याद करके आगे
बढे – સ્મૃતિધારા
કહેવાય છે કે
શીખેલું ભૂલાઈ જવાય પછી બાકીનું જે યાદ રહે તેનું નામ શિક્ષણ –
પરંતુ આ
વાત શિક્ષણ પ્રક્રિયાના અંતની હોઈ શકે છે, કારણ કે
નિરંતર ચાલુ ચાલતી શિક્ષણ પ્રક્રિયામાં ભૂલવાની ક્રિયા બાધક બને છે કારણ કે તે
સળંગ પ્રક્રિયા છે !! પહેલું વર્ષ એ દ્વિતીય વર્ષનો પાયો છે અને દ્વિતીય એ તૃતીય
વર્ષનો ! બાળકોને ચીર સ્થાયી શિક્ષણ આપવાનો આપણા સૌનો સદાય પ્રયત્ન રહેલો હોય છે,પરંતુ વિવિધ
કારણોસર બાળકો શીખેલું વેકેશન દરમ્યાનમાં વિસરી જાય છે. પરિણામે પાઠ્યક્રમમાંની
ક્રમિકતા મુજબ જો કાચા પાયા ઉપર જ ઈમારત ચણવાનું શરુ કરી દઈએ અથવા કહીએ તો આગળના
ચણેલા થરની લાઈન લેન્થ વ્યવસ્થિત કર્યા વિના જ તેના ઉપર દિવાલ માટેના આગળના થર
ચણવા લાગી પડે તો તે કડીયાની કુશળતા અને
દીવાલની મજબૂતાઈની વિશ્વસનીયતા પર
પ્રશ્નાર્થ તો ઉઠે જ ! સાથે સાથે ચાલુ
વર્ષની આપણી મહેનતનું પરિણામ પણ અપેક્ષા મુજબ નું
ન મળે તે પણ સ્વાભાવિક છે ! આવા બધાનો ઉપાય મળ્યો સ્મૃતિધારા કાર્યક્રમ વડે
! આપણા વર્ગના બાળકો અગાઉના ધોરણના
અભ્યાસક્રમમાં કેટલા અંતરે છે તે જાણવા માટેનો પ્રયત્ન અને ત્યારબાદ દુર રહી ગયેલ
બાળકો માટે ૧૦ દિવસ સુધી મહાવરો, જેમાં જે બાળકો જે જે મુદ્દાઓ ભૂલી ગયા
હોય તેઓને ફરીથી યાદ કરાવી અભ્યાસક્રમની મેઈન સ્ટ્રીમમાં જોડવા અને જે બાળકોને હજુ
યાદ છે તેઓને પુનરાવર્ત કરાવી તેમના પાયાની મજબૂતાઈ વધારવાનો ઉત્સવ ! શાળા કક્ષાએ
ઉજવાયેલ સ્મૃતિધારા માં એક સબળ પાસું એ પણ જોવા મળ્યું કે નવીન વર્ષની શરૂઆત
અગાઉના વર્ષના જ્ઞાનના અનુસંધાનથી શરુ કરવામાં આવે છે ત્યારે બાળકની બોડી લેન્ગવેજ કહેતી હોય છે કે “અરે ! આ તો મને આવડે જ છે
અથવા તો આ તો સહેલું છે !! અને જયારે બાળકના મનમાં
કોઇપણ અભ્યાસ બાબતમાં “મને આવડે છે અથવા આ તો સહેલું જ છે” એવું
અનુભવે છે ત્યારે તેનામાં આત્મવિશ્વાસ ભરાય છે. જે આગામી વર્ષ માટે બાળકમાં ઉદ્દીપક
નું કામ કરે છે. વર્ષની શરૂઆત આવા સબળ આત્મવિશ્વાસ સાથે થાય ત્યારે અ-સફળતાનો કોઈ
અવકાશ હોતો જ નથી !
આમ જો
સ્મૃતિધારાને એક વાક્યમાં વર્ણવું હોય તો કહી શકાય કે “ याद कर के
आगे बढे “