January 23, 2022

શાળા બાળકો માટે ચાલુ હતી, શાળા બાળકો માટે બંધ છે !!!


શાળા બાળકો માટે ચાલુ હતી, શાળા બાળકો માટે બંધ છે !!! 

પહેલીવાર બન્યું હતું કે ધોરણ પહેલાનાં અને બીજાનાં  બાળકો એક સાથે શાળામાં પ્રવેશ્યા હતાં. બાળકો માટે શાળા નવી નવી હતી. સૌને સાથે રહેવાનું અને સાથે ભણવાનું પણ પહેલીવાર બન્યું હતું. શાળાઓ શરૂ થતાં કેટલાંક બાળકો જે શેરી શિક્ષણમાં આવવામાં મજા અનુભવતાં તે બાળકોને ત્યાં જાણે ગમી ગયું હોય તેમ શાળા ભવનમાં આવતાં ખચકાતાં હતાં. તેવા બાળકોને પણ થોડા દિવસમાં સાથે રમવાનું અને સાથે ભણવાનુંજાણે જચી ગયું હતું.

Sop મૂજબ શાળાઓ શરૂ થઈ એટલે બાળકોનું ટોળું થાય અથવા તો એકબીજા સાથે સ્પર્શાસ્પર્શ થાય તેવી રમતોતેવી શૈક્ષણિક પધ્ધતતિઓથી બાળકોને દૂર રાખી શૈક્ષણિક કાર્ય કરવાનું હતું. આવામાં બાળકોને તો સૌનો સાથ અને સૌનો સંગાથ જાણે મજાનો મંત્ર હોય છે. ત્યાં શિક્ષકને sop માં મજા ભેળવતા રાખી બાળકો માટે વર્ગખંડો આનંદમય બનાવી રાખવા એક મોટી ચેલેન્જ હતી.

આવી સ્થિતિમાં ત્રીજી લહેરનું આક્રમણથી ફરીથી શાળાઓને ગ્રહણ લાગ્યું અને બાળકો માટે શાળાઓ બંધ કરવાની ફરજ પડીધોરણ પહેલા અને બીજાના શિક્ષિકા બહેનોએ બાળકોને અને વાલીઓ સામે જાહેર કર્યું કે કાલથી શાળા બંધ ! નાના બાળકો માટે વ્યક્તિગત શિક્ષણ માટેની વ્યવસ્થા કરીશું. ધીમેધીમે નજીકના સ્થળોએ કેસ વધતાં શાળાએ બાળકોના વાલીઓ સાથે ચર્ચા કરી ઓનલાઇન ક્લાસ શરૂ કરવાનું આયોજન થયું. પહેલા અને બીજાના બાળકો હોય એટલે વાલી મિત્રોને તેમની સાથે જોડાવાનીશિક્ષક ધ્વારા અપાતી સૂચનાઓ વાલી સમજે અને તે મૂજબ પોતાના નાના બાળકોને ઘર પ્રવૃત્તિ વડે શીખવે તેઓ આગ્રહ રખાયો.

મજાનો કિસ્સો તો ત્યારે બન્યો જ્યારે શિક્ષિકાબેન પહેલા દિવસે સૌ બાળકો સાથે વિડીયો કોન્ફરન્સથી જોડાયા અને શિક્ષિકા બેનને તેમના શાળાના ક્લાસમાં બેઠેલા જોઈમૈત્રી બોલી- નિલાબેન, તમે તો શાળામાં પહોંચી ગયાંપીકુ બોલી - બેન શાળાઓ ખૂલી ગઈ? બે ત્રણ બાળકોબેન, હવે તો અમે પણ કાલથી આવીશું !

શિક્ષિકા બેનની આંખમાં ઝળઝળિયા હતાંમૈત્રીનો જવાબ માંડ આપી શક્યા કે હા અમારા માટે તો શાળાઓ ખુલ્લી છે, તમારા માટે નહીં

બાળકોને કેવી રીતે સમજાવવા કેબચ્ચાઓ, તમારા માટે શાળા છેએવું પહેલાં કહેતા એવું અત્યારે પણ છે  –  બચ્ચાઓ, તમારા [ સ્વાસ્થ્ય ] માટે શાળા બંધ છે !

January 09, 2022

ચૂંટણીની ચકચક

ચૂંટણીની ચકચક 



ગ્રામપંચાયતની ચૂંટણી પૂરી થવાના બીજા દિવસે વાહનમાંથી એક ટોળી ઉતરી. તેમાંથી મોટા જે હતા એ તો પોતપોતાના વિભાગ મુજબ ફેલાઈ ગયા. પહેલાં ધોરણનાં ટાબરિયાં શિક્ષક ફરતે વીંટળાઈ  ગયા.

😍 “સાહેબ, તમને ખબર જેના પર સિક્કો મારીએ એ વસ્તુ  મલે.

👀 કોણે કીધું?” 

😍 એ તો મને ખબરજુઓ…. આપણે ઈસ્ત્રી પર સિક્કો મારીએ તો ઈસ્ત્રી મળે…!”

👀 એવું ના હોય…. એમ તો ઘર પર મારીએ તો ઘર થોડું મળે!” (એમનામાંથી જ એક છોકરીએ કાઉન્ટર કર્યું.)

(ખડખડાટ હસ્યા પછી.) પપ્પાનો ફોટો રાખીએ તો પપ્પા થોડા આપે? (એક છોકરાએ મજાક કરી.)

😍 હાચ્ચું.  ચૂંટણીમાં એવું જ હોવું છે !” (પેલા એ પોતાનો પક્ષ મજબૂત કર્યો.)

😍 ચૂંટણીમાં જીતે એટલે ચોટીલા લઈ જાય !” (બીજા એક નવો ફણગો ફોડ્યો.)

👀 શું કામ ?” (શિક્ષકે માત્ર ટૂંકા પ્રશ્નથી એમના બોલવાને વેગ આપ્યો.) 

😍 સાહેબ એમ હોય. મને ખબર ને ! અમારા ગામમાં તો રાત્રે ભજીયા બનાવતા.”  (આ વાહનમાં આવતા બાળકો બીજા ગામમાંથી આવે છે. )

👀 ભજિયામાં શું ? એ તો બધા બનાવે.

(હવે એ બાળકોને શિક્ષક મૂરખ લાગવા માંડયા.) કશું ખબર નથી તમને…..આપણા ઘેર નહિ….જે ચૂંટણીવારા હોય ત્યાં ભજીયા બનાવે.

👀 તે શું કામ બનાવે?” (શિક્ષકે હવે બબુચક બનવાનું નક્કી કરી  હતું.)

😍 ગાંડા સાહેબ સ……”

એટલામાં બે છોકરા હાથમાં વિમલના ખાલી પતાકડાં લઈને આવ્યા. હાહરા….આ ચૂંટણીવારાઆ નાખીને જ્યા..” (બોલો જુબા કેસરી.)

👀 તમને ક્યાંથી ખબર કે ચૂંટણી વારા હશે. “ 

😍 હું આયલો..માર મમ્મી જોડે ઓટ આલવા …”

👀 પછી કોને વોટ આપ્યો ?”

😍 …..…. કેવાતું હશે ? ના કેવાય…”

👀 કેમ કેમ વોટ આપેલો ?”

😍 હું તો બાયને જ હતો. પોલસીવારા હતા તે અંદર જવા જ ના દીધો.

👀 પોલીસ શું કામ આવેલી ?”

😍 ચૂંટણી હોય એટલે લોકો લડે તોઆંમ ડંડા લઇ ફરી વરે .” (એણે એક્શન સાથે કરી બતાવ્યું.)

👀 સારું, હવે આ વિમલનું શું કરશું?”

😍 ફેંકી આઇએપણ ફરી કઈ દેવાનું ક અહીંયા આ નઈ ખાવાનું.

👀 કોણ કહેશે ?”

😍 હું કે…”

👀 તારું ના માને તો ?”

😍 ના શું મોનેપ્રમુખને કઈ દઈએ..

આવી  કેટલીક ચકચક કરીએ તો મેદાનમાંથી પતાકડાં વીણવા લાગ્યાઅમને અમારી જવાબદારી ફરી સમજાઈ કે જેઓ આ વર્ષે જ પહેલીવાર શાળામાં આવ્યા છે  પણ શાળાના પ્રમુખનું શું સ્થાન છે ? તે યાદ કરાવી દીધું.  અને એ જ દિવસે પ્રમુખની ચૂંટણી કરી જ દેવી જોઈએ એમ નક્કી કર્યું.

બે વર્ષથી મુલતવી રહેલી ચૂંટણી યોજતા પહેલાં અમારે પણ પ્રક્રિયા ફરી યાદ કરી લેવી પડી. ચિતાની અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું. તારીખો નક્કી થઇ. કોણ ઉભું રહેશે અને કોણ ટેકેદાર રહેશે તેની વાતો થવા મંડીએક આખું અઠવાડિયું શાળા પ્રગટસ્વરૂપે સમાજનું પ્રતિનિધિત્વ કરતી હોય એમ જણાતું. રીસેસ ટાઈમમાં શાળાના કેમ્પસમાં મિટિંગ ભરાય. તું ફોર્મ ના ભારે મને ભરવા દેથી લઇ ટ્રાય કરવામાં શું જાયફોર્મ તો ભરીશ જ.. એકબીજાને મનાવવાના પ્રયત્નો પણ એટલા જ જોરમાં. આખરે અમારું બેલેટ નક્કી થયું. અને પછી શરૂ થયો પ્રચાર. પોસ્ટર બનાવાયા, રેલીઓ કાઢવામાં આવી. શાળામાં જ નહિ ગામમાં પણ કારણકે એસ.એમ.સી. સભ્યોના મત પણ લેવાના હતા. સ્પીચ તૈયાર થતી રજુ કરવામાં આવતી. પોતાના મિત્રના પ્રચાર માટે જુદી જુદી કવિતાઓ અને નારા બનાવી આપવામાં આવતા. ગામને પણ મજા પડતી આ બાળકોનો ઉત્સાહ જોઈ. ગામના ગ્રુપમાં આ બધા જયારે રેલી કાઢે તેના વિડીયો ફરતા થયા.

ચૂંટણી સાથે સાથે કોરોના સ્કુલ ફરી બંધ કરી દે તો ! એટલે દરેકને પોતાના વાલીનો મોબાઈલ નમબર અને વૉટ્સએપ નંબર લઈને આવવા કહ્યું, વોટ નાખતા પહેલા એ નંબર નોંધાવે. દરેકને પોતાનું ચૂંટણીકાર્ડ બનાવવા આપેલું. પોતાના મમ્મી પપ્પાનું કાર્ડ જોઈ હૂબહૂ ચૂંટણી કાર્ડ એમને બનાવેલું. પ્રીસાઈન્ડીંગ ઓફિસર થી લઇ તમામ ચૂંટણી અધિકારીઓ પોતાની ફરજ માટે હાજર હતા. કેટલાક શાળામાં આવ્યા પછી પહેલીવાર વોટ આપી રહયા હતા. વોટ આપી ભાર દોડતા આવી ઉત્સાહમાં કોને વોટ આપ્યો એ શિક્ષકને કહી પણ દેતા. અને અમને મોકો મળતો એ સમજાવવાનો કે ના એ ગુપ્ત જ હોય.

મતપેટી સીલ કરવામાં આવી. બીજા દિવસે મતપેટીમાંથી મત બહાર નીકળવા મંડયા. શાળાને ત્રણ વર્ષ પછી નવા પમુખ અને ઉપપ્રમુખ મળ્યા.

શપથવિધિ પુરી થઇ. નવા જોમ સાથે સૌ પોતપોતાના કામમાં લાગી ગયા….ક્યાં સુધી ? કોરોનાએ અલ્પવિરામ ના મૂક્યું ત્યાં સુધી !

ચૂંટણી કેવી રીતે યોજાઇ ? તેનો વિડીયો