરૂચિ અને જે તે વિષયની તેમની માસ્ટરીનો સંસ્થામાં ઉપયોગ કરાવવો. શાળામાં ફક્ત સંચાલક તરીકે આચાર્ય કે શાળા સ્ટાફ જ સુંદર શાળા ઉભી કરી શકે છે તે ફક્ત માન્યતા છે. તમને ખ્યાલ હશે કે બાળકોની મોટા પ્રમાણમાં સહભાગીદારીથી જ શાળા સ્વચ્છ રહે છે, બાળકોની મોટા પ્રમાણમાં ભાગીદારીથી જ વર્ગખંડોનું સંચાલન કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન શક્ય છે. તો પછી શાળામાં જે બહુમતિવાળો વર્ગ એટલે કે બાળકો છે તેઓની ભાગીદારી, પરંપરાગત બની, અમુક ક્ષેત્રો પુરતો સીમિત કરી રાખી આપણે શું શાળાને સફળ સંસ્થા બનાવી શકીએ ખરા ? વિચારીએ કે ૩૦૦ બાળકોની સામે ૧૦ શિક્ષક “મારી શાળા” એવા  માલિકીપણાના ભાવથી મહેનત કરે તો તે શાળાના રંગરૂપમાં બદલાવ લાવી શકાતો હોય તો ૩૦૦ બાળકોમાં ઑનરશીપ ઉભી કરવા થોડો પ્રયત્ન કરવામાં આવે અને તે શાળા માટે ૧૦ + ૩૦૦ "મારી શાળા" ના અહોભાવથી શાળા પટાંગણને જોતાં થઇ જાય તો ? – શાળા તો રળિયામણી બની જ જાય ! – કહેવત છે ને “ ઝાઝા હાથ રળિયામણા”  બાળકોમાં ઉભી થયેલી "મારી શાળા" ની ભાવનાને લીધે જ બાળકની શાળાની વસ્તુ ઘરે લઇ જવાની વૃત્તિ છૂટી ઘરે લાવેલ કોઈ નવીન વસ્તુઓ શાળાના ઉપયોગ માટે લાવતો થાય છે, મિત્રો આટલાં વર્ષો પછી પણ અમે બધાં જ બાળકોમાં સંપૂર્ણપણે આ ભાવ નથી પેદા કરી શક્યા અમે પણ હજુ અડધે જ છીએ, કારણ આ પ્રક્રિયા ખુબ લાંબી છે, આજે ને આજે બે ચાર બોધ કથાઓ કે સુવિચારો કહેવાથી વાત નહિ બને... પરંતુ જેટલું કરી શક્યા તેનો શાળાને ખુબ જ ફાયદો થયો છે ,એટલે જ તો ઘરે શાકભાજી કરવા લાવેલ વાલોળપાપડીના બીજ ની થેલીમાંથી બે ચાર બીજ અમારો રોહિત તેના પપ્પા પાસેથી માંગીને શાળાના “કિચનગાર્ડન” માટે લેતો આવે છે.

6 comments:

#મારા પ્રવાસો #my travels #bhutan tour said...

બિલકુલ સાચી વાત છે. મેં અનુભવ્યું છે. અને બાળકો આપણી કલ્પના બહાર નું સુંદર કરી બતાવે છે.

Unknown said...

Agree... distributionof work be done interest wise... it will help within group coordination...

rameshparmardadiya said...

Agree with u...

ચિરાગ પટેલ અખમ ફળિયા પ્રાથમિક શાળા said...

Right

Unknown said...

100%sachi vat.. શાળા માટે માલિકી ભાવ આવે એટલે પતિ જ ગયું... બસ આજ લાવવાની જરૂર છે... પણ એ ભાવ લાવવા કોણ નથી દેતું? મને લાગે કે આચાર્ય અને સીક્ષકો નો ઇગો,બાળક કે શિક્ષક માટે ની લઘુતા ગ્રંથિ, એ આ કામ કરી જ નઈ શકે એવી નેગેટિવ માન્યતા, આ બાળક કે શિક્ષકો એક શાળામાં ભેગા થયાં મતલબ એક બીજા સાથે ઋણાનુબંધ તો છે જ, એક બીજા ની પ્રકૃતિ અથડાવાની અને ઘસાવવાની પણ ખરી, પણ મુખ્ય વાત તો એ કે આ બધી પ્રકૃતિ વિવિધ વિષયોમાં માસ્ટર છે જ ફક્ત એની એ પ્રકૃતિ ઓળખી એના માં વિશ્વાસ,પ્રેમ,લાગણી ભરવાની જરૂર છે. અને પેહલા કહ્યું એમ આચાર્ય એ કોઈ સીક્ષક માટે કે સીક્ષકે કોઈ બાળક માટે પૂર્વગ્રહ કે ઈગો રાખવો જોઈએ નહિ.. અલ્યા ભઇ આ બાળકો છે તો શિક્ષકો અને આચાર્ય છે. એક બીજાના પૂરક છીએ બધા. કોઈ કોઈ નો ઉપરી નથી. કોઈ કોઈ નો ગુરુ નથી, અને હા જરૂર જણાયે પોતાનો વિટો પાવર તો છે જ. પણ જ્યાં પ્રેમ લાગણી પોતાપણું અને બીજા માટે માન હોય ત્યાં કોઈ સત્તા વાપરવી ના પડે.... એનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે ®© નવા નદીસર સ્કુલ...

Unknown said...

Yes....
Me pan anubgavyu chhe k balko pote potani jate akhi school nu saru sanchalan kare j chhe...
Fakt teo ne thoduk teacher taraf thi margdarshn maltu rahe.....
Vadhu ma staff e pan et lo j sahkar ek bija sathe rakhvo joiye....
Good... Navanandisar....