પ્રતિભા- આનંદ અને સંદેશના ત્રિવેણી સંગમયુક્ત કાર્યક્રમ વડે...
પ્રજાસત્તાકદિનની ઉજવણી...
પ્રજાસત્તાકદિનની ઉજવણીનો આ વખતે પણ મુખ્ય ઉદ્દેશ્ય દરેકની વખતની જેમ – બાળકોની
પ્રતિભાને વધુ બહિર્મુખ બનાવવી અને તેમને આનંદ પુરો પાડવો તે જ હતો.
જેમ
જેમ કાર્યક્રમો રજુ થતા ગયા તેમ સમજાયું કે – ૧ થી ૪ ના કાર્યક્રમો મુખત્વે આનંદ
અને શિક્ષણ પૂરૂં પાડનારા બન્યા !- તો ધોરણ- ૫ થી ૮ ના બાળ-કાર્યક્રમો એ પોતાના
કાર્યક્રમ વડે ગ્રામજનો સુધી જરૂરી શિક્ષણ-સંદેશ
પહોંચાડવાનું કામ કરી આપ્યું.
વિગતે જો આયોજનનો અભ્યાસ કરીએ તો ધો-૫ નું નાટક
બધાને સાથે મળી રહેવાનો સંદેશો આપતું હતું...તો ધો-૬-૭ ધ્વારા ભજવાયેલ નાટક “આજના અતિથિ” ના મુખ્ય નાયક ગાંધીજી અતિથિ બની અમારા ઉજવણીના કાર્યક્રમમાં સ્વયં પધારી ભારત દર્શની ઈચ્છા જતાવતાં જોવા
મળ્યા,બાળકોએ આપણી આસપાસ બનતી ઘટનાઓને જયારે નાટક સ્વરૂપે ભજવી ભારત દર્શન કરાવ્યા ત્યારે પૂછ્યું કે “શું આપણે આઝાદીને લાયક બન્યા છીએ ખરા ? મારા સ્વપ્નના ભારતમાં મેં આવી
વૃત્તિ-પ્રવૃત્તિઓની કલ્પના ન હોતી કરી...’
ધો-૮
ના વિદ્યાર્થીઓને માટે અમે ખરેખરી આઝાદી આપી હતી કે તેઓએ જે કાર્યક્રમ રજુ કરવો હોય તેની છૂટ.....તો
તેમણે તો કમાલ જ કરી નાખી...તેમણે તો આપણા અમારા પ્રશ્નોને વાચા આપતું અને અનિયમિત બાળકોને રોજ નિશાળે મોકલવાનું
આહવાન કરતુ “સ્વરચિત” નાટક –“રોજ નિશાળે જઈએ” એવી રીતે રજુ કર્યું કે જાણે અમારા અનુભવો પડદા પર પ્રકાશિત થઇ રહ્યા
હોય. તેમાંય તેમણે સામુહિક રીતે રચેલું ગીત
“પ્યારી
પ્યારી નિશાળ છોડી, બાળકો તમે ઘરે ગયા દોડી...” શબ્દોમાં હજુ આપણા જેવાને વજન ઓછું લાગે પણ તેમની લાગણી તેમના જ
વાલીઓ સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા. અને બાળકોએ સાબિત કર્યું કે “અમે તમારી સાથે જ
નહિ પરંતુ તમારા સાથી પણ છીએ !”
હા,અમારી થોડી કમનસીબી એ હતી કે જે વાલીઓ માટે આ સંદેશ હતો તેમાંથી કેટલાક ગેરહાજર
હતા. છતાં પણ અમને આશા છે કે જેમ દીવા થી દીવો પ્રગટે છે તેમ એક કાન થી બીજે કાને
આ સંદેશો જરૂર પહોચશે !
આપ પણ ઉજવણીમાં
સામેલ થઇ બાળકોની પ્રતિભાની સરહના કરી શકો છો, આનંદ મેળવી શકો છો અને અમારા સાથી
બની શૈક્ષણિક સંદેશાનો ફેલાવો કરી શકો છો......
नन्हा मुन्ना राही हूँ .... देश का सिपाही हूँ.....!!!
"કૂંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે શાદ...."
અકબર & બિરબલ – મૂર્ખાઓની શોધમાં...

ये दुनिया एक दुल्हन...दुल्हन के माथे की बिंदिया..I LOVE MY INDIA


નાટક-: સસ્સાભાઈ સાકરિયા,ડાબા પગે ડામ...

નાટક-: ગૌતમબુદ્ધ

“સારથી,શું હું પણ વૃદ્ધ થઇ જઈશ...શું મારા શરીરને પણ રોગ થઇ શકે છે..??” –ગૌતમ બુદ્ધ
બાળકો ધ્વારા જ રચિત અને અભિનીત નાટક –“રોજ નિશાળે
જઈએ..”
“પ્યારી પ્યારી નિશાળ છોડી,બાળકો તમે ઘરે ગયા દોડી..” - સ્વરચિત ગીતની રજૂઆત કરતી બાળાઓ
“આજના અતિથિ”-નાટક ધ્વારા ગાંધીજીને સમાજમાં થતી
અસામાજિક પ્રવૃત્તિઓના દર્શન કરાવવાને
બહાને ગ્રામજનોને સંદેશ આપતાં બાળકો

ગ્રામજનોને પૂછતાં અમારા અતિથિ – “શું આપણે આઝાદીને લાયક બન્યા છીએ ખરા...??
કહો તો શું ચાલે છે..?- ચર્ચા
કાર્યક્રમની અસરકારકતા -: જાણે કે...મટકું મારીશું તો
પણ હજારો પળ ચૂકી જઈશું...!!!
આવો,મોં મીઠું કરીએ હવે આપણી સત્તા છે...