ભાષાની
ભુલભુલામણી !
ભાષા પણ અદભુત રસાયણ છે ! એવા પ્રયોગો એના વડે થાય કે
રોજ એમાંથી કૈક નવું નવું મળ્યા જ કરે !
ધોરણ સાતમાં ગણિતના તાસમાં પ્રાકૃતિક
સંખ્યા વિષે વાત ચાલતી ત્યાં જ –
“આ પ્રાકૃતિક કેમ કહેવાય ?
શિક્ષકે પોતાનો તર્ક આપ્યો, “પ્રકૃતિ પરથી શબ્દ આવ્યો હોય પ્રાકૃતિક અને
પ્રકૃતિમાં ઓછામાં ઓછું એક તો હોય જ એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે.”
“તો પૂર્ણ શું કામ ? “
“હમમમ... એમાં એવું થયું
હોય કે પછી બધા વ્યવહાર કરતા થયા હોય અને “મારું તારું” એમ કહેતા થયા... ..હવે
પ્રકૃતિમાં એક હોય – પણ મારી પાસે એક પેન્સિલ હોય અને તું લઇ લઉં તો મારી પાસે
કેટલી પેન્સિલ કહેવાય ? એ વિષે પ્રાકૃતિક સંખ્યાઓ ચૂપ હતી – અધુરી..હતી....એ
સ્થિતિ દર્શાવવા... એ સંખ્યાઓ ગાતી હતી ... “હમારી અધુરી કહાની...” તો ત્યાં આવ્યો
એક “હીરો” એનું નામ “ઝીરો” ! એણે કહ્યું હું આવી ગયો ! અને સંખ્યાઓ પૂરી થઇ
એટલે પૂર્ણ થઇ !
“પણ ૧ ને “એક” કેમ કહેવાય
?”
“હવે એ તો પહેલેથી કહેવાય
એટલે આપણે એને “એક” કહીએ, અંગ્રેજીમાં “વન” અને
સંસ્કૃતમાં “એકમ” – એવું તો હોય ! એમાં આપણું કઈ ના ચાલે.. જો તારું નામ રીટા કેમ છે
? (હસાહસ) “હે ! એ તો હોય ને વળી, જે પડ્યું એ પડ્યું.. !”
“તો આ સંખ્યાઓ અને બધાના નામ વિષે પણ એવું જ છે !”
પાંચમા ધોરણમાં :
“અરે ! મારી કલીના કમલા, નામનો પહેલો અક્ષર કેપિટલ કરને યાર ! પાંચમું ધોરણ અડધું થયું હજુ ય ભૂલી
જવાય છે ?
“હાળું, આ કેપિટલ શું કામ કરવાનો ?”
“એ તો અંગ્રેજીમાં એમ લખાય
એટલે એમ લખીએ !”
“કોણે નક્કી કર્યું ?”
“જા, અંગ્રેજોને મળીને પૂછી લે જે !”
“હે ! હજુ અંગ્રેજો છે ?
ક્યાં છે ? એ તો જતા રહ્યા ને ?”
“અરે, એમ નહિ પણ અંગ્રેજી બોલે એ અંગ્રેજો એમ કહું છું..
!”
“પણ આ કેપિટલવાળું શું કામ
નક્કી કર્યું ?”
“મને સાચે જ ખબર નથી ! ખબર
પડશે એટલે કહીશ !”
(આ કેપિટલ વિષે કોઈક તર્ક હોય તો અમને મોકલજો !)
ધોરણ : ૮ માં
“આજે શું ગણિત કે અંગ્રેજી
?”
“અંગ્રેજી !”
“તમે અંગ્રેજીમાં શીખવવાના
?”
“હા, અંગ્રેજીને અંગ્રેજીમાં શીખવીશ !”
“સાહેબ, તમને કોઈએ સીધું બોલતા શીખવ્યું જ નથી?”
“મેં શું ઊલટું કહ્યું ?”
“અંગ્રેજી અંગ્રેજીમાં
કેવી રીતે?”
“જેમ તરવાનું પાણીમાં એમ
અંગ્રેજી અંગ્રેજીમાં !”
“સીધું સીધું કહો નહિંતર
નથી વાત કરવી !”
“તમે તમારી દ્વિતીય સત્રની
ચોપડી ખોલો અને તેના શિક્ષક અને વાલી માટે આપેલા ચાર પેજીઝ વાંચી જાઓ !”
“હંકઅ... અમે શું કરવા
વાંચીએ ?”
“એટલે અમે તમને ખોટી રીતે
શીખવીએ તો તમને ખબર પાડી જાય કે આ રીતે નહીં આ રીતે શીખવવાનું હોય !”
“અરે યાર ! પણ તરવાનું અને
અંગ્રેજી શીખવાનું એ તો કઈ રીતે એ તો કહો !”
“એનો જવાબ એ ચાર પેજીઝમાં
છે !”
એ વાંચવા માંડ્યા અને શિક્ષકની નજર “ભાષા સંગમ” કાર્યક્રમ માટે બોર્ડ પર
લખેલા વાક્યો પર ઠરી !