February 23, 2020

વો સુબહ કબ આયેગી?



વો સુબહ કબ આયેગી?
"સાહેબ આ જયપાલ રડ્યો."
"શું થયું?"
"સાહેબ અમરદીપ મને ખીજવે છે."
"તો ? તું ખિજાયો?"
".........."
"જો આપણે એવું તો નક્કી કર્યું હતું કે જ્યાં સુધી મજાક મસ્તી બંનેને ' મજાક ' લાગે ત્યાં સુધી કોઈને વાંધો ના હોવો જોઈએ."
"મને વાંધો છે, મને નથી ગમતું."
"હવે ? બીજા કોઈકની સમસ્યા હોય તો અમરદીપ નિર્ણય લે. પણ અમરદીપ માટે કોણ નિર્ણય લે?"
"હું પ્રાર્થનામાં ફરીયાદ કરીશ."
"ભલે" > પ્રાર્થનામાં.....વિગતે વાત કરી..
છૂટક છૂટક સજાઓ આવી. એક દિવસ માટે અમર ને પ્રમુખમાંથી સસ્પેન્ડ કરવા સુધીની.
"જુઓ, આપણે આમ ટોળામાં કંઈ નક્કી ના કરી શકીએ. કારણકે આપણે અમરને પણ એની વાત કહેવાનો મોકો આપવો જોઈએ."
"તો કેબિનેટ બોલાવી લો."
"મંજૂર."
"કેબિનેટ માં ચર્ચા કરી લઈશું."
ને સાંજે ૫:૩૦ એ શરૂ થયેલી કેબિનેટ માં જે વાતચીત થઈ તે કઈક આવી હતી. સમગ્ર ચર્ચામાં એમનો દ્રષ્ટિકોણ અગત્યનો છે. વાંક નથી પણ તારાથી કોઈને દુઃખ થાય એ પણ ન જ થવું જોઈએ.
(ટોળા કરવાને બદલે લોકશાહી ઢબે ઉકેલ લાવતા નાગરિકોની જરૂર નથી લાગતી?") 
હવે અમરદીપ માટે બેઠેલી એ બેઠકમાં શાળા કેમ્પસ અને વર્ગના કેટલાક પ્રશ્નો અંગે પણ ચર્ચા શરૂ થઈ. શાળામાં રમતી વખતે કોઈકને લોહી નીકળી જાય તેવું રમવું...એ યોગ્ય નથી. તેના માટે સમિતિ હોવી જોઈએ જે આ અટકાવી શકે. વસ્તુ ખોવાઈ જવાની/ચોરાઈ જવાની પણ ચર્ચા થઈ.
અહીંયા થતી ચર્ચામાં બે બાબતો આનંદ આપનારી છે.
૧. જે રીતે તેઓ શાળાને પોતાની ગણી તેને ઉત્તમ બનાવવા માટે ચિંતિત રહે છે.
૨. એક મિનિટ પહેલા જેઓ પ્રમુખને તેની ભૂલ માટે પૂરા જોશથી ઠપકારતા હતા અને પ્રમુખ પણ બમણા જોશથી પોતાની ભૂલ નથી એ બાબતનો વિરોધ કરતો હતો. તેઓ એ મુદ્દો પૂરો થયા પછી એક મિનિટના ગાળામાં જ એકબીજાને ખભે ખભા મિલાવી શાળા અને ગામ માટે ચર્ચા કરી રહ્યા છે. જેમાં એક મિનિટ પહેલા વર્તાતી ચર્ચાની કોઈ જ કડવાહટ નથી.
(આ આપણે સૌ કહેવાતા મોટેરાઓ માટે ય શીખવા જેવું છે કે તમારો વિરોધ અને વાંધો મુદ્દા આધારિત હોય, વ્યક્તિ આધારિત નહિ.)

"વો સુબહ કબ આયેગી?" "જબ હમ જૈસે લોગો કી જગાહ ઇનકે જૈસે બચ્ચે સિર્ફ સ્કૂલ નહિ સમાજ કા સંચાલન કરેંગે."

February 13, 2020

બાળકો પ્રત્યેની સંસ્થાઓની મૂળભૂત ફરજ !



 બાળકો પ્રત્યેની સંસ્થાઓની મૂળભૂત ફરજ !


પ્રાથમિક શાળા એટલે પાયાનું શિક્ષણ. પાયાના શિક્ષણ અંગે બાળકોના શિક્ષકની સાથે સાથે વાલીઓને પણ એટલી ચિંતા હોય તે સ્વાભાવિક છે. ચિંતા વધુ હોય છે કે દરેક કક્ષાએ બાળકને સમજી શકે તેવા અથવા તો બાળકને સરળતાથી સમજાવી શકે તેવા શિક્ષક મળશે ખરા ! ચિંતા પણ વ્યાજબી છે કારણ કે વર્ગખંડો બદલાય એટલે શીખવનારા પણ બદલાય છે. એટલે આગળ જતાં બાળકે બદલાતા રહેવું પડશે અથવા તો સમયાંતરે પોતાને અનુકૂળતા સાધતા રહેવું પડશે. આવા સમયે જો બાળક પોતે જો શીખતો થાય તો આગળ જતાં બાળકમાં નિરાશાહતાશા અને ત્યાર બાદ શિક્ષણ અથવા તો વર્ગખંડ પ્રત્યે અરુચિ થવાની પૂરી સંભાવનાઓ છે.
Ø તો શું કરી શકાય ?
અમારા અનુભવો કહે છે કે પ્રાથમિક કક્ષાથી જો બાળકને ફક્ત  શીખવવા ને બદલે શીખતાં કરવા માટેનો પ્રયત્ન શરુ કરવામાં આવે તો આગળ જતાં તે શિક્ષણ મેળવવાની બાબતમાં સ્વાવલંબી બની શકે છે. બાળકોને શીખતાં કરવાનો અર્થ છે બાળકો જાતે શીખેજેમ કે બાળકને દરેક એકમને અંતમાં આવતા સમાનર્થી શબ્દનો આપણે અભ્યાસ કરાવીએ છીએ. રાત તો નિશા , મોજતો આનંદ વગેરે .. થયું આપણે બાળકને શીખવ્યું. પરંતુ જયારે આપણે બાળકને શબ્દ જેવો બીજો શબ્દ કાવ્ય અથવા વાર્તામાંથી શોધવા કહીએ. રીતે તેમણે કોઈ શબ્દ ના આવડે ત્યારે તેનો અર્થ કહી દેવાને બદલે ધારવા કહીએ કે શબ્દકોશનો ઉપયોગ કરવા કહીએ.. તો એનામાં સ્કિલ વિકસે છે જે આપણે આપણામાં વિકસાવી છે. ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ થી ધીમેધીમે ઇન્ફોર્મેશનનું પ્રમાણ વધવાનું શરુ થતું હોય છે. જો બાળકની સેલ્ફ લર્નિંગ પ્રોસેસ વધુ શક્તિશાળી હોય તો તેની સામે ઉભા માર્ગદર્શક પાસે પૂરું કન્ટેન્ટ હોય કે હોય બાળક પોતે તે અંગેના સંસ્થાએ તેના માટે ઉભા કરેલા સોર્સમાંથી તે માહિતી મેળવી શીખી લે છે.
 આવા સમયમાં સંસ્થાનું મુખ્ય કામ છે બાળકોની સામે માહિતીઓ ઉપલબ્ધ કરાવતાં  જેટલા બને તેટલાં વધુ સ્ત્રોત ઉભા કરવા . શાળા પણ એલેક્ષા  પછી સામાજિક વિજ્ઞાન અંતર્ગત વિશાળ નકશા ધ્વારા આવા એક સ્ત્રોત ને ઉભો કરવાનો પ્રયત્ન કર્યોબોર્ડમાં નકશા અંતર્ગત બાળકો પોતે શોધતાં અને શીખતાં થાય તે માટેની પ્રવૃત્તિ પણ શરુ કરી. જોઈએ બાળકોને અમારો પ્રયત્ન કેટલો લાભદાયી નીવડે છે પરંતુ બાળકોને શીખવા માટેનો એક સ્ત્રોત મળવાનો અત્યારે તો  આનંદ છે... ચાલો જોઈએ