આખું જગ લાગે છે પ્યારું, એ જોવાની આંખો મારી છે
ગુજરાતી !
આપણા બાળકોને “વસુધૈવ
કુટુમ્બકમ” ના સ્તરે લઇ જવા માટેનો રસ્તો ય વાયા
ગુજરાત અને ગુજરાતી છે. એવા આપણા ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવવો એ સરકારી નહિ “મારી” ફરજ
છે –
મારો ઉમંગ છે ! ૧ લી મે અને
વેકેશનનું કોમ્બો કદાચ આ વખત પહેલી વાર થયું. શાળાની પ્રવૃતિઓ મોટેભાગે
વિદ્યાર્થીઓ જ ડીઝાઈન કરે એવો આગ્રહ અમારો હોય છે ! પરંતુ આ વખત સમયની સ્થિતિ જોતા
એ આગ્રહ – દુરાગ્રહ જેવો લાગ્યો – એટલે
લક્ષ્મણભાઈએ – ઈન્સ્ટન્ટ અને અસરકારક બને તેવું
માળખું વિચાર્યું. આવા, સમયમાં શાળા સમય બાદ પણ શાળાની સ્ટાફ
મીટીંગ શરૂ રહે એ માટે અમારું વોટ્સ એપ ગ્રુપ ફરી આશીર્વાદરૂપ નીવડ્યું. પહેલો વિચાર કાલે (૧ લી મે) આપણે એવી કઈ
વાતો-ચર્ચાઓ કરી શકીએ જેથી બાળકોને મજા પણ પડે અને ગુજરાતી હોવું એટલે શું હોવું
એનો અહેસાસ પણ થાય ! -લખી-ભૂંસી-ફરી
લખી-ફરી ભૂંસી-ફરી લખી એમ આવર્તન થઇ નક્કી થયા આ વિષયો – અને એ
વિષયો કોણ રજુ કરશે તેનું આયોજન. ચર્ચાનો ચોતરો -
મુદ્દો –ગુજરાત
ગુજરાતનું પહેલું પહેલું-:
સ્વપ્નિલ
|
ગુજરાતનો ઇતિહાસ – રાકેશભાઈ
પ્રજાપતિ
|
ગુજરાત ભૂગોળ-: લક્ષ્મણભાઈ પરમાર
|
ગુજરાતમાંજોવાલાયક-: શાંતિલાલ
|
ગુજરાતના પ્રખ્યાત વ્યક્તિઓ – નીલાબેન |
ઈન્ટરનેટ, ટેક્ષ્ટબુક્સ
અને લાઈબ્રેરી જેને જે અનુકુળ લાગ્યું એના આધારે તૈયારી સાથે અમે શાળામાં ! ચર્ચા માટે નવા બનેલા “બાળ
રંગ મંચ”
નો વિસ્તાર પૂરતો રહ્યો ! – મોટા
ભાગના ટાબરિયા માટે તો વેકેશન શરૂ થઇ મામા ને ઘેર અને લગ્ન પ્રસંગોમાં હાજરી
મહત્વની હતી. અને એ સ્વાભાવિક પણ હતું. આયોજન હતું – સભા
સ્વરૂપનું પણ બાળકોની સંખ્યા જોતા એને ચોતરાની ચર્ચાના સ્વરૂપમાં ઢાળી દીધું !
વાતો-સવાલ-જવાબ-હાસ્યો-નવાઈ-
બધામાંથી
પસાર થયા પછી બાળકોને કહ્યું કે તમે આજે ગુજરાત વિષે જે જાણ્યું એ અને વધુ જાણવાની
ઈચ્છા થઇ હોય તે આજુબાજુમાં જેની પાસે વોટ્સએપ હોય તેમને કહેજો તમારો સવાલ “આપણું
નવાનદીસર” ગ્રુપમાં લખશે. અમે તમને વધુ વિગત
કહીશું ! બાળકોના સવાલ ના આવ્યા પણ ઘરે ગયા પછી કેટલાક વિદ્યાર્થીઓએ ઉજવણી શરૂ
રાખી અને ચિત્રો દોર્યા, નિબંધ લખ્યા અને તેનું શેરીંગ ગામના
ગ્રુપમાં કર્યું !
સમજાયું કે આ બાળકો હવે સેલિબ્રેશન એટલે શિક્ષકો તરફથી
મળતું
“ઇનપુટ” જ નહિ
ત્યારબાદ તેમના વડે અપાયેલું “આઉટપુટ” પણ છે
– તે સમજી ગયા છે !
જય જય ગરવી ગુજરાત !!!!