કસોટી – શૈક્ષણિક પ્રક્રિયાનું હોકાયંત્ર !
તો મોટાભાગના વ્યક્તિઓનો જવાબ હોય છે – તે કાર્ય પૂર્ણ કરવા માટે લગાયેલા બળનો.
પરંતુ જો બારીકાઈથી આપણે આ પ્રક્રિયાને સમજી તો સમજાશે કે કાર્યને ધ્યેય સુધી પહોંચાડવા માટે થતી મહેનતની દિશા જાણનાર અને તેના આધારે બળની દિશામાં ફેરફાર કરવા માટેનું સૂચવનાર એ સૌથી વધુ મહત્ત્વની વ્યક્તિ છે. વિચારો કે કોઈ એક દિશામાંથી એક વસ્તુને ખસેડી બીજી દિશામાં લઈ જવાનું થાય ત્યારે વસ્તુને ધકેલનાર વ્યક્તિઓ કરતાંય હોકાયંત્રની જેમ દિશાસૂચન કરનારનું મહત્ત્વ વધી જાય છે. કારણ કે વસ્તુ ધકેલવા માટે લગાવાયેલ બળ ત્યારે જ સફળ થયું કહેવાય જ્યારે તે સાચી દિશામાં હોય.
શૈક્ષણિક પ્રક્રિયામાં સમયાંતરે લેવાતી કસોટીની વાત કરીએ તો અમે તેને
“શૈક્ષણિક પ્રક્રિયાનું હોકાયંત્ર” કહીશું.
શરૂઆતમાં કોઈ એક એકમ માટે આપણે નક્કી કરેલ અધ્યયન નિષ્પત્તિ
[ lo ] એ નિશ્ચિત કરેલ દિશા છે. તેને ધ્યાને લઈને જ આપણે આપણા વર્ગખંડ કાર્યની શૈક્ષણિક પ્રક્રિયાઓ કરતાં હોઈએ છીએ. એકમ, માસ કે સત્રના અંતે થતી તમામ કસોટીઓ શૈક્ષણિક હોકાયંત્રની જેમ કરતી હોય છે. તેના ધ્વારા સમય-સમયે વર્ગખંડમાં આપણે જ કરાવેલ અભ્યાસની દશા અને દિશા આપણી સામે છતી કરે છે. તેના આધારે જ આપણે સૌએ તેમાં ફેરફાર કરતાં હોઈએ છીએ. માટે જ આજની કસોટી એ અગામી અભ્યાસકાર્ય માટેનું આપણું હોકાયંત્ર છે એવું માનવું જરાય ભૂલ ભરેલું નથી.
વર્ગખંડમાં ચાલતી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માટે આપણે સૌ સતત વાત કરતાં રહ્યા છીએ. શાળામાં ચાલતી સામૂહિક પ્રવૃત્તિઓ પણ બાળકના વ્યક્તિત્વ વિકાસની પ્રક્રિયા છે. શાળા બાળકને સામૂહિક કાર્ય કરવા માટેના સોર્સ ઊભા કરે અને તેમાં બાળકને જોડાવાની પરોક્ષ કે પ્રત્યક્ષ પ્રક્રિયાઓ કરે – સત્રાંતમાં તેના માપદંડો મુજબનું મૂલ્યાંકન
– અને તેના આધારે આગામી વર્ષમાં તે બાળક માટેના નવા લર્નિંગ આઉટકમ્સ
!
વર્ગખંડમાં થતી પ્રક્રિયાઓ વડે આપણે સૌ રોજેરોજ બાળકોના મગજને કસવાનું અને તેના દ્વારા તેને વિકસવાનું કામ કરતાં જ હોઈએ છીએ. છેલ્લાં કેટલાંક વર્ષથી શાળાએ મૂલ્યાંકનની આ પ્રક્રિયામાં બાળકોની ભાગીદારી વધારી છે. શાળામાં ચાલતી નાગરિક ઘડતર પ્રવૃત્તિ અંતર્ગત બાળકો શાળા સંચાલન,
વર્ગખંડ સંચાલન, જૂથ સંચાલન અને જૂથકાર્ય કરી રહ્યા છે. વ્યક્તિત્વ વિકાસ પત્રકમાં આપેલ
40 વિધાનો પૈકી મોટાભાગનાં વિધાનો એવા છે કે જેમાં શિક્ષક કરતાં પણ બાળકનો લીડર અને તેના જૂથના સભ્યો તેના વિશે વધુ માહિતગાર છે. માટે સત્રાંતમાં એટલા વિધાનોનું વ્યક્તિત્વ વિકાસ મૂલ્યાંકનમાં એવી પ્રક્રિયા ઊભી થઈ કે જેમાં શાળાનાં બાળકોએ ફક્ત વિદ્યાર્થી તરીકે નહીં એક મૂલ્યાંકનકાર તરીકેનો પણ રોલ નિભાવવો પડે.
કસોટી અંગેની આ બધી જ પ્રક્રિયાઓ બાળકોના માનસિક વિકાસ માટેની છે. સમયાંતરે શિક્ષક તરીકે આપણે આપણા પ્રયત્નોની દિશા જાણી શકીએ તે માટેની છે
– સમયાંતરે જો કસોટી વડે આત્મમંથન ન કરીએ તો ઘણા વર્ષ પછી ખબર પડે ત્યારે—બેક ગ્રાઉન્ડમાં આ પંક્તિ સંભળાય તો નવાઈ નહીં
- જાના થા જાપાન , પહોંચ ગયે ચીન , સમજ ગયે ના !! [ હા.. lol ]
ચાલો, શાળાના પરીક્ષાખંડ અને મૂલ્યાંકન માટે બાળકોએ કરેલી પ્રક્રિયાને ફોટોગ્રાફ્સ વડે માણીએ !
No comments:
Post a Comment