February 17, 2012

“ મેં તો ઘણું શીખવ્યું પણ .....





મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી !

                                પ્રાથમિક શિક્ષણ આજે વર્ગખંડ પુરતુ મર્યાદિત નથી રહયું. આજે વર્ગખંડમાંના બાળકોને તેના વર્ગશિક્ષક કે વિષય શિક્ષક [ એક] માત્રના જ  જ્ઞાન , વિચારો કે પ્રવ્રુત્તિઓથી પરિપુર્ણ કરી શકાતું નથી કારણ કે કોઇ એક એકમ વર્ગખંડમાંના બધા જ બાળકોને  તમે ઉપયોગ કરેલ સરળમાં સરળ  પધ્ધતિ કે પ્રવૃત્તિ ધ્વારા પણ પુરેપૂરી સમજ આપી  શકતા નથી તે સમયે આપણને એમ થાય છે કે મેં તો ઘણું શીખવ્યું પણ વિદ્યાર્થીઓને આવડતું જ નથી!પણ ત્યારે તમે ખરેખર વિચાર કરજો કે, તમે પ્રયોજેલી પદ્ધતિ યોગ્ય હતી? અને જો હા! તો કોના માટે? તે પધ્ધતિ કે  પ્રવૃત્તિ સરળ હતી? તો કોના માટે? બાળકો માટે કે પછી આપણા માટે ...... અમને એક વાર્તા યાદ આવે છે.
                            એક તળાવમાં ઘણી બધી માછલીઓ અને એક દેડકો રહેતા, માછલીઓએ દેડકાને ભાઇ બનાવ્યો હતો. એક દિવસ દેડકાએ  માછલીઓને કહયું હું તળાવ બહારની દુનિયા જોવા જાઉં? માછલીઓ કહે ના, તું અમારો એક્નો એક ભાઇ છે તારા વિના અમને ન ગમે. દેડકો ન માન્યો અને પાણી બહારની દુનિયા જોવા નિકળી ગયો, થોડા દિવસ પછી પાછો તળાવમાં આવ્યો ત્યારે બધી માછલીઓ ભેગી થઇ પાણી બહારનું   પુછવા લાગી, ત્યારે દેડકાએ કહયું અરે! બહાર તો પ્રાણીઓ
પણ હોય છે? માછલીઓએ પુછ્યું  ‘પ્રાણીઓ, કેવા પ્રાણીઓ? દેડકાએ કહયું તેને ચારપગ હોય ,એક પુંછડી હોય, માથે શિંગડા હોય.  સમજી ગયા માછલીઓ કહે હા,ભાઇ સમજી ગયા. માછલીઓને કેટલી અને કેવી સમજ પડી ખબર છે
જુઓ ચિત્ર નંબર-૧
ચિત્ર-૧ 
                      .................પછી દેડકાએ કહ્યું "અરે, બહેનો બહાર તો માણસો પણ હોય છે.માછલીઓએ પુછ્યું માણસો..., કેવા....માણસો? દેડકાએ કહયું  "તેને બે હાથ હોય, બે પગ હોય ,પણ તે ઉભા ચાલે. સમજી ગયા? માછલીઓ કહે હા ભાઇ બરાબર સમજી ગયા. " માછલીઓને કેટલી અને કેવી સમજ  પડી ખબર છે?
 જુઓ ચિત્ર નંબર-૨.... 
ચિત્ર-:૨ 
                                   ........કદાચ આવું જ બને છે આપણા વર્ગખંડમાં આમ આપણું ઘણું ખરું શૈક્ષણિક કાર્ય  દેડકા જેવું અને બાળકોની સમજ માટેનું મોડમમાછલીઓ જેવું હોય છે, પરિણામે આપણી જે તે એકમ પાછળની અઢળક મહેનત રૂપી “Bluetooth”  સર્ચિંગના અંતે no any devices found  બતાવે છે. આવું બનવાનું એક કારણ તો આપણે બાળકની સમજ શક્તિના સ્તરથી અજાણ એટલે કે અંધારામાં હોઈએ છીએ અને તે સમજ બહારનું શૈક્ષણિક કાર્ય બાળકોને બંદુકની ગોળી જેવું જ લાગતું હોય પરિણામે બાળક પાસે તે સમયે વર્ગખંડમાં બીજો કોઈ રસ્તો ન હોય તો તે ફક્ત બચાવ પ્રયુક્તિ જ કરતો હોય છે જેને  આપણે બાળકની ધ્યાનમગ્ન અવસ્થા સમજી બેસીએ છીએ           
ü આનો ઉપાય એક જ છે ............................
વર્ગખંડમાં બાળકો સાથે “Bluetooth” ની જેમ  નહિ “infrared”   ની જેમ  કનેક્ટ થાઓ. ગત અંકમાં એક શબ્દ હતો- ‘પરાનુંભુતિ’ [કોઈ પણ વ્યક્તિની તેની કક્ષાએ જઈ તેની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો ] પહેલા બાળકોની કક્ષાએ જઈ [એક મિત્રની જેમ ]તેમના વાતાવરણ/પર્યાવરણ/પરિસ્થિતિ/શોખ/સામાજિકતા વગેરેથી પૂરેપૂરા માહિતગાર બનો. એટલે કે તે બાળકોના અંગત બનો, અરે યાર વિચારોને.... કે
6  તમને વધારે કોની સાથે કામ કરવું ગમશે ? – BOSSની  સાથે  કે  મિત્રની સાથે?
6  તમને કોની વાતો સાંભળવામાં વાધારે રસ પડશે ? –BOSS ની  કે મિત્રની?
6  તમને કોની વાતો સમજવામાં વધારે સરળતા રહેશે ?–BOSS ની  કે  મિત્રની? 

બાળકને એકમ સમજાવવા પાછળ આપણે જેટલી મહા-મહેનત કરીએ છીએ તેટલી જો આપણે બાળકને સમજવા પાછળ  કરીશું  તો આપણે બાળકોને શિક્ષણના એકમો  સમજાવવા પાછળ વધારે મહેનતની જરૂર નહિ પડે તેવા અમારા અનુભવોથી માનવું  છે.
              આવો  મિત્રો,  બાળકોના BOSS નહિ મિત્ર બનીએ અને તેને હાજરી પત્રકના નંબરથી નહિ નજીકથી [ DIL se… ] ઓળખીએ.

February 10, 2012

કક્કો અને સ્વચ્છતા ......


“કક્કો શીખવે સ્વચ્છતાના પાઠ...”



બાળકો કક્કાને જાણે અને ગ્રામજનો સ્વચ્છતાના મહત્વને...

આવા હેતુસર કમ્પાઉન્ડ-વોલની બહારની બાજુ કે જ્યાંથી ગ્રામજનોની નજરમાં આવે તેવી જગ્યાએ આવા સુત્રોનું આયોજન કર્યું...















February 02, 2012

પ્રવાસ એટલે.....

પ્રવાસ એટલે સફર અને Suffer !

 શૈક્ષણિક પ્રવાસ એ એક આઉટીંગ માત્ર નથી હોતું.. (અનુભવે તમેય જાણ્યું હશે !)                 
પૂર્વ તૈયારીરૂપે –
§    દરેક વિદ્યાર્થીનો પ્રવાસ નંબર
§    દરેકનું આઈ કાર્ડ
§    શું જોઈશું ? – સ્થળ, લોકો, તેમનો પહેરવેશ, તેમની બોલી, ખેતરો, રસ્તાઓ,
§    શું ધ્યાનમાં રાખીશું – સમય અને સ્થળ બદલાય તેમ વાતાવરણમાં થતા ફેરફાર, ખાવા-પીવામાં કાળજી
...................આવી થોડી ચર્ચા છુટક છુટક થઇ..
ખરેખર પ્રવાસ તો તમારી સામે મુકવો અઘરો છે પણ અમારી અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા કેટલાક (યાદ રહેલા ) સંવાદ, અવલોકનો અને ફોટોગ્રાફ્સ મુકું છું !
ટ્રાવેલ્સ ઉપડ્યા પછી...થોડીવાર અંધારામાં સૌ સામાન અને પોતાની ગોઠવણીમાં લાગી ગયા..પછી ગીત ગુંજ્યું.. પૈસા બોલતા હૈ ... મોટાભાગના બાળકોનો આ પ્રથમ લાંબો પ્રવાસ હતો એટલે વોમીટીંગ રોકવા તેમને બીજા વિચારોમાં મગ્ન રાખવા એ જ એક ઉપાય હતો..તો મેં પૂછ્યું પૈસા કૈસે બોલતા હૈ ? ગીત અને ચર્ચા ચાલી..આખા ગીતને સમજવાનો સૌએ પ્રયાસ કર્યો. થયું કે હિન્દીની કવિતા ભણીને પણ એ જ હેતુ સિદ્ધ થાય છે જે આ ગીત વડે થયા..( આ ટ્રેન્ડ પછી લગભગ દરેક ગીત માટે ચાલુ રહ્યો )         
કેટલાક અવલોકનો રસપ્રદ રહ્યા જેમકે:
§    જમણી બાજુના ખેતરમાં વરિયાળી અને ડાબી બાજુના ખેતરમાં તમાકુ !
§    અક્ષરધામમાં કેટલી ચોખ્ખાઈ છે ?
§    આપણા ગામમાં આટલું ચોખ્ખું હોય તો ?
§    લોન આપણી નિશાળ કરતા જોરદાર છે ! આટલી બધી જગ્યાએ ક્યારે પાણી છાંટી રહેતા હશે ? અલ્યા તો મશીન જેવી પાઈપો જમીનમાં દાબેલી છે !
મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ પછી: સાહેબ, આખા ભારતનો પ્રવાસ થઇ ગયો ! નીલકંઠનો ડાયલોગ જોરદાર હતો ! કયો...? 
 “બાદલ ભી અગર ઘર બસાને લગે તો આધી ધરતી પ્યાસી રહ જાએગી !
                  સાબરમતી આશ્રમ જોઈ : હાચે જ ગાંધી બાપુ અઈ રેતા’તા ? ગાંધીજી પણ નીલકંઠની જેમ આખા ભારતમાં ફર્યા ને ?.................વિનોબા કુટીર જોઈ: આ તો આપડા જેવું જ ઘર છે !...........પ્રાણીસંગ્રહાલય અને તેમાંય સર્પઘર અને પક્ષીઘર જબરજસ્ત આશ્ચર્યજનક રહ્યા : આવાં તો દુનિયા બીજા કેટલા બધા પક્ષીઓ હશે !
અંતે માણેલી અટલ એક્ષપ્રેસની સવારી અને તેમાંય નજીકથી એર બલુનને નજીક જોઈ લેવાની તમન્ના ! સાહેબ એમાં કયો ગેસ ભર્યો હશે ? એ નીચે કેવી રીતે લાવતા હશે?   આ બધા પ્રશ્નો અવલોકનો તેમને લખેલા પ્રવાસ વર્ણનમાં ખુબ નિખર્યા...ચિત્રોમાં એર બલુન અને ગાંધીજીનો રેટિયો અગ્રેસર રહ્યા !





અક્ષ્રરધામ [ગાંધીનગર ]


સાબરમતી આશ્રમ







































પ્રાણી સંગ્રહાલય અને કાંકરિયા કિનારે

























"અટલ એક્ક્ષપ્રેસ"ની સવારી 
રાત્રી ભોજન ...કાંકરિયાના કિનારે 


અમારા માટે સંતોષ એ વાતનો હતો કે ..

બાળકો ફક્ત ફરીને જ પાછા નથી આવ્યા, પણ સાથે-સાથે કેવી રીતે ફરાય તે પણ શીખીને આવ્યા..!!!