May 01, 2015

“બાયોસ્કોપ” જયારે પાંચ વર્ષ પૂર્ણ કરી ચુક્યું છે ત્યારે..


“બાયોસ્કોપ” જયારે પાંચ વર્ષ પૂર્ણ કરી ચુક્યું છે ત્યારે..

મિત્રો, સૌથી પહેલાં તો આપને “ગુજરાત સ્થાપનાદિન” એટલે કે ગૌરવદિનની  શુભેચ્છાઓ
               એક પ્રાથિમક શાળા એટલે શું ? શીખવા ભેગા થયેલા વ્યક્તિઓ માટે બનેલી એક જગ્યા ! વ્યક્તિઓ બધા સજીવ છે-ધબકતા ! એમાં પસાર થતો દરેક દિવસ જુદો છેકોઈ બીબું કામ નથી લાગતું ! એક સમયપત્રક હોવા છતાં રોજ અનુભવો જુદા છે- બધા રંગી-બધા સ્વાદી ! કોઈ અનુભવો મધને ફિક્કું ગણાવે તેવા મીઠા તો વળી ક્યાંક ખાટા આંબલી જેવાથોડોક સમય દાંતે વળગેલા રહે તેવા ! કોઈક અનુભવ વળી તૂરો હોયકોઈ પલ્લે ના બેસે ! ક્યાંક પાટિયા પર થયેલું સફેદ ચિતરામણતો ક્યાંક વિવિધ રંગોની રંગોળી ! રમતના મેદાને કોણી-ઢીચણ છોલીને આંખમાં આંસુ રોકી રાખતી આંખો તો એના પર ફૂંક મારી દવા કરતા હોઠ ! કોઈક ચોટલીની ખેંચાખેંચ ને ક્યાંક તું ફિકર ના કરીશ કહેવા મરાતી માથામાં ટપલી ! ક્યાંક ઝગડ્યા તો ગુસ્સામાં ગુબ્બો અને બીજી પળે હું છું ને એમ કહેવા વાંસામાં ધબ્બો !શાળાની આવી ખાટી-મીઠી યાદોને આલેખતું આપણું બાયોસ્કોપ તેના ૬૦ અંક પૂરા કરી ચુક્યું !
                          ૨૦૧૦ માં જયારે ગુજરાત તેના એકા-વનમાં પ્રવેશતું હતું ! ગુજરાતની સ્વર્ણિમ પળે અમારા અનુભવ આલેખન માટે કરેલી મથામણ યાદ છે ! કેટલાક અંગત મિત્રો અને જાહેર સરકારી -મેઈલ પર મોકલેલું પહેલું બાયોસ્કોપ અને આજે ૨૫૦૦ જેટલા સબસ્ક્રાઈબર ! રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયથી લેખિત અભિનંદન થી તે સમયના મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શિક્ષકદિને લીધેલી નોધતો સુરતના એક કેમિસ્ટનો શિક્ષણ અંગેનો પોતાનો પ્રતિભાવ ! વિદેશમાં બેઠેલા ગુજરાતીના -મેઈલ અને ફોન કોલ ! શિક્ષણ વ્યવસ્થાના મિત્રોએ પોતે કરેલી મથામણનું શેરીંગ ! બધું એક પ્લેટફોર્મ પર મળ્યું ! સૌથી વધુ ફાયદો તો શાળાના સંવાહકો તરીકે અમનેજેમને બાયોસ્કોપ રૂપે પોતાની ગતિ અને તેની દિશા ઓળખવા માટેનો લેખિત અહેવાલ મળી આવ્યો !
                                            આ ૬૧માં અંક સાથે તમને મળીએ છીએ તો કેટલીક અપેક્ષાઓ જાગે છે ! આપ મેગેઝીન વાંચી રહ્યા છો દર્શાવે છે કે આપ શિક્ષણમાં રસ ધરાવો છો ! આપની પાસે બધાને વહેચવા જેવી વિગતો હશે ! શું દરેક માસે એનો ગુલાલ આપણા ગ્રુપમાં ના કરી શકો ?  જેમ અમે ૬૦ અંકની ઉજવણીના આ વિડીયોને આપની સાથે ગુલાલ કરીએ છીએ. વિડીયોને માણવા માટે ક્લિક કરો

શું કરીએ કે વિચાર વલોણું” જીવંત રહેશ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે ???