July 20, 2013

“કાવ્યાનંદ” & “અર્થાનંદ”


કાવ્યાનંદ અને તેમાંનો અર્થાનંદ પણ ખરો !!!

                            હંમેશાની જેમ કાવ્યથી જ શરૂઆત કરવી એ તો નક્કી જ હતું ! ધોરણ-૮ માં હરિહર ભટ્ટનું એક જ દે ચિનગારી..” ગાયા.. ગયા વર્ષે સમુહમાં પણ ગવાયું હતું એટલે સરળતાથી સૂર બેસી ગયો. ગાન પછી ચિનગારીની ચર્ચા શરૂ કરી...તેમાં અચાનક રશ્મી બોલી કે હરિ (હરિહર ભટ્ટ) માંગે હરી (દીવાસળી ને દીવાહરી હરી એમ અમે બોલીએ છીએ !) બસ પછી તો કુલદીપ દીલેન્દ્ર દિલીપ કોમલ પણ જોડાયા !
 હરિ એટલે હરિહર ભટ્ટ 
હરી એટલે દીવાહરી  
હરી જવું એટલે છીનવી જવું  
હરી જવું એટલે કોહવાઈ જવું  
હરિ એટલે ઈશ્વર 

 પછી તડાફડી મચી ! હરિ કહે, “ હરિ મારી તો તે શાંતિ હરી, જીંદગી મારી હરી; હવે તો આપ એક હરી !
આવી જ ભાષાકીય મસ્તી છઠ્ઠામાં એક જગત એક લોક..” માં પણ જામી !
પહેલા કમ્પ્યુટર પર શ્રીશૈલેશભાઈ બાવા ગાયા અને અમે સાંભળ્યા કર્યું,પછી ક્રમશઃ નીચેના પગથિયામાં ગાન કર્યું
. કમ્પ્યુટર પર ધીમા અવાજે વાગે આપણે સૌએ તેની સાથે સૂર મેળવી ગાવું.
. શૈલેશભાઈ ગાય પછી તેને ઝીલવું.
. શૈલેશભાઈ ગાઈ રહે પછી હું કમ્પ્યુટરનો અવાજ ધીમો કરી દઉં...જેથી ગાયક ડીજીટલ અને કોરસ અમારું !
. શૈલેશભાઈ ગાય ત્યારે અવાજ ધીમો કરીએ...એટલે અમે મુખ્ય ગાયક અને કોરસ ડીજીટલ !
. વિદ્યાર્થીઓને બે જુથમાં વહેચી એક જૂથ ગવડાવે બીજું જૂથ ઝીલે !
             બે દિવસ આ મુજબ ગાયા પછી સાચે જ તેમના ગાનમાં હાર્મનીઅનુભવાય છે.અને હવે તો પ્રાર્થના સભામાં બધા હિલ્લોળે ચડે છેઅજબ વાતાવરણ રચાય છે જયારે ૨૦૦ વ્યક્તિઓ એક સુરે ગાય છે...


राष्ट्रों में ऐक्य यही कर्म हमारा, प्रगति-न्याय मानवता धर्म हमारा”


1 comment:

BHAJMAN said...

હરિ,હરી અનેકાર્થી શબ્દો છે. સંસ્કૃતમાં હરી નો એક અર્થ વાંદરો પણ થાય છે. મજાક માટે નહિ પણ જાણવા જોગ માહિતી. રાકેશભાઈ, પૂનાના પ્રો. અરવિંદ ગુપ્તાએ કચરા અને રદ્દીમાંથી વૈજ્ઞાનિક અને શૈક્ષણિક રમકડાં બનાવતા લગભગ 700 વીડીઓ યુ-ટ્યુબ પર મુક્યા છે. તમને જરૂર રસ પડશે. મારા બ્લોગ વાર્તાલાપ પર પણ મેં બે-ત્રણ લેખ મુક્યા છે. સ્મયાનુકૉળે જોઈ જશો.