September 30, 2015

બાળમાનસના વિકાસ માટેનું અમૃત -: રમતો


બાળમાનસના વિકાસ માટેનું અમૃત -: રમતો

                       મિત્રો, રમતો અટેલે શું? -એમ પુછવામાં આવે ત્યારે આપણા મનમાં પહેલાં તો કાલ્પનિક રીતે બે ભાગ પડી જતાં હોય છે ! એક ભાગ વર્ગખંડો અને બીજો ભાગ એટલે રમતના મેદાનો. બાળકોનું  સમય પત્રક પણ આપણી શાળામાં આ  બે ભાગોને ધ્યાનમાં રાખી વહેચાયેલું જોવા મળે છે. સમાજની વૈચારિક માનસિકતાનું પણ જો અધ્યયન કરવામાં આવે તો પણ શાળાકીય રમતોને અભ્યાસક્રમથી અલગ જ રીતે જોવામાં આવે છે, વાલીનો શાળામાં પ્રવેશ પણ પોતાના બાળકની આ ફરિયાદ સાથેનો જ હોય છે કે, “સાહેબ,આ તો ઘેર રમ્યા જ કરે છે ! ચોપડું લઈને બેસતો જ નથી !” ત્યારે આપણને સમજાય છે કે આપણે બાળકોને રમતો માટેની સમય પત્રકમાંની જગ્યા કેટલી સીમિત કરી રહ્યા છીએ. કેટલાંક વાલીઓને મનમાં તો “રમવું” એટલે “ન ભણવું” એવો જ ખ્યાલ ઘર કરી ગયેલો જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રમવું એટલે રમવું અથવા જો થોડુંક જ  વિસ્તારથી વિચારે તો શારીરિક કસરત ગણી લેવામાં આવે છે. પરંતુ આ જ વાતને થોડીક વિસ્તાર પૂર્વક વિચારવામાં આવે તો રમતોનો બીજો છેડો શારીરિક જ નહિ માનસિક કસરત સાથે જોડાશે ! તે કોઇપણ રમત હોઈ શકે છે ! માટલા ફોડ બાળકને અંતરનો અંદાજ કરવાનું શીખવે. લીંબુ-ચમચીમાં ચાલતી વખતે ચમચી પરના આંચકાને ભૂકંપના આંચકાની સાથે જોડી સમજ આપી શકાય અથવા તો તે સમયે દાંતનું એક સ્પ્રિન્ગ તરીકેનું કાર્ય સમજાવો કે  લીંબુ ગગડી પડવા પાછળ તેના આકાર અંગેની ચર્ચા કરો. કબડ્ડીની બચાવ યુક્તિ  કે ચેસની વ્યુહ રચના ગોઠવવા બાળકને જબરજસ્ત માનસિક કસરત કરવી પડતી હોય છે. આ બધાનો સીધો ફાયદો વર્ગખંડોમાં થતો હોય છે, પરંતુ આનો વધુ ફાયદો ત્યારે જ સંભવ બને છે જ્યારે મેદાનનું શાળાકીય આયોજન વર્ગોમાંના આયોજન સાથે અનિવાર્યતા પૂર્વક જોડવામાં આવે ! એટલે કે આપણું આયોજન એવું હોય કે રમત એ બાળક માટે તો રમત જ રહે પણ, આપણા માટે તો તે બાળ-વિકાસના હેતુ માટેની તક હોય !! ચાલો આ દિશામાં તો હજુ અમારે પણ ઘણું વિચારવાનું બાકી છે, ત્યાં આ વિશેના તમારા વિચારો અમને મળશે તેવી આશા સાથે.... આગળ વધીએ !!!  

September 27, 2015

વક્તુત્વ સ્પર્ધામાં અમારો સંજય !!!


!!! વક્તુત્વ સ્પર્ધા !!!

ક્લસ્ટર કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર અમારો સંજય તાલુકા કક્ષાની વક્તુત્વ સ્પર્ધા માટેની તૈયારીઓ કરી રહ્યો છે, આપ પણ નીચે આપેલ લીંકસ ધ્વારા તેના પ્રેક્ટીસના વિડીયો જોઈ તેને કોમેન્ટ ધ્વારા માર્ગદર્શિત કરો,  જેથી તે તાલુકા કક્ષાએ વધુ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શકે !!

PART-1

PART-2

September 19, 2015

જ્ઞાન સપ્તાહ, સમયથી નહિ- સમજણથી !!!


જ્ઞાન સપ્તાહ, સમયથી નહિ- સમજણથી !!!
સરકારી કાર્યક્રમ તરફ આપણને થયા જ કરે – “અત્યારે આ કાર્યક્રમ ના હોત તો વધુ સારું કરી શકાયું હોત !” એમ વિચારતા વિચારતા એ કાર્યકમ યોજીએ પણ ખરા ! એ વિચાર આપણને એમાંથી બાળકો માટેની “લર્નિંગ ઓપુર્ચ્યુંનીટી” ઉભી કરવાના વિકલ્પો વિચારવામાંથી હલાવી દે છે.
ગત વર્ષે અમે પરિપત્ર જ બાળકોને આપી દીધો અને તેને આધારે ઉજવાયું હતું – 
     આ વર્ષે સ્થિતિ જુદી હતી – ક્યારેય એક જ કાર્યક્રમ માટે એ જ અનુભવ અને એ જ વાતાવરણ ઉભું કરવું શક્ય નથી બનતું. એટલે શિક્ષકો એ લીડરશીપ લઇ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી.. “ઓછામાં ઓછા સમયમાં તેમને ગમતી બધી પ્રવૃતિઓ” યોજાય તેવું આયોજન કર્યું.
છેક છેલ્લી ઘડી સુધી તેમાં પ્રવૃતિઓ ઉમેરાતી – બાદ થતી ગઈ.
             બધાને બધી પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાની લાલચ કરવાને બદલે તેમને ચોઈસ કરવા કહ્યું. એ એમના બધા માટે એક જબરજસ્ત માનસિક કસરત બની રહી ! “ચેસ કે કેરમ” “ યોગ કે દોરડા કૂદ” “સંગીત ખુરસી કે કોથળા દોડ”
         હજુ કેટલીક પ્રવૃતિઓ એવી પણ હતી કે જેમાં તેઓ એક થી વધુ પ્રવૃતિઓમાં ભાગ લઇ શકે.વાર્તા સ્પર્ધાને વર્ગદીઠ યોજી તેમાંથી દરેક ધોરણવાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સમુહમાં હિસ્સો લેવડાવામાં આવ્યો. જયારે કાવ્યગાનમાં બધા ભાગ લઇ શકે તેવું આયોજન કર્યું.
              “મેથ્સ ઓલિમ્પિક” “અંગ્રેજી ક્વિઝ” એ તમામ માટે ફરજીયાત કરી ને તે માટે બધાને તૈયારી કરી તેમનો ટેસ્ટ લેવાયો. સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીની ક્વિઝ માટેના પ્રશ્નોનો સંપુટ તેમના વડે જ તૈયાર કરાવ્યો અને તેમાંથી જ કેટલાક પ્રશ્નોનો ઉપયોગ ક્વિઝ દરમ્યાન કર્યો.
        આ વખત પ્રથમવાર અમે મૌખિક એનાઉન્સમેન્ટ કરવાને બદલે નોટીસ બોર્ડ પર સૂચનાઓ લખી કે – કઈ સ્પર્ધા માટે કોની પાસે નોમીનેશન કરાવવું ?  કઈ સ્પર્ધા કેટલા વાગ્યે કયા વર્ગખંડમાં યોજાશે ? જેથી વિદ્યાર્થીઓ એવી સૂચનાઓ વાંચી – સમજી- તે મુજબ પોતાનું આયોજન કરતા શીખે ! ભાષાનું એક કામ એ રીતે પણ થયું. (લખેલું વાંચ્યા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફર્મેશન માટે તો શિક્ષકો પાસે જ જતા !)
             નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં માં “બાબાસાહેબ આંબેડકર” વિષય ઉમેરી દીધો ! જેથી એની સ્પર્ધા આગામી સમયમાં જયારે ક્લસ્ટર કક્ષાએ યોજાય ત્યારે અમારી પાસે શાળા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થઇ ગઈ હોય ! સમગ્ર સપ્તાહમાં અમે વિષયો, ઉપચારાત્મક કાર્ય, વિવિધ પ્રવૃતિઓ, બાળકોનો આનંદ અને તેમનું શીખવાનું – બધું જ સંતુલિત કરી શક્યા ! ટીમ વડે થતા કાર્યોની એ જ તો મજા હોય છે.
                       અને હા, આ સમગ્ર સમયની અમારા વડે થયેલી સમજણપૂર્વકની ઉજવણીએ શાળાને એક નવો હીરો આપ્યો – “સંજય” ! સામાન્ય રીતે શાંત અને ઓછું જ બોલતો એ વિદ્યાર્થી જયારે તેની એ મર્યાદાને ઓળંગી જે રીતે પોતાની વકૃત્વ કલામાં ખીલ્યો એ અમારા માટે એક સિદ્ધિ હતી ! 
ચાલો નીચેના વિડીયો ધ્વારા આ દરમ્યાનની અમારી કેટલીક લાગણી સભર પળોને માણીએ.... 
કોથળા દોડ !!
સંગીતખુરશી !!!
દોરડાંકૂદ !!!
કેરમ સ્પર્ધા !!!
ચેસ સ્પર્ધા !!
નિબંધ સ્પર્ધા !!!

સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીની ક્વિઝ












જ્ઞાન સપ્તાહ ઉજવણી અંતર્ગત એકપાત્ર અભિનય - કાવ્યગાન સ્પર્ધા !!!


નીચે કેટલાક વિડીયો- જે આપને વારંવાર જોવા અને સંભાળવા ગમશે !!!



September 05, 2015

!!! અમારું ગૌરવ- શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક !!!


!!! અમારું ગૌરવ !!!


 શાળા પરિવારના સભ્ય  એવા રાકેશભાઈને પંચમહાલ જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક મળતાં શાળા પરિવારના આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે, આ ગૌરવંતિ પળને આપ નીચેના વિડીયો ધ્વારા માણી શકો છો !!!