દરેક આફતમાં એક અવસર તો હોય જ છે !
covid- 19 જેવી મહામારીમાં નાનામાં નાના કે ગરીબ વ્યક્તિ એ પણ સમાજ સેવાનું કાર્ય કરી ને રાષ્ટ્ર ધર્મ અદા કર્યો. જે પ્રકારની જિંદગી આપણે સૌ આ સમયમાં જીવ્યા છીએ એ કદાચ આ મહામારીના કારણે જ..
શારદા મંદિરો સૂમસામ થઇ ગયા છે અને હવે બાળકો શાળાના બેલને બદલે મંદિરના ઘંટારવ વચ્ચે શીખે છે. મહોલ્લા શિક્ષણ કે શેરી શિક્ષણ શરૂ કરી તેમની જ્ઞાન ગાડી પાટા પર લાવવાની કોશીશ ચાલી રહી છે. શાળાઓમાં ઘણાં સમયથી માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમ થી શિક્ષણકાર્ય સતત ચાલુ જ છે પરંતુ તેની કેટલીક મર્યાદાઓ હોય છે.
આપણી શાળાએ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જતા બાળકો માટે ઓફ્લાઈન શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યું. બાળકો અને ગ્રામજનો સાથે સંકલન કરી જગ્યાઓ નક્કી થઈ. આમ ચાલુ સત્રની શરૂઆતથી જ ફળીયા શિક્ષણની શરૂઆત થઈ.
"ગામ શીખવે ગણિત" નામની અમારી પ્રવૃત્તિને ઉદ્દીપક મળ્યું. ગણિત વિષયમાં કેટલાક એકમો અને અધ્યયનની સંકલ્પનાઓ સમજવા ગામ, ડેરી, દુકાન કે કારીગરની મુલાકાત કરીને જ શીખવતા હતા. એ માટે પહેલા અમે ગામમાં જવા નીકળતા. હવે તો છીએ જ ગામમાં…. ( ઘણીવાર એવું ય થાય છે કે બાળકોને શાળાની મુલાકાતે લઇ આવીએ.)
ગામમાં હોઈએ એટલે 'ઈંટોની ઇમારત ' એકમ શીખવવા ઈંટો વર્ગમાં લાવવી પડે. હવે તો ઈંટો વચ્ચે જ વર્ગ થઇ જાય. આ એકમમાં વિવિધ પેટર્ન થી બનાવેલ ઇમારતો પ્રત્યક્ષ જોવી પડે, પેટર્ન સમજવી પડે અને સાથે ઇમારતની મજબૂતાઇ પણ જોવી પડે. વર્ગખંડમાં આપણે એક શિક્ષક તરીકે એકાદ - બે નમૂના બતાવી શકીએ.
અમારા માટે આ વખતે મોટો અવસર પ્રાપ્ત થયો. બાળકો બેસે છે તે ઘરના માલિક દરરોજ સમયસર સફાઈ કરી, પાથરણાં પાથરી ને ક્લાસ રેડી રાખે. પ્રવૃત્તિ કરવા માટે ઈંટો,ચમચી, દીવાસળી, દોરી, દર્પણ જેવી વસ્તુઓ ભેગી કરી રાખે. ઈંટો ની ગોઠવણી કરી પેટર્ન બનાવવાની રીત પણ બાળકોને સમજાવે ! કારણ તે પોતે જ મિસ્ત્રી !
હવે તેઓ શીખવે એવા અદ્દલ લહેકાથી આપણે ના શીખવી શક્યા હોત.. તેમના મોં પરનો શીખવ્યાનો સંતોષ અને બાળકોની ખુશી બંને અમારા માટે આનંદદાયી હતી. ચાલો, જોઈએ