ધોરણ પહેલું-: શરૂઆતમાં ફક્ત એક્શન-પછી પરફેક્શનનો આગ્રહ !!
નિસરણીમાંના પગથિયાંમાં સૌથી
વધારે મહત્વનું પગથીયું કયું ?
– એવો જયારે કોઈ પ્રશ્ન કરે ત્યારે આપણો જવાબ હોય
છે કે - અરે ! આવો તો કોઈ પ્રશ્ન હોય બધા જ પગથિયાં સરખું જ મહત્વ ધરાવતાં હોય છે .
કોઇપણ પગથિયું કાચું પડે એટલે સમજો કે તે નિસરણી પરથી સીધા જ નીચે ! માટે બધા જ
પગથીયાં મહત્વનાં કહેવાય – વાત પણ સાચી. પરંતુ જો તમને કોઈ એવું પુછે કે નિસરણી
પરના કયા પગથીયાં પર સૌથી વધારે પ્રયત્ન બળ લગાડવું પડે? – ત્યારે અમારો અને કદાચ
આપણા સૌનો જવાબ એ જ હોય કે – પ્રથમ પગથીયે જ સ્તો ! હવે વ્યવહારિક જીવનનું બીજું
ઉદાહરણ -
તમારા વ્હીકલને ગતિમાન કરવાની વાત હોય ત્યારે કયા નંબરના ગીયરમાં સૌથી
વધારે ઉર્જા વપરાય છે?
-ત્યારે પણ આપણો જવાબ હોય છે- પ્રથમ ! કોઈ પણ વસ્તુને ગતિમાન
કરવાની તમામ બાબતોમાં બળ લગાડવા માટેના નિયમોમાં એક સમાનતા એ જ હોય છે કે
“શરૂઆતમાં વધારે બળ/ઉર્જાની જરૂર પડે જ !” તો બાળકોને શૈક્ષણિક પ્રક્રિયામાં
ગતિમાન કરવા માટે અલગ નિયમ ન જ ! માટે શૈક્ષણિક પ્રવાસમાં સૌથી વધારે મહત્વનું છે
તેનું પહેલું ધોરણ અને તેમાં પણ વધારે મહત્વનું છે તેની શરૂઆતનો સમય ! કે જે
અત્યારે ચાલી રહ્યો છે ! મિત્રો, હવે કદાચ દલીલ એ પણ થશે કે બાળક પગથીયું કે
એન્જીન તો નથી જ કે તેના પર આજે આપણે
વધારે પ્રયત્ન બળ લગાડીશું તો આજે જ બાળકની ગતિમાં વધારો થશે ! હા,તે વાત પણ સાચી
! પરંતુ આપણો પ્રયત્ન રહેવો જોઈએ કે તે જેમ બને તેમ ઝડપથી ગતિ પકડે. તે માટે આપણે
રંગભૂમિનો અભિનય માટેનો એ નિયમ અનુસરવો જરૂરી છે કે - પહેલાં એકશન એટલે કે અભિનય
પર ધ્યાન અને પછી જયારે એક્શન ગતિ પકડે પછી અભિનયના પરફેક્શન પર ફોકસ કરવો ! એકવાર
આ નિયમને અનુસરીશું - વર્ગખંડોરૂપી રંગભૂમિને
તેની અનુકળતા મુજબની સર્જીશું - પ્રમાણિક પ્રયત્ન કરીશું લઈશું - તો આપણા પહેલાં
ધોરણના બાળ-હીરોઝને એક્શનમાં આવતાં અને ત્યારબાદ તેની એકશનમાં પરફેક્શન આવતાં બહુ
સમય નહિ જાય ! બસ જરૂરી છે કે તે માટેનો પ્રયત્ન ધૈર્યયુંકત અને પ્રમાણ મુજબનો - સાચી
દિશામાં હોય !!!