[૧] જરૂરિયાતમંદ વાલીના
બાળકો અને [૨] જરૂરિયાતમંદ બાળકો !
ગ્રામીણ કક્ષાએ પ્રાથમિક શાળામાં ફરજ બજાવવી એ
કર્તવ્યનો મોટો લાહવો છે. તેમાંય અંતરિયાળ વિસ્તારમાં શાળામાં આવતાં બાળકો મોટાભાગે
ખુબ જ કાળજી માંગી લે તેવાં હોય છે. આપણી સામાજિક વ્યવસ્થામાં બાળકને ભગવાન
માનવામાં આવે છે અને આપણી ધાર્મિક માન્યતાઓમાં જરૂરિયાતમંદને મદદ એ પુણ્યનું કામ
તરીકે મુલવામાં આવ્યું છે. [વાંચો -: દાનમાં પણ
શ્રેષ્ઠ દાન... ] આવી આપણી વ્યવસ્થાનો સમન્વય
આપણને ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં જોવા મળી રહે છે. જેમાં
જરૂરિયાતમંદ બાળકો માં પણ બે પ્રકારના બાળકો આપણી સામે હોય છે [૧] જરૂરિયાતમંદ
વાલીના બાળકો અને [૨] જરૂરિયાતમંદ બાળકો !
પહેલા પ્રકારનો બાળક એટલે
- જેમાં આપણા વર્ગખંડમાં એવા બાળકો આવતાં
દેખાય છે જેઓની ઘરની મુલાકાત જ સમયે તેમની સ્થિતિ જોઈ આપણને પણ એમ થઇ આવે કે ખરેખર
આ સ્થિતિમાં તો શાળા એ જવું એ ગૌણ છે, કદાચ અભ્યાસ સમયે આપણી આવી સ્થિતિ હોત તો
આપણે નિશાળના પગથીયે ય ન ગયા હોત ! જ્યાં સવાર-સાંજનું ખાવાનું અને પહેરવાનું કેવી
રીતે પૂરું કરીશ તેની દ્વિધા માં જીવતા
કેટલાંક પરિવારના આગેવાનને ભૂલથીય યાદ ન આવે કે બાળકો શાળાએ ગયા કે નહિ તે પૂછું !
હા, પણ આવા પણ
પરિવારો જયારે બાળકોને શાળાએ પહોંચતા કરે છે ત્યારે તે વાલીઓ સન્માનને પાત્ર હોય
છે અને આવા બાળકો પ્રત્યેની આપણી જવાબદારી ફકતને ફક્તે પાઠ્યપુસ્તકોનું ઈનપુટ કરવા
પુરતી સીમિત ન રહેતાં તેના માટે થોડી વધારે કાળજીપૂર્વકનું શાળા પર્યાવરણ બનાવવાની
રહે છે ! કારણ કે આવા બાળકોને આપણે જરૂરિયાતમંદ બાળકોની કેટેગરીમાં સામેલ કરીએ
છીએ. જયારે અહીં જરૂરિયાતમંદ વાલીનો બાળકનો અર્થ ફક્ત આર્થિક રીતે જ નથી ! અહીં જરૂરિયાતમંદ વાલીનો બાળક છે – કે
જેને જરૂરિયાતની વ્યવસ્થા કરવા માટેની વ્યસ્તતામાં પ્રેમ, હુંફ અને તેને સમજવા
માટેની પરાનુભુતી નથી મળી રહી તે બધું પણ – કરવું જરૂરી છે ! અને ખરેખર આવા બાળકો માટે મોટાભાગના આપણા
મિત્રો મહેનત પણ કરે છે –
બીજા પ્રકારનો બાળક એટલે –
જયારે કોઈ બાળક પાસે વિષયની નોટબુક ભરાઈ ગઈ હોય અને ફરીથી ન લાવ્યો હોય, પેન
પેન્સિલ કે રબર ન હોય, અથવા તો શૈક્ષણિક કાર્ય માટે લાવવા પડતાં સંસાધનોની વારંવાર
સુચના કરવા છતાં ન લાવતો હોય – અને જયારે પૂછીએ ત્યારે જવાબ હોય કે “મેં ઘરે મારા
પપ્પા પાસે માંગેલું પણ... !” વાલી પણ લાવી શકવા સક્ષમ હોય – છતાં પણ પરિવારમાં
મોજશોખને અગ્રીમતા હોય ત્યાં બાળકોની અભ્યાસ માટેના સાધનોને ગૌણ કરી નાખવામાં
આવતાં હોય છે ! ત્યારે આપણી તેના પરિવાર પ્રત્યેની ફરિયાદ હોય છે કે મોબાઈલ ,
સ્પીકર, ટીવી લાવવાના પૈસા મળે મળે છે – વ્યસન કરવાના પૈસા મળે છે – પણ નોટ
લાવવાના પૈસા નથી તારા બાપા પાસે ? – અને આ બળાપો ઘણે અંશે વ્યાજબી પણ છે – કારણ
કે આ બળાપો જ સાબિતી છે આપણી તે બાળકના શિક્ષણ પ્રત્યેની કાળજીનો ! પરંતુ વિચારો
કે આમાં આ બાળક નો શું વાંક છે ? ત્યારે ખરેખર જરૂરિયાતમંદ બાળક એવો શબ્દ વાપરીએ
છીએ તે બાળકો ખરેખર આ છે – પેલા તો “ જરૂરિયાતમંદ વાલી” છે – ચાલો આવા બાળકો અને
વાલીઓ માટે કર્મ નહિ તો ધર્મ સમજી ને પણ જેટલી પણ મદદ કરતાં આવ્યા છીએ તે કરતાં
રહીએ અને ના કરતાં હોઈએ તો આજથી શરુ કરીએ !
JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL JKL