રગેરગમાં રંગ,
રંગપાંચમનો !!!
‘કાલે’ જીવવા માટે આજની આહૂતિ આપવી પડે એવા વ્યવસાયોમાં રોકાયેલા વાલીઓ અને
એમના વ્યવસાયને કારણે જેમનું શિક્ષણ હોમાઈ રહ્યું છે એવા અમારા બાળકો ! આર્થિક
સ્થિતિને જીવન જીવવાના સ્તરે લાવવા બાળકોને શાળામાં આવતા રોકી, એમના વ્યવસાયની
ગાડીને ધક્કો મારવાનું કામ સોપાય. અને જે ફૂલ હજુ ખીલું ખીલું હોય એનામાં બરછટતા
વધતી જાય. કેટલાક કિસ્સાઓમાં તો એમને એવી સ્થિતિ પણ ગમી જાય ! કેટલાકની સામાજિક
ધારણા જ એવી કે શાળાએ જવું એ કઈ અનિવાર્ય નથી. ભણવાનું કામ ફ્રી ટાઈમમાં કરીશું.
એટલે એમને મનગમતી પ્રવૃતિઓ
નિયમિત યોજવી જ પડે. હોળીની રજાઓ પૂરી થયે આ વખત હોળી શાળાની બહાર ક્યાંક
મનાવીશું. – આવું નક્કી થયું. (એમાં આવું નક્કી થયું હતું કે એ વિષે વિચારીશું – એ
બાબત હજુ સ્પષ્ટ નથી) શાળા ખુલતાની સાથે – “સાહેબ, ચાંદન ગઢનું કેટલા વાગ્યે?”
“રંગ લઇ જવાના છે?” જેવા સવાલોથી સમજાઈ ગયું – કે આજે એમને પીકનીક પર લઇ જવા જ
પડશે. સમાચાર ફેલાયા અને સંખ્યા પણ વધી.. અને ટીમ નવાનદીસર ઉપડી ચાંદન ગઢ –જેવા પહોચ્યા કે પાણી પીવાનું ય છોડી, સીધી દોટ – જુદી જુદી લપસણી અને
ચકડોળમાં ચકડોળે ! કેટલાક ગ્રુપમાં થેલા લઈને આવ્યા હતા- એમાંથી મમરા,બિસ્કીટ, ચવાણું નીકળ્યા –
એકાદના થેલામાં તો રંગ પણ ડોકાયો. ચાંદન ગઢમાં મંડપ બંધાવાનું કામ હતું એટલે –
રંગને મ્યાન રાખી – રંગપાંચમ શાળામાં જઈને – એવું ઠરાવ્યું. દોડાદોડી, લપસા-લપસી,
ગોળ ગોળ-ગોળ ઘૂમી, લટકા-લટકી, પટકા- પટકી પછી બટાકા પૌવા આરોગી – પાર્ટ ટુ !
છોકરીઓને ક્રિકેટ રમવી પણ બેટ છોકરાઓ લાવ્યા હતા. ઉછીના બેટથી એમને માં શક્તિના
પ્રાંગણમાં બેટિંગનો પરચો બતાવ્યો. કેટલાક સાહસવીરો શિક્ષક સાથે ટ્રેકિંગ કરી
ડુંગરના છેલ્લા પથ્થર સુધી જઈ આવ્યા ! પરસેવે રેબઝેબ થઇ ગયા – સૌને સિગ્નલ મળ્યો –
બેક ટુ પેવેલિયન ! જેને પાણી પીવું હોય એ પી લે ! પણ પાણી-બાળકો-મસ્તી-રંગ- સાથે
મળે પછી – ત્યાં જ રંગીન થઇ ગયા !
પાછા વળતા – ગ્રીન હાઉસની મુલાકાત લીધી, પણ અંદરનું વાતાવરણ એટલું ગરમ હતું કે
બાળકોને વધુ સમય અંદર રાખવા હિતાવહ ના લાગ્યા ! ગ્રીન હાઉસથી ખેતીના ફાયદાની થોડી
ચર્ચા કરી, ભેટમાં મળેલા રંગબેરંગી મરચાં લઇ શાળામાં !
શાળાના દરવાજે ઉતરતાની સાથે જ મસ્તી- અનલીમીટેડ – રંગની છોળો અને બધાના ગાલ
રંગીન !
1 comment:
Noble work..
Post a Comment