શીખવવું આસાન છે ? 😎
😏 “ માસ્તરને શું? નોટમાં બે લીટા આમ ને બે તેમ પાડી દે એટલે બેંકમાં નોટો જમા થઈ જાય.”
😏 “ ભણાવવા સિવાય એમને કરવાનું શું?”
😏 “ ભણાવવામાં શું જોર પડી જાય?”
😏 “ ખુરશીમાં બેઠા બેઠા ઓર્ડર કરવાના.”
😏 “માસ્તરને મહિનો પૂરો કરે વાત
– છોરાંને આવડે તોય શું ને ના આવડે તોય શું!”
આ અથવા આના જેવા કેટલાય વાક્યો સમાજમાં છે. એ હોય એની સામે આપણને વાંધો નથી જ. પરંતુ જે બોલાય છે તેમ શિક્ષકનું કાર્ય સહેલું છે? મેં શીખવી દીધું, ચાર પાઠ ચલાવી દીધા, નોટ તપાસી દીધી, કસોટી ચેક કરી દીધી - એમ એક એક કામને ટીક કરવાનું ખૂબ સરળ છે. એમાં માત્ર શારીરિક શ્રમ લાગે. પાઠ વાંચ્યો, દાખલો બોર્ડ પર લખ્યો અને પછી તેમને ઉતારો કરવાનું કહી આપણે છુટ્ટા. આવું કરવું સહેલું જ છે.
પરંતુ વર્ગમાં બેઠેલા બધા બાળકોને ઓળખવા તેમની શક્તિ - મર્યાદાઓ જાણવી. અને હવે તો વર્ગમાં ક્યાં બેઠેલાં છે ?
ઉભેલાં, સૂતેલાં, આડાં પડેલાં, અધડુ કાં બેઠેલાં, ખેતરમાં ગયેલાં, સ્માર્ટફોનવાળાં, સાદા ફોનવાળાં, ફોન વગરનાં દરેક માટે વિશેષ આયોજન કરવું. આ સાર્થક શ્રમ છે અને એટલે આપણે જ આ કરી શકીએ અને એટલે જ આપણે શિક્ષક છીએ.
માત્ર લાગણીવશ થઇ જઈએ અને ગુરુપદ મેળવી લઇએ તે બાળકોના હિતમાં નથી. આપણે વ્યાવસાયિક રીતે શિક્ષક
છીએ.
આપણને વેતન મળે છે અને એટલે જ જો આપણે પરિણામ ના આપી શકીએ તો એના માટેની જવાબદારી આપણે જ લેવી પડે. પરિણામ માટે આપણી પ્રક્રિયાને ધ્યાનથી જોઈ તેમાં રહેલી ખામીઓ દૂર કરી ફરી ફરી પ્રયત્નો કરવા પડે.
ક્યાંથી શરૂ કરવું જોઈએ?
આ કેટલાક સવાલ છે તેના જવાબ શોધવાનોપ્રયત્ન કરીએ.
👉 શીખવું એટલે શું ?
👉 શીખવવું એટલે શું ?
👉 કોઈક શીખવાડે તો જ શીખી શકાય ?
👉 બાળકો આ ઉંમરે શીખ્યા વગર રહી શકે ?
👉 બાળકો એમની જાતે શું શુંશીખે છે ?
👉 બાળકો મિત્રો સાથે મળી શું શુંશીખે છે ?
👉 બાળકો સમાજમાંથી શું શુંશીખે છે ?
👉 બાળકોને તમે ના કહો તો પણ તમને જોઈને / તમારી સાથે રહીને શું શુંશીખે છે ?
👉 તેમની આ બધી બાબતો વર્ગકાર્યમાં ક્યાં ક્યાં ઉપયોગી થઇ શકે ?
👉 શીખવાનું રસપ્રદ છે કે કંટાળાજનક?
👉 શીખવાનું ક્યારે ના ગમે?
👉 શીખવાનું ક્યારે અટકે?
👉 હું શીખવું છું એટલે શું કરું છું ?
👉 મારા વિષયમાં શીખવવાનું કહ્યું છે તે વિગતો યાદ રહી જાય તે શીખ્યો એમ કહેવાય?
👉 બાળકો શીખે છે તે હું કેવી રીતે જોઈ શકીશ?
👉 જો મને ખબર પડે કે અમુક બાળકો નથી શીખ્યા તો હું શું કરી શકું ?
આ સવાલો પર વિચાર કરજો. ( અનુકૂળતા થાય તો અમારા વોટ્સએપ નંબર - 7043718875 અથવા ફેસબુક (https://www.facebook.com/navanadisar) પર મેસેજ કરજો. અથવા નીચે કોમેન્ટ કરજો)
No comments:
Post a Comment