ક્યાં સુધી ફક્ત શીખવતાં જ રહીશું
???
મિત્રો, શાળા એ ગામ કે શહેરનું સૌથી
મોટામાં-મોટું ક્રિયાશીલ સ્થળ હોય છે. જ્યાં સમાજની ભાષામાં કહીએ તો બાળક સમજદાર
બનવા આવે છે, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જાણવા આવે છે અને જો આપણા મૂછાળી ‘માં’ની
ભાષામાં કહીએ તો બાળક મિત્રો સાથે શાળાને માણવા આવે. આ થતી એક જ પ્રક્રિયા અલગથી
ફક્ત વિચારાતી હોય છે. ચાલો, એકવાર એમ માની લઈને ચાલીએ કે “બાળક પણ એક લાગણીઓ
સભરના કોમ્પ્યુટર જેવો છે.” જેમ કોઈ કોમ્પ્યુટરમાં આપણે સારી એવી કોઈ પ્રોગ્રામ સેટઅપ
કરી લઈએ અને પછી આપણું ફક્ત કમાન્ડ [ઈનપૂટ] આપવાનું, ત્યારબાદનું મોટાભાગનું કામ
તો કોમ્પ્યુટરમાં રહેલ સુપર પોગ્રામ જ તેને યોગ્ય રીતે સ્ટાર્ટ અને રન કરે...અને આગળના પ્રોગ્રામોને
યોગ્યતા પૂર્વક ચલાવે. બસ આ જ રીતે આપણે પણ આપણા આ બાળકોરૂપી કોમ્પ્યુટરમાં બાળકને જયારે આપણે શીખવીએ ત્યારે
જ તેઓની શીખવાની પ્રોસેસર RUN થાય, તેની જગ્યાએ બાળકોમાં જ રહેલી “LEARNING” સ્કીલને વિકસાવી તેઓને સ્વ-પ્રયત્ન શીખવા માટેની
તકો ઉભી કરવાનો સમય હવે આવી ગયો છે. આપણાં કોઈ એક એકમના અથવા તો એકમ બાબતના એક
સુયોગ્ય ઈનપૂટ ધ્વારા બાળકમાં તે અંગે જાણવા-જોવા અને સમજવા માટેની પ્રક્રિયા
વેગવાન બને, તેવો આપણો એક પ્રયાસ હોવો જરૂરી છે.
આ બાબત ધ્વારા શાળા એક એવી વ્યવસ્થા તરફ ઉન્ગલીનીર્દેશ કરી રહી છીએ કે, જ્યાં બાળકને ઓછામાં ઓછી આપણી
જરૂર પડે. પ્રાથમિક કક્ષાએથી એક એવી વ્યવસ્થા તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવે કે,
બાળકોને શીખવવા માટે શિક્ષકની મદદ કરતાંય વધારે
સમય તેને સ્વ-પ્રયત્ન માટેનો મળે અને તે માટેના સંસાધનોથી સજ્જ જાણવા માટેની ભરપૂર
તકો મળી રહે.. એક એવું વાતાવરણ/વર્ગખંડ કે જ્યાં બાળકને કોઈ મુદ્દાનું મનોમંથન
કરવા માટે સમય અપાતો હોય... જાત પ્રવૃત્તિ દ્વારા શીખવા માટે પ્રોત્સાહિત કરાતો
હોય વગેરે...વગેરે .. ટૂંકમાં કહીએ તો આપણી ઓછપ હાજરી છતાં પણ, તેની શીખવાની
પ્રક્રિયા કાર્યવંતી બનેલી જ રહે તે માટેનું એક પર્યાવરણ..
મિત્રો, આપણી નવાનદીસર શાળાએ પણ
“આવો,વનસ્પતિઓને ઓળખીએ’ એક પ્રોજેક્ટ અંતર્ગત આવો જ પ્રયત્ન કર્યો. જેમાં બાળકોની
વિવિધ ઈન્દ્રીયો ધ્વારા શાળા પર્યાવરણમાં આવેલ વિવિધ વનસ્પતિઓની ઓળખ કરાવી અને એક
ઈનપૂટ આપ્યું. શિક્ષકશ્રીએ બાળકો સાથે રહી...........
·
વનસ્પતિના પર્ણના આકારને જોઈને ઓળખ આપી.
·
ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને સ્પર્શ ધ્વારા ઓળખ આપી.
·
ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને સૂંઘીને તેની ગંધ ધ્વારા-નાક વડે ઓળખ
આપી.
·
ત્યારબાદ તે જ વનસ્પતિના પર્ણને ચાખીને તેના સ્વાદ ધ્વારા ઓળખ આપી.
આમ વનસ્પતિની ઓળખ માટે બાળકોને એક ઈનપૂટ આપ્યો,
હવે બાકીની વનસ્પતિઓ બાળકો આ રીતે જોતા ગયા અને તેની ઓળખ/અહેસાસ કરતાં ગયા. છેલ્લે
મૂલ્યાંકન પણ એક રમત ધ્વારા જ કરવામાં આવ્યું. જેમાં તમામ વનસ્પતીઓના પર્ણો ભેગા
કરી બાળકોને વિવિધ રીતે તેને ઓળખી બતાવવા
કહેવામાં આવ્યું. સાચું કહું તો બાળકો ધ્વારા સ્વાનુભવે શીખવાની એક પ્રક્રિયા કામ
કરી રહી હતી અને શિક્ષકશ્રી તેમાં જરૂરી ઈનપૂટ આપી રહ્યા હતાં...
ચાલો સમજીએ, કેમેરાની આંખે....
શાળા કમ્પાઉન્ડમાં આવેલ વિવિધ વનસ્પતિઓની ઓળખ |
ત્યારબાદ બાળકોને વિવિધ સ્વરૂપે ઓળખ રૂપેનું મૂલ્યાંકન
સ્પર્શેન્દ્રિય ધ્વારા ઓળખ .....
સ્વાદેન્દ્રીય ધ્વારા ઓળખ |
સુગંધ ધ્વારા ઓળખ |