શાળાના મુખપત્ર બાયોસ્કોપને દસ વર્ષ પૂર્ણ થતાં
કેટલાક મિત્રોએ મોકલેલ ફિડબેક
ખુબ ઉપયોગી બની રહેશે આપનો આ વિડીયો...
ઘણું શિખ્યા છીએ નવા નદીસર પ્રાથમિક શાળા પાસે થી......
Wilson Rathod ·
Sch Mahi Virpur Bor ·
Many Many Congratulation
To Team Navanadisar and Team Leader Rakeshbhai for Passing 10 Years,120Months,3652Days,87660
Hours,5259600 Minutes,315576000Seconds Successfully of Monthly
Magazine "Bioscope". Hope that Journey of making better Future of
Nava Nadisar School Children Will be Continued under Your Leadership.
Sch Mahi Virpur Bor ·
પંચમહાલ જિલ્લાની નવા નદીસર પ્રાથમિક
શાળા ના આચાર્ય શ્રી રાકેશભાઈ પટેલ એ પોતાની શાળા ના બાયોસ્કોપ ઈ મેગેઝિન ના દસ
વર્ષ નિમિત્તે ફેસબુક લાઈવ પર જણાવેલ શાળા સંચાલન માટે ના મહત્વનાં મુદ્દાઓ ની
વાત... ફ્રી સમયમાં આ શાળા ને એક શિક્ષક, આચાર્ય તરીકે જાણવી જોઈએ. એક જ એવી
શાળા કે જેના 3શિક્ષકો ને જિલ્લા, રાજ્ય અને દેશમાં એક જ દિવસે શ્રેષ્ઠ શિક્ષક નો પારિતોષિક એનાયત થયો હોય. બાળ કેન્દ્રી
શિક્ષણ કેવી રીતે આપી શકાય તેની અદ્ભૂત વાત કરી રહ્યા છે એવાં રાકેશભાઈ ની ગોષ્ઠિ
આપણા સૌને ઘણું બધું શિખવી શકે છે. કોઈ પણ જાતના દેખાડા વગર દિલમાંથી નિકળતા શબ્દો
આપણને શિક્ષકનુ મુલ્ય શિખવાડી દે છે.
Dilip Devgadh baria
બાયો પ્રતિભાવ
૧. *જાદુ...*
હા, નવા નદીસર પ્રાથમિક શાળા મને કોઈ જાદુથી કમ નથી જ લાગતી. પુસ્તકો મગજ
માટે સાબુનું કામ કરે છે અને મારા માટે તો આ શાળા કોઈ પુસ્તક - જ્ઞાનના ખજાના -
જેવી જ છે પણ ટેક્નોલોજીને મહત્તમ ઉપયોગમાં લઈને બાળવિકાસ કરતી આ 'મસ્તી કી પાઠશાળા' માટે 'સાબુ' શબ્દ વાપરવાની મજા ન પડે. તેના માટે તો
કોઈક આધુનિકતાના ટચવાળો મસ્ત શબ્દ વાપરવો જોઈએ. હું કહીશ, "નવા નદીસર પ્રાથમિક શાળા સમાજ અને
શિક્ષકો માટે ફેસવૉશ અને હેન્ડવૉશનું કામ કરે છે." હા, તમે સાચું જ વાંચ્યું. આ શાળા સમાજનો
સરકારી શાળા તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલી રહી છે અને કંઈક ઘણુંબધું સારું કરવાની
ઇચ્છાવાળા શિક્ષકોને 'કેવી રીતે કરવું!' ની માનસિકતા છોડાવી કોઈ એકાદ છેડેથી
પોતે કરવા ઇચ્છેલ કાર્યો કરવાની શરૂઆત કરતાં કર્યાં છે.
મારી પોતાની વાત કરું કે આ શાળા
મારામાં શો બદલાવ લાવી? તો તેનો જવાબ એ જ છે, "કોઈપણ શાળા એ એના ગામ કરતાં જુદી ન હોઈ
શકે." શરૂઆતમાં અજાણપણે જ મારી એવી માનસિકતા બની રહી હતી કે શાળામાં સારું
ભણાવાય છે કે નહીં એ ગામ જાણે એ તો સારું જ છે પણ કેવી રીતે ભણાવવાનું થઈ રહ્યું
છે તેનું ગામને શું અને સામેપક્ષે ગામમાં કોઈક બનાવ બની જાય તો તેમાં શાળાને કે
શાળાનાં શિક્ષકોને ય શું?
નવા નદીસર પ્રાથમિક શાળાના પરિચયમાં
આવ્યાં પછી સમજાયું કે શાળા અને ગામ તો કદી જુદાં હોઈ જ ન શકે. કોઈ એકમાં થયેલ
યોગ્ય કે અયોગ્ય બનાવની સૌથી પહેલી અસર અન્યને જ થાય છે. શાળા અને ગામ જેટલું વધું
એકમેકને પોતાના ગણશે તેટલું જ વધું સારું ભવિષ્ય તે બંનેનું બની રહેશે.
આ પ્રમાણે 'બાળકેન્દ્રિત અને બાળસંચાલિત શાળા' એવું કેવી રીતે શક્ય બને કે બન્યું? એવા સવાલો સતત થતાં રહ્યા છે ને
ટેક્નોલોજીના માધ્યમથી તેના જવાબો મળતાં - સમજાતાં પણ રહ્યા છે. બાળકો રસપૂર્વક
અને પોતાની મસ્તી ટકાવી રાખીને શીખતાં થાય તે માટેના પ્રયત્નો કરવા માટે મને આ
શાળા સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડતી રહે છે. ભવિષ્યમાં હું બાળકો માટે 'મસ્તી કી પાઠશાળા' ના જેવું કશુંક બે-પાંચ ટકા પણ કરી
શકું તો મારું શિક્ષક તરીકેનું જીવન સફળ માનીશ.
-- પૂજા જોષી,
મદદનીશ શિક્ષક,
શ્રી અરલા પ્રાથમિક શાળા,
તા. કાલાવડ, જિ. જામનગર.
અભિનંદન રાકેશભાઈ અને સમગ્ર ટીમને આ દસ વર્ષના
અવિરત અને અથાગ પ્રયત્નો નું પરિણામ સમગ્ર દુનિયા નિહાળી રહી છે ત્યારે અંતરથી
આપને અભિનંદન પાઠવું છું દસ વર્ષ પહેલાંની સ્થિતિ એ જ્યારે ટાંચા સાધનો વચ્ચે
જ્યારે ઈન્ટરનેટ જેવી સુવિધા ઉપલબ્ધ ન હતી જ્યાં કામ કરતા હતા તે ઇન્ટરનેટ ચાલતું
નહોતું પરંતુ આપના મજબૂત મનોબળ થી જે કાર્ય દિપાવ્યું અને ખરેખર બાળકના આત્મા ને
ઉજાગર કરતું કાર્ય કર્યું તે બદલ સમગ્ર ટીમને પુના પુના અભિનંદન આપના રાકેશભાઈ ખાસ
ઇનોવેટિવ આઇડિયા માટે અમો સવ સાક્ષી છીએ આ સાથે કામ કર્યું છે એટલે ઇનોવેટિવ આઇડિયા
ના અમો હંમેશા આપના ઋણી રહીશું અને જ્યારે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે આપણે
ઇનોવેટિવ આઇડિયા ની અપેક્ષા રાખેલ છે અને રાખીશું સમગ્ર દુનિયામાં નવા નદીસર ની
પ્રખ્યાત કરવા બદલ તેના વાલીઓ વતી પણ આપનો આભાર સાથે અભિનંદન અને વંદન કરું છું
ધન્યવાદ
- કરશન દેસાઈ (સાબરકાંઠા)
આજે ક્રિટીકલ પેડાગોજી વિશે જાણ્યું
અને આલોચનાત્મક શિક્ષણ પદ્ધતિ ના પોલે ફ્રેરો ના વિચારો જાણવાની મજા આવી.
આજની મોટા ભાગની શાળાઓમાં જે બેન્કિંગ
શિક્ષણ પદ્ધતિ ચાલે છે એના પર દયા આવી. શાળામાં બાળકો અને શિક્ષક બંને સાથે જ શીખે
એ મહત્વનું છે અને આપની શાળાએ આ બાબતને પુરવાર કરી બતાવી છે એ બદલ અભિનંદન. સદાય
નવું કરતાં રહો એવી ટીમ નવા નદીસર ને શુભેચ્છા.
~ ચાંગભાઈ કાગ, બનાસકાંઠા
ખુબ ખુબ આભાર સાહેબ તમે મારા માટે હંમેશા
પ્રેરણાસ્ત્રોત છો . તમને અને તમારી શાળાની દરેક પ્રવૃત્તિ ને સોશિયલ મીડિયા
મારફતે બે વર્ષ થી વધુ સમય થી ફોલો કરું છું. તમામ પ્રવૃત્તિઓ મારી શાળામાં અમલ
કરવા નો પ્રયત્ન કર્યો છે. પણ તમારી સાથે વાત કરવાની હિંમત નહોતી પણ હવે પ્રયાસ
કર્યો છે તમે મારા શિક્ષકત્વને પ્રેરણા પૂરી પાડો છો. હંમેશા પ્રેરણાદાયી બની
રહેશો..
;- મલયત્રિવેદી
' સાચું શિક્ષણ એ કે જે વિદ્યાર્થીઓ ને
પગભર કરી દે- પોતાની મેળે વિચારતો કરી દે.'
- નવાનદીસર શાળા નુું બાયોસ્કોપ 10
વર્ષ પૂરાં કરે છે ત્યારે,
હુું કંઈક જણાવવા ઈચ્છું છું કે જે
કાંઈ હુું નવાનદીસર પાસે થી શીખી છુું.
- પ્રથમ તો , નવાનદીસર શાળા,,,,,, એક એવું સ્થળ જ્યાં (ન)વતર પ્રયોગો ,સુંદર મજાની (વા)ર્તાઓ , (ન )વીન કાર્યો દ્વારા અભ્યાસ માં (દી)ન
એવા બાાળકોને જ્ઞાન માં (સ)મૃદ્ધ બનાવવામાં સતત (ર )ત રહેતાં શિક્ષકો.
વિશ્વામિત્ર ના ગુરુ રૂચિક રૂષિ એ
જ્યારે વિશ્વામિત્ર ને શિષ્ય તરીકે સ્વીકારે છે ત્યારે તેમના મનમાં સતત પ્રાર્થના
ચાલ્યા કરે છે કે ઈશ્વર મને તેનો ગુરુ થવાનું સામર્થ્ય અર્પો. રૂચિકે રૂષિ એ
વિનમ્રભાવે કહ્યું હતું કે તેમના મનમાં સતત ધોળાયા કરતું હતું કે તેઓ ભાવિ
મંત્રદ્રષ્ટા ના ગુરુ થવાના છે. અને આ પ્રસંગ તેમને જીવન ની ધન્ય ઘડી જેવો લાગ્યો.
તો આ જ રીતે આપણે જ્યારે એક આદર્શ ભાવિ નાગરિક નું ઘડતર કરવાનું છે અને એ સૌભાગ્ય
આપણને સોંપડ્યુ છે ત્યારે ,તે આપણને નવાનદીસર માં પણ જોવા મળે છે.
બાયોસ્કોપ ની વાત કરું તો - बायस्कोप का हिन्दी अर्थ, परदे पर चलते-फिरते चित्र
दिखाने वाला यंत्र।
હા, એ જ આપણે બાયોસ્કોપ માં જોઈએ છીએ અને માર્ગદર્શન મેળવીએ છીએ. સાચા
અર્થમાં બાયોસ્કોપ તેનું કાર્ય કરી રહ્યું છે. પારદર્શક કાર્ય.
આ શાળામાંથીમને ઘણું બધું શીખવા મળે
છે. નવા નવા વિચારો મળે છે. નવા પ્રયોગો મળે છે. અહીં મેધા અને મહેનત ના સુભગ સંયોગથી
આ નવાનદીસર શાળા એ શાળા માંથી પ્રયોગ શાળા અને અંતે આશ્રમ બની રહી છે.જ્યાં બાળકો
નો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. શાળા પરિવાર અને બાળકોની મહેેનતથી શાળા નંદનવન બની
ગઈ છે.
અહીં બાળ પુષ્પો મુક્ત મને ખીલી રહ્યા
છે. સૌની પ્રતિભા સહિયારા પ્રયાસ થી વિકસી છે. માનવીના ઘડતર નું કાર્ય બહું કપરું
છે. કાળમીંઢ પથ્થરમાંથી કુશળ શિલ્પી પોતાની કલ્પના મુજબ નો ઘાટ ઉતારે છે, પરંતુ માનવને ધાર્યો ઘાટ આપવાનું
સહેલું નથી ચાકડે ચડેલા માનવ-પીંડ નો ઘાટ માત્ર પ્રત્યક્ષ પુરુષાર્થ થી જ સાધ્ય
છે. અને આ તપ બહારથી લાદી શકાતું નથી એ તો અંદરથી જ સ્ફૂરે છે. બહારથી લાદેલાં તપ
ઘણીવાર દાંભિક્તાનો અંચળો બની જાય છે. અને માટે જ અહીં જડ નિયમન કરતાં જીવન નો
ધબકાર સવિશેષ દેખાય છે. અહીં પ્રત્યેક વ્યક્તિ( બાળક) ના સ્વત્વ નું વર્ચસ્વ છે.
નિયમો સૌ કોઈ પાળે છે પણ કોઈ ને ગૂંગળામણ થતી નથી. યમ-નિયમો બહારથી લાદવામાં ન
આવતા અંદર થી સ્ફૂરે છે. માટે જ નવાનદીસર મોખરે છે. અહીં ના શિક્ષકો તો ખરા જ પણ
બાળકોને પણ સૌ ઓળખે છે. ઊ.દા. મારો પ્રિય મહંમદ ( ફિરદોસ)👌
ઘણું બધું લખવું છે આ આશ્રમ વિશે. પણ
હવે ફરી ક્યારેક. મારી સાધનાનો સમય થઈ ગયો છે .માટે નવાનદીસર શાળા અને બાયોસ્કોપ
ને ઘણી ઘણી મંગલ કામનાઓ સાથે વિરામ લઉં છું.
🌹મંગલ હો ,સબકા મંગલ હો ,ખૂબ મંગલ હો 🌹
-: Jagruti Pandya
No comments:
Post a Comment