“વળતર”નું “વળતર” કેવી રીતે??
બાળકો એ આપણી અણમોલ મૂડી છે – પછી વાલી તરીકે તે ઘરનાં હોય કે શિક્ષક તરીકે
વર્ગખંડના હોય, પરંતુ બાળક એ તો બાળક છે – આપણે જ્યારે બાળકોના શિક્ષણની જરૂરિયાત
વિશે વિચારતાં હોઈએ ત્યારે પોતાનું બાળક અને શાળાના બાળકો બંનેના શિક્ષણ માટેની
જરૂરિયાત અને પ્રયત્નોને અગલ – અલગ આંખે ન જોતાં હોઈએ, તો તે એક આગવા શિક્ષક
તરીકેનો ગર્વ લેવા જેવી બાબત છે. ગીજુભાઈ બધેકાની તમામ વાતોનો એક જ સાર છે કે
“બાળક કેન્દ્ર સ્થાને હોય” અને અમારી તમામ વાતોનો પણ એક જ સાર હોય છે કે “ઘરનું
બાળક ડાબી આંખ છે તો શાળાનું બાળક એ તમારી જમણી આંખ છે.” આપણી દરકારને અભાવે જો
બંનેમાંથી કોઈ એક આંખની પણ નજર ધૂંધળી પડશે તો ? તો આપણી દ્રષ્ટી કુંઠિત થયેલી
ગણાશે. હકીકત તો એ પણ છે કે જયારે શિક્ષક તરીકે આપણી નિમણુંક થઇ હોય ત્યારે આપણા
ઘરની આર્થિક વ્યવસ્થા પણ આપણા શાળાનાં બાળકોને આધારે અને આભારે છે. તેમની
educational Treatment ના બદલામાં આપણને મળતાં પગાર રૂપી વળતરને કારણે જ આપણે આપણા
બાળકોને સારી treat આપી શકીએ છીએ. ત્યારે વળતરનું પૂરું વળતર આપવું એ આપણી ફરજ -
આપણી માણસાઈ અને તેમનો હક પણ બને છે. અને ખાસ વાત તો એ પણ છે કે આપણી આવી નિષ્ઠા જ
આપણને અહેસાસ થશે કે..
“हां,
प्रलय और निर्माण हमारी गोद में खेलते हैं !!!"
4 comments:
100%
बहोत खूब,
✔ सच और सुंदर🌷
👌👍
Prem nu biju svarup balak chhe
Good
Post a Comment