ચર્ચાસેતુ -: બાળક અને સમાજ
મિત્રો
તમારૂં નાનું બાળક જયારે કોઈ તમારા મિત્રની સાથે વાત કરે ત્યારે તમને કેવો અનુભવ આનંદ થાય છે??? તમને થશે કે આ પ્રશ્નને અને આજના
આ ધોરણ-૫ ના સામાજિક વિજ્ઞાનના પ્રોજેક્ટ “ગામના ઈતિહાસ” ને વળી શું સંબંધ ??? હોઈ
શકે........ સંબંધની નહી તમારા પ્રશ્નની વાત કરું છું. પ્રશ્ન થાય તે સ્વાભાવિક
છે. આશરે ૮-૯ વર્ષની ઉંમર સુધી તો બાળકને મોટેભાગે કાં તો સ્વજનો - કાં તો શિક્ષકો
સાથે/સામે વર્તવાનું હોય છે. બાળક પણ આ ઘર/મહોલ્લો અને શાળા આ બે પર્યાવરણથી જ પરિચિત હોય છે કે
જેમાં તે ખુલી શકે. પરંતુ જયારે બાળક ધોરણ પાંચમાં પ્રવેશ કરે છે ત્યારે પર્યાવરણ
વિષય બે ભાગમાં વહેંચાય છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન.
સામાજિક વિજ્ઞાન વિષયમાં સમાયેલા વિભાગો
પૈકી- બાળકને
ઈતિહાસ ધ્વારા સમાજનું મહત્વ જાણવાનો – રાજનીતિશાસ્ત્ર
ધ્વારા સમાજની વ્યવસ્થાને સમજવાનો –
ભૂગોળ શાસ્ત્ર દ્વારા પ્રદેશને અનુરૂપ સામાજિક
જીવનશૈલી સાથે અનુકૂલન સાધવાનો
એક પ્રયાસ રહેલો છે. અત્યાર સુધી સ્વજન અને શિક્ષક સાથે/સામે કામ કરતાં બાળક સામે જયારે ધોરણ-૫ના પ્રથમ એકમમાં જ “ગામના ઇતિહાસ” ના
પ્રોજેક્ટ અંતર્ગત સમાજ સામે જવાની અને સાથે સાથે વાર્તાલાપ કરવાની જયારે જરૂરિયાત
ઉભી કરાવવામાં આવે છે, ત્યારે આપણા મનમાં બાળકોની માહિતી મેળવવાની શક્તિ વિષે કુશંકાઓ
પેદા થાય તે સ્વાભાવિક છે ! તે સમયે બાળક ‘માહિતી લાવે’ તેના કરતાં ‘માહિતી
લેતા’ શીખે તેને મહત્વ આપીએ. બાળક આપણા ઘરે આવેલ કોઈ આપણા મિત્ર સાથે જયારે સહજતાથી
વાત કરે છે ત્યારે, વાતચીતના આનંદ કરતાંય આપણને વધારે આનંદ તેના વર્તનનો હોય છે.
ધોરણ
૫ નું સામાજિક વિજ્ઞાન એ બાળકના સમાજ જીવનના ઘડતરનો પાયો છે અને આ
સમયે તમે જેટલી વધારે મહેનત કરશો, ભવિષ્યનો સમાજ તેટલો જ વધારે ભવ્ય ઘડાશે....
નવાનદીસર શાળાના બાળકોને પણ “ગામના ઈતિહાસ” પ્રોજેક્ટ માટે સમાજની વચ્ચે જઈ
વાર્તાલાપ કરવો પડ્યો – જરૂર જણાઈ ત્યાં તેમણે વિષય શિક્ષક-મિત્રનો પણ સહારો લીધો.
બાળકોએ પ્રોજેક્ટ ધ્વારા બધું ઘણું નવીન
જાણ્યું, પરંતુ હું ફરીથી કહું છું કે અમારો મુખ્ય અને મુખ્ય ઉદેશ્ય તો બાળકો અને
સમાજ વચ્ચે ચર્ચા-સેતુનો જ હતો, ચાલો જોઈએ કેવો રહ્યો અમારો ઉદેશ્ય અને બાળકોનો પ્રોજેક્ટ
શું - શું પૂછીશું ગામ વિશે?? - પ્રોજેક્ટ ફોર્મેટ વિશે બાળકોને સમજ આપતા વિષય શિક્ષકમિત્ર
પાળિયાને જોવા / જાણવા |
યાત્રાનો અલ્પવિરામ ... |
વીરતાના પ્રતિક પાળિયા સાથે બાળકો...
આસપાસની સફાઈ |
પૂંજા- પરંપરાના ભાગરૂપે |
પાળિયા સાથે વણાયેલી વાત બાબુકાકાના મુખે....
"ગામનો ઈતિહાસ" પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન રૂપ મુલાકાત-
વિષય શિક્ષકશ્રી K.B.C.માંના લાઈફ લાઈનની જેમ હાજર ...
ગામના તમામ વિસ્તાર કવર થઇ શકે તે મુજબના આયોજન પ્રમાણે વિવિધ ગૃપ મુજબ મુલાકાત કરતાં બાળકો
ફરીથી કહીએ છીએ કે "અમારો મુખ્ય અને મુખ્ય ઉદેશ્ય તો બાળકો અને સમાજ વચ્ચે ચર્ચા-સેતુનો જ હતો..."
[પ્રક્રિયામાં હજુ શું વધારો કરી શકાય ...??? - આપના વિચારોની રાહ જોઈશું ]