શીખવાના આટાપાટા ! 😍
શીખવાના આટાપાટામાંથી કયા પાટે કયા વિદ્યાર્થીઓ શીખવાનું
શરૂ કરશે….. તે હજુ સુધી કોઈ નક્કી કરી શક્યું નથી. ગણિત જેવા
વિષયોમાં અમારા સહિત સૌએ ધારી લીધું છે કે, જે બાબત ની સંકલ્પના
સ્પષ્ટ કરવાની હોય તે માટેના ઉદાહરણો આપવામાં આવે તો જ તેઓ તે બાબતને સમજી શકે છે.
અને એટલે જ આપણે શીખ્યા ત્યાંથી લઈને અત્યાર સુધી ગણિતમાં શીખવવાની શરૂઆત
ઉદાહરણોથી કરવી તે સ્વાભાવિક ક્રમ રહ્યો છે !
આ
વખતે ધોરણ છ માં દશાંશ અપૂર્ણાંક વિષે વાત કરતી વખતે તેમને કેટલીક બાબતો ધારીને
કહેવા માટે કહ્યું જે વિશે અગાઉ તેઓએ
ક્યારેય સાંભળ્યું નહોતું, ક્યારેય લખ્યું નહોતું, માત્ર ‘ધારો કે’ આ પ્રકારે સ્થિતિ હોય તો શું જવાબ આવે ? શું લખાય? એવું કરવા માટે તેમણે પોતાની આસપાસમાં બેઠેલા મિત્રો
સાથે વાતચીત કરી અને જૂથે ધારણા કરી તે બોર્ડ પર લખવા કહી. ઘરે રહીને કોઈપણ
બાબતોથી ગભરાઈને અટકી ન જવાનું જે કૌશલ્ય આ બાળકોએ પ્રાપ્ત કર્યું છે તેની અસર
જોવા મળી કે પાંચ પૈકી ત્રણ જૂથના બાળકોએ સાચો જવાબ બોર્ડ પર લખ્યો ! તે પણ માત્ર
ધારણા વડે પછી શિક્ષક તરીકે અમારે માત્ર તે પાંચમાંથી આ ત્રણ ધારણાઓ સાચી છે એ
માટેના ગણિત પગથિયાં જ કહેવાના રહ્યા.
આવું જ ધોરણ છમાં ત્રિકોણની એકરૂપતામાં બાબાબાની શરત
વિશે કહ્યું કે આ બાજુ બાજુ બાજુ - અને ત્યારબાદ તેમને પૂછ્યું કે બીજી કઈ કઈ શરતો
હશે ? તો તેઓ ધારીને બીજી શરતો (કાકબા સિવાયની) કહી શક્યા.
તેમજ બાખૂબામાં બા - ખૂ- બા શું છે તે પણ કહી શક્યા. કાકબા વિશે પૂછ્યું
તો કાટખુણા ના બદલે કેટલાકે કાગડો ધાર્યો એ જુદી વાત છે. જ્યારે કાટખૂણો કહ્યું તો
અને તેની સામેની લીટી કર્ણ કહેવાય એટલે કાટખૂણો - કર્ણ - બાજુ હશે એ પણ તેઓ ધારી શક્યા.
આમ આપણે જ્યારે કશું નવું શીખવાનું શરૂ
કરીએ છીએ ત્યારે સ્પષ્ટ હોઈએ કે ના હોઈએ કેટલીક બાબતો આપણે ધારણા વડે
કહેતા/કરતાં હોઈએ છીએ. એમ હવે આ બાળકો પણ
સાહેબે કે બહેને આ ચલાવ્યું છે કે નથી ચલાવ્યું એવા કાલ્પનિક ટેકાઓની રાહ જોઈ અટકી
જવાને બદલે ધારણા કરી અને પોતાના મગજને સાચા અર્થમાં શીખવાને અનુકૂળ બનાવે છે.
કોન્સેપ્ટને આ રીતે ધારણા વડે સમજતા થયા છે એ આ કોરોનાએ કરેલા લૉકને અનલૉક કરતી વખતે મળેલો આ સુખદ વળાંક છે.
No comments:
Post a Comment