પ્રાથમિક શાળમાં તહેવારોની ઉજવણી શા માટે......????
ક્યારેક કેટલાક માણસો ભેગા મળે અને જો તહેવારોની વાત નીકળે તો પહેલું વાક્ય મોટાભાગે “પહેલાં તો ફલાણા તહેવારના દિવસે તો જૂઓ તો એટલો બધો તહેવારોનો માહોલ રહેતો કે અમે આમ કરતા...અમે તેમ કરતા. અને અત્યારે તો ઠીક.....લાગે જ નહિ કે જાણે આજે કોઈ તહેવાર છે........ઘણા માણસોના મોંઢે આપણે આ ફરિયાદ સાંભળીએ છીએ...કે દિવસે-દિવસે તહેવારોનું મહત્વ ઘટતું જાય છે.....તેના માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે તેમાંનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે છે કે તે માણસ કદાચ અભ્યાસકાળ દરમ્યાન તહેવારોની ઉજવણીને ઓછુ મહત્વ આપતી પ્રાથમિક શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય..........જેના પરિણામ રૂપે આજના તે નાગરિકમાં બાળ-કક્ષાએ જ, તહેવારો કેવી રીતે ઉજવવા??? શા માટે ઉજવવા??? તેનું ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક તર્ક શું હોઈ શકે છે??? આવા તો કેટલાય પ્રશ્નોનું મનમાં ને મનમાં જ તે સમયે બાળ-મરણ નીપજ્યું હોઈ શકે છે અને તેના પરિણામ સ્વરૂપે તે નાગરિક તહેવારોની ઉજવણીથી ધીમે-ધીમે અળગો થતો ગયો હોય.......સમાજ તહેવારો પ્રત્યેની ઉજવણી ધૂમધામથી અને તે પણ શા માટે કરવી જોઈએ?[જે તે તહેવારની ધાર્મિક અને બને તો વૈજ્ઞાનિક તર્ક સાથેની જાણ]ની સભાનતા સાથેની ઉજવણી કરતો થાય તે માટે તો પ્રાથમિક કક્ષાએથી જ બાળકોને તેની સમજ આપવાની શરૂઆત કરવી રહી કારણ કે બાળકક્ષાએથી યુવા અવસ્થાની સફરમાં જ જો બાળકો તહેવારોની ઉજવણીમાં નહિ ભળતા થાય તો પછી તે બાળકો યુવાવયે તહેવારોથી અળગા રહેશે..........અને પરિણામે ઉજવણી કેવી રીતે તેનાથી અજાણ સમાજમાં કેટલાય તહેવારોમાં ઉજવણીની ખોટી રસમો ઘર કરી ગયેલી આપણને જોવા મળે છે,જો આમને-આમ ચાલ્યા કરશે તો તહેવારોની દશા અને દિશા પણ બદલાઈ જાય તો નવાઈ નહિ.....
માટે જ પ્રાથમિક કક્ષાએ પણ આપણો એવો જ પ્રયત્ન હોવો રહ્યો કે જેથી બાળકો તહેવારોને માણે, તેની ઉજવણીના મહત્વને જાણે અને પરિણામે કેટલાક તહેવારોમાં પાછળથી ઘુસી ગયેલ કેટલીક ઉજવણીની ખરાબ રસમો પ્રત્યે જાગૃત બને અને તે ખોટી રસમોના ખોટા પરિણામોથી પોતે બચે.....સમાજને બચાવે...અને તહેવારોને પણ............
આવો આ વિષે વિચારતા-વિચારતા અમારી શાળામાં ઉજવેલ “રક્ષાબંધન”ને માણીએ...........
રક્ષાબંધન વિશે તમે શું જાણો છે??? તેના જવાબમાં બાળા......
છોકરાઓને કંકુ-ચોખા વડે તિલક........
Gરક્ષાબંધનની ઉજવણી અને તેની મજા.......H
રાખડી બાંધ્યા પછી એકબીજાને મોં મીઠું કરવતા બાળકો
પ્રજ્ઞા વર્ગ |
ખૂશ-ખૂશાલ.......... |
અમારી સાથે રક્ષાબંધનની ઉજવણી કરતી અમારી દિકરીઓ......