March 24, 2015

બાળમેળો – Life-Skill




બાળમેળો – Life-Skill
આપણા વિદ્યાસહાયક તરીકે કારકિર્દી શરૂ કરનારા  મિત્રો જયારે વિધ્યાર્થી કાળમાં હતા,  તે સમય ગાળામાં મેળો શબ્દ સાંભળતાં શરીરમાંથી એક આનંદનો લસરકો પસાર થઈ જતો. તહેવારો માનવીના જીવનમાં આનંદ લાવે છે – એ તો આપણે સૌ જાણીએ છીએ,  જયારે તહેવારો પરના મેળા માનવ જીવનમાં સામુહિકતાના  આનંદનો અનુભવ કરાવે છે.  "મેળો" - એનું નામ પડતાં નાના-મોટા સૌ આનંદથી  ઊછળી પડતાં . પોતે પાછલા મેળામાં કેવી મજા કરી હતી તેની એકાદ વાત તો નીકળી જાય. તહેવારોને જો સોનું ગણવામાં આવે તો મેળાને તહેવારને મહેકાવતી સુગંધ કહેવી જોઈએ.. મેળાઓ ધાર્મિક તથ્યો અથવા  માન્યતાઓ સાથે મળતાં ગયા, પછી  તેમાં ધીમેધીમે સામાજીકતાનું પ્રભુત્વ પણ વધતું  ગયું. કેટલાક મેળાઓ સમાજને આધારે અને સંસ્ક્રૃતિને આધારે ઓળખ મેળવતા થયા. આજે જ્યાં જ્યાં મેળા ભરાય છે તે મેળાઓ  ફક્ત આનંદિત ટોળાનો મેળવાળો રહેતાં સમાજ અને સંસ્ક્રૃતિનું મેળવણું થતું ગયું . ધીમેધીમે કેટલાક મેળા તો સંસ્કૃતિના નામે પણ આજે પ્રચલિત બન્યા છે. મેળો એટલે એક એવું સ્થળ છે  કે જ્યાં દરેક માણસ મજા કરવા જ જાય. મિત્રો સાથે અથવા તો પરિવાર સાથે...સામાજિક  જીવનના મેળા પરથી હવે સીધો કૂદકો મારીએ આપણી શાળાના મેળામાં. હવે એ વિચારો કે આપણે હમણાં જ જે મેળામાં હરતાં – ફરતાં મજા કરતાંની વાતો કરતાં હતાં તેવી જ અને તેટલાં પ્રમાણની મજા આપણે આયોજિત કરેલ આપણી શાળાના  બાળમેળાના કોઈ એક ખુણામાં ક્યાંય છે? – જો બાળકની દ્રષ્ટિએ જવાબ હા હોય તો આપણે સાચા અર્થમાં મેળાને શાળાના કમ્પાઉન્ડમાં લાવવામાં સફળ થયા છીએ અને આ આપણી પહેલી મોટી સફળતા . બીજી વાત એ કે, મેળાનો મુખ્યને મુખ્ય ઉદેશ્ય બાળકોને મજા આવે તે માટેનો જ હોઈ શકે છે પરંતુ જો આપણે આપણી સુઝબુઝ અને શૈક્ષણિક દ્રષ્ટી વડે જો તેમાં પરોક્ષપણે શૈક્ષણિક OutComes ઉમેરી દઈએ તો તે આપણી બીજી મોટી સફળતા ! હા પરંતુ એટલો ખ્યાલ તો રાખવો જ પડશે કે શૈક્ષણિક OutComes બાળકોના આનંદના ભોગે તો ન જ ન હોય. શૈક્ષણિક OutComes વાતનો જરા પણ ખ્યાલ બાળકોને આવી ગયો તો સમજવું કે આપણી બધી જ મહેનત પર પાણી  કારણ કે બાળકો પછી મેળાને પણ વર્ગખંડ જ માની લેશે. જયારે આપણો ઉદેશ્ય વર્ગખંડનો પણ વાતાવરણ અને તેનો આનંદ મેળા જેવો જ !                      























March 20, 2015

વ્યવસ્થાને વ્યથા બનતા અટકાવીએ-: Team Work


વ્યવસ્થાને વ્યથા બનતા અટકાવીએ-: Team Work

સાથે મળીને [સંગાથે] કામ કરવું એ સામાજિક જરૂરિયાત છે. જો વ્યક્તિ બીજામાં રહેલા જુદાપણાને સ્વીકારી ના શકે તો સામાજિક વ્યવસ્થા” “વ્યથામાં ફેરવાય જાય છે. દરેકને ટીમમાં કામ કરવા એકબીજાની શક્તિ અને મર્યાદાની જાણ હોવી જોઈએ. એ મર્યાદાઓ સ્વીકારીને જ આગળ વધી શકાય.ઘણીવાર ટીમમાં કોઈકને પોતાની આઝાદી છીનવાઈ રહી હોય એવો પણ અહેસાસ થાય. હા, દરેક વ્યક્તિ સ્વંત્રત છે. છતાં દરેકની સ્વંત્રતાની પણ એક હદ હોય છે. જેમ કે દરેકને પોતાના હાથ વીંઝવાની પૂરી આઝાદી છે પણ  તેની હદ બીજાના ગાલથી પાંચ સેમીની દૂરી સુધી છે ! હું કહી ના શકું કે હું તો હાથ વીંઝવાનો તારો ગાલ આડો આવ્યો ના એ સ્વંત્રતા નહિ સ્વછંદતા છે. દેશ જ નહિ દુનિયા આજે વ્યક્તિ - વ્યક્તિ વચ્ચેના વિસંવાદીપણાથી પરેશાન છે ત્યારે આપણે શું કરી શકીએ ?
એક રીફ્લેક્શન :
·         જયારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણી બોડી લેન્ગવેજ કેવી હોય છે. એકદમ ખુલ્લાપણું મહેસુસ કરીએ. શરીર એકદમ સામાન્ય સ્થિતિમાં હોઠ સ્મિતની મુદ્રામાં વગેરે

·         જયારે ક્રોધિત કે ઉદાસીન હોય છીએ ત્યારે ? આનાથી વિરુદ્ધ આપનું શરીર સંકોચાઈ જાય એવું લાગે સ્નાયુઓ તંગ થઇ જાય.વગેરે
                                   આમ, આપણા લાગણીતંત્ર ની અસર આપણા શરીર પર પડે છે એમ શરીરના હલનચલન અને સ્નાયુઓની અસર લાગણીતંત્ર પર પણ પડે જ ! કે નહી ? નર્વસ ફિલ થતું હોય ત્યારે મનગમતું ગીત/મનગમતું પુસ્તક કે મનગમતા મિત્ર સાથે વાત પેલી દુર્બળતા અનુભવ કરાવતી લાગણીને દૂર કરી જ દે કૃષ્ણ-અર્જુન યાદ હશે. કદાચ કૃષ્ણને બદલે અર્જુનને બીજા કોઈકે આ જ જ્ઞાન આપ્યું હોત તો ? ગીતા આપણા માટે ધર્મ કે જ્ઞાન ગ્રંથ છે. વાસ્તવમાં તો એ બે મિત્રોનો પ્રેમાળ વાર્તાલાપ છે.
                        હવે આ બાબતને શાળાના બાળકો સાથે જોડીએ. તેમનામાં ટીમ ભાવના જગાડવા શું કરવું ? ટીમ સ્પીરીટ એ લાગણી છે. તે આપોઆપ બધામાં ના હોય તો એવી પ્રવૃતિઓ અને રમતો યોજાવી જોઈએ જ્યાં તેમને ટીમમાં કામ કરવું પડે. જેથી તેઓ ધીમે ધીમે ટીમમાં રહીને એક બીજાનો આદર કરીને જીવતા શીખે. શરૂઆતના તબક્કામાં તેમને ટીમમાં ભળવાનું કદાચ અસહાજીક લાગે પણ તેવી પ્રવૃતિઓ થાય વારંવાર થાય પછી તેની ટેવ પડે અને તે ટેવ તેમનું વલણ બની જાય. તે ટીમના મેમ્બર્સની જુદી વાતનો સ્વીકાર કરે અને તેના સ્વભાવને અનુરૂપ તેની સાથે વર્તન કરતાં શીખેતે ટીમને બચાવવા માટે પોતાની તમામ શક્તિઓનો પ્રમાણિક પણે ઉપયોગ કરે.
આવી જ એક રમત છે રસ્સા ખેંચ.
                     રસ્સાને ખેંચતી વખતે હું પાછળ છું કે આગળ - એ બધા ભૂલી જાય છેને સૌ પોતાના હાથમાં પકડાયેલા હિસ્સાને જાણે ખેચવા લાગી પડે. એની સાથે જ હોકારા-પડકારાથી એકબીજાનું પ્રોત્સાહન પણ થતું રહે કદાચ હારી ગયા ! તો ય ગબડી પડીને ફરી ઉભા થઇ જવાય કારણ કે ટીમ છે. આવી રસ્સી ખેંચતા ખેંચતા એમને જિંદગીની રસ્સી ખેંચવામાં એકબીજાની મદદ કરવાની મદદ લેવાની ટેવ પડે એથી રૂડું શું ?
વિષમ-વાદથી પીડાતા સમાજની મીટ હવે શાળાઓ પર છે બંને રીતે હવે કૈક રીતે બચી શકાય તો એ શાળા જ બચાવી શકે એમ છે અને બીજી રીતથી આપ સૌ વાકેફ જ છો ! છો ને ?


March 02, 2015

બાળકોમાંના “કૌશલ્ય” રૂપી વાયરલનું શું ??


બાળકોમાંના “કૌશલ્ય” રૂપી વાયરલનું શું ????

                            મિત્રો, અત્યારે જયારે સ્વાઈન-ફ્લુનો વાવડ ચાલી રહ્યો છે ત્યારે આપણી શાળાના બાળકોની એક શિક્ષકના જીવ તરીકે આપણને ચિંતા થાય તે સ્વાભાવિક છે. કારણ  કે તંદુરસ્તી અને માનસિક વિકાસને તથા માનસિક વિકાસ અને  શિક્ષણને સીધો સંબંધ છે. ભલે આપણે એમ માનતાં હોઈએ કે બાળકોની તંદુરસ્તી જોખમાય તો ચિંતાસહિતની ઉપાય માટેની જવાબદારી આરોગ્ય વિભાગની છે, પરંતુ બાળકોની બિમારી પૂર્વોત્તર વાલી સાથે મળી તેની તંદુરસ્તીની ચિંતા અને ફક્ત ચિંતા જ નહિ તેની તકેદારી એ પણ આપણી ફરજ છે. અને જો બાળકના વાલી અશિક્ષિત હોય ત્યારે તો આ ફરજ વધારે ફરજિયાત બને છે. તમે જાણો છો કે બાળકો વાયરલથી ભરેલ હોય છે. અરે! ચોંકો નહિ, મારો કહેવાનો મતલબ છે કે બાળકોમાં રહેલ કૌશલ્યો પણ એક વાયરલની જેમ બાળકમાં પડેલ હોય છે. કેટલાક મૃતપ્રાય તો કેટલાક અર્ધમૃતપાય તો કેટલાક જીવિત અવસ્થામાં ! કેટલીકવાર આપણે જજ બની બાળક વિશેનો ચુકાદો જાહેર કરી દેતાં હોઈએ છીએ કે “ફલાણા બાળકમાં તો ફલાણું કૌશલ્ય છે જ્જ્જ્જ નહિ !!!” ત્યારે આપણે એજ યાદ કરવું રહે છે કે જેમ વાયરલ ભલે આપણા શરીરમાં પડી રહેલ હોય, જ્યાં સુધી તેના માટેનું અનુકુળ વાતાવરણ નહિ બને તે નિષ્ક્રિય જ રહેશે, તેવી જ રીતે બાળકમાં રહેલ  કૌશલ્યો રૂપી વાયરલોને પણ આપણા વર્ગખંડો ધ્વારા જ્યાં સુધી અનુકૂળ માર્ગદર્શિકારૂપીનું  વાતાવરણ નહિ મળે, તો તેનું એક્ટીવ થવું....
मुश्किल ही नहीं, नामुमकिन है !!!

“વિજ્ઞાન” ન હોવું એટલે....


“વિજ્ઞાન” ન હોવું એટલે જ “જ્ઞાન” ?
 
                          ૨૮ ફેબ્રુઆરી – રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ –  શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી એટલે બાળકો વિજ્ઞાનથી પરિચીત થાય – દરેક કાર્ય/ઘટના બનવા પાછળ ઈશ્વરીય સંકેત હોય છે – તેવું માનવું આધ્યાત્મિકતા છે. તેમ “દરેક ઘટના પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ જવાબદાર હોય છે- તેવું માનવું તે વૈજ્ઞાનિકતા છે. વિજ્ઞાનનું સાચું અને સારું શિક્ષણ જ બાળકને સમાજમાં બનતી સામાજિક , પૃથ્વી પર બનતી ભૌગોલિક , બ્રહમાંડમાં ઘટતી ખગોળીય  કે શરીરમાં ઉત્તપન્ન શારીરિક ઘટનાઓને સમજવામાં મદદ રૂપ બનતું હોય છે. સમાજને વિજ્ઞાનથી જો થોડો પણ અલગ કરી દેવામાં આવે ત્યારે સમાજનું અંધશ્રદ્ધાયુક્ત વરવું સ્વરૂપ બની જાય છે તે આપે અનુભવ્યું હશે. અને આવું વરવું સ્વરૂપ શાળા માટે કન્યાઓની ગેરહાજરીથી શરુ થઇ સમાજની પ્રગતી અને દેશના વિકાસમાં કેટ-કેટલી અડચણો ઉભી કરે છે તેનાથી આપણે અવગત છીએ. આ ગામની શાળામાં વર્ષો પહેલાંનું વિજ્ઞાન ટેકનોલોજીનું શિક્ષણ કેવું હતું તે જે તે ગામમાં આજની પરિસ્થિતિમાં તે સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓના પ્રમાણથી જાણી શકાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ધ્વારા શાળાએ જ્યારે બાળકોને માર્ગદર્શન આપવાનું થાય છે ત્યારે ફકતને ફક્ત પાઠ્યપુસ્તકને આગળ વધારતાં પહેલાં જે–તે કક્ષાનાં બાળકોમાં રહેલાં ખોટાં પૂર્વગ્રહને સુધારી પછી જ બાળકોને વિજ્ઞાનના નવીન જ્ઞાન માટે તૈયાર કરવા જરૂરી છે. તેનું મુખ્ય અને મુખ્ય કારણ એ પણ છે કે બાળકો પણ એ જ સમાજમાંથી આવે છે કે જેમાં જ્યાં-જ્યાં વિજ્ઞાનના અભાવે જે તે પ્રક્રિયાની અજ્ઞાનતા અંધશ્રધ્ધાના નામે ભરાયેલી પડી છે અને સ્વાભાવિકપણે તેની બાળકો પર અસર હોય જ. શાળામાં શિક્ષકોની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના જ શિક્ષક એવા છે કે જેમના પ્રામાણિકતા પૂર્વકના પ્રયત્નો આવનારા સમાજ ઉપર ખૂબ જ સારા અને મોટા પ્રમાણમાં અસર ઉભી કરી શકે છે. લીંબુમાંથી લોહી જેવા કલરનો રસ નીકળવો એ એક રસાયણિક પ્રક્રિયા છે અથવા તો કયું રસાયણ હાથમાંથી લાલ લાલ કંકુ જેવું પ્રદર્શન કરે છે-  તેવી ઘણી બાબતો જો શાળાની વિજ્ઞાન-સ્વાનુભવશાળા [પ્રયોગશાળા] ધ્વારા આજના બાળકો જાણી લેશે તો ભવિષ્યનો સમાજ ઘણા પ્રશ્નોવિમુક્ત હશે તે ચોક્કસ છે. ટૂંકમાં કહીએ તો જે ગામની  વિજ્ઞાન-સ્વાનુભવશાળા [પ્રયોગશાળા] જેટલી વધારે કાર્યવંતીત... તેટલી જ વધારે તે સમાજની  જાગરૂકતા.  
ચાલો, જોઈએ શાળામાં યોજાયેલ વિજ્ઞાન અને ગણિતની ક્વીઝના કેટલાંક દ્રશ્યો અને વિડીયો 
જય વિજ્ઞાન ...
સ્પર્ધાની ગોઠવણીનો વ્યુ રજુ કરતું દ્રશ્ય.....


                                                                             ભાગ લેનાર વિવિધ ગૃપ....






નિર્ણાયકશ્રીની નજરે...


પ્રેક્ષકો માટે પણ કેટલાક પ્રશ્નો.
બાળકોએ શું અનુભવ્યુ ?  તથા તેમના અભિપ્રાયો 


અત્યારે અમારો જીવ બળે છે , કાશ ! અમે પણ ભાગ લીધો હોત તો - અસ્મિતા અને પારુલ 
શાળાના શિક્ષક્શ્રીનો અભિપ્રાય