“પ્રજ્ઞા શિક્ષણ” અને “વર્ગ
આયોજન” !
અત્યારે મોટાભાગની
પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા શિક્ષણ અમલી બન્યું છે. બાળક પોતાની ગતિથી શીખે તે આનો
મુખ્ય ઉદેશ્ય રહ્યો છે.પ્રજ્ઞા પહેલાની સ્થિતિમાં એવું પણ ક્યારેક બનતું કે
કેટલાંક બાળક વર્ગખંડમાં આપણી સાથે અને સામે દેખાતાં પણ વર્ગકાર્યમાં તેઓ કદાચ
પાછલા અને ક્યારેક તો ઘણા પાછળના સ્ટેશને છુટી જતાં અને સામૂહિકતાની મર્યાદાઓને
કારણે બાળકોની સાચી પરિસ્થિતિનો ખ્યાલ ત્યારે આવતો જ્યારે આપણે બે-ત્રણ સ્ટેશન
[એકમ]ના અંતે બાળકોની ગણતરી [કસોટી] કરતાં. પરિણામ એ આવતું કે આવા પરિણામોમાં બાળક
અને શિક્ષક બંનેમાં હતાશા ઉભી થતી. હવે જયારે આપણે પ્રજ્ઞા શિક્ષક તરીકે પ્રજ્ઞા
વર્ગનું આયોજન સાંભળવાનું થાય છે ત્યારે હવે આપણે વર્ગખંડના એવા ડ્રાયવર
[માર્ગદર્શક]નો રોલ નિભાવવાનો થાય છે કે જે દરેક મુસાફરની ગતિને જાણે છે, દરેક મુસાફરની
બેઠક અનુકુલન મુજબના પર્યાવરણને સમજે છે. કયા મુસાફર [બાળક] માટે કયા પ્રકારની સીટ
[પધ્ધતિ] અને સ્પીડ [શીખવવાની ગતિ ] રાખવી પડશે તેનો સમૂળગો અભ્યાસુ હોય. પ્રજ્ઞા
શિક્ષક તરીકેની સૌથી વધુ અને ચિંતિતિ ફરિયાદ એ હતી કે કોઈ વાર્તા એટલી વાર કહેવી
અથવા તો કોઈ કવિતા એટલી વાર ગાવી પડશે કે વર્ગમાં જેટલાં બાળકો હોય ?- ત્યારે કદાચ એવો
પ્રશ્ન પણ થાય કે આપણે કોઈ બાળકને એકવાર એક વાર્તા કહીએ અથવા તો કવિતા ગવડાવીએ
ત્યારે તે બાળક આપણા કરતાં પણ વધુ અને બાળકો સારી રીતે સમજી જાય તેવી સરળ ભાષામાં
કહી અથવા તો ગાઈ શકે અને આવા બાળકોનો ઉપયોગ આપણે આપણે વિવેક સૂઝ મુજબ કરી શકીએ
છીએ. કોઈ એક વસ્તુનું કોઈ રેકોર્ડીંગ કરી તેની Mp3 અને કદાચ
હાવભાવની અથવા તો વિઝ્યુઅલસની જ્યાં ખાસ જરૂર હોય તેવામાં વિડીયો બનાવી આપ બાળકોને
જે તે કાર્ડ સમયે બતાવી અથવા તો સંભળાવી શકો છો. ટેકનોલોજીનો સુચારુ ઉપયોગ આપનું
કામ સરળ અને ઓછું કરી દેશે, જેનાથી બચેલ સમયનો ઉપયોગ આપણે આપણા વર્ગના ઓછી
ઝડપ વાળા બાળકો પાછળ ખર્ચી શકીશું. વર્ગકાર્ય આયોજનનું ગણિત પણ એ જ છે કે શૈક્ષણિક
કાર્યમાં આપણે જેટલાં પ્રમાણમાં બાળકો અને ટેકનોલોજીને જોડી શકીશું તેટલો આપણે
આપણો કાર્યભાર ઘટાડી શકીશું. અને આપણી બચતી તે મહેનતને આપણે ધીમી ગતિએ મુસાફરી
કરતાં બાળકો પ્રત્યે વધુ ધ્યાન આપી આખા વર્ગખંડની ગતિ વધારો કરી શકીશું. ટેકનોલોજી
અને વ્યક્તિગત શિક્ષણ પર તમારા અભિપ્રાય અને સૂચનો સંભાળવા અમને ગમશે !