વાંચવું એટલે ????
પ્રજ્ઞા વર્ગ ધોરણ ૧ -૨ નું દ્રશ્ય ! “શિક્ષિકા કાર્ડમાં શબ્દ વંચાવે છે. શબ્દ છે - વાંદરો ! બાળકે વાંચ્યું “વાં...દ...રો...” શિક્ષિકાએ પૂછ્યું, ”તે વાંદરો જોયો છે ?” “ના, બેન નથી જોયો !” બાજુમાંથી બીજો બોલ્યો – “એ.. ઓદરો નથી જોયો ?!” પહેલો છોકરો મલકાઈને, “એ તો જોયો !”
શિક્ષિકા એ શાહેદી પૂરી “હમમ એ જ લખેલું છે – વાંદરો !”
આ દ્રશ્યે
વિચાર પ્રેર્યો કે વિદ્યાર્થીઓ વાંચી શકતા નથી અથવા તેમની કક્ષા મુજબનું વાંચી શકતા
નથી–એમની સાથે
આવો જ “ઓદરા
પ્રોબ્લેમ” હશે ?
જે વાંચીએ એનું ચિત્ર
મગજમાં ના બને એની પીડા હેલન કેલરે અનુભવી હતી – મિસ સુલીવાન એની હથેળીઓમાં જે લખતા તે તેની કોપી કરી દેતી. તે વસ્તુઓ હાથમાં લેતી –તેને સ્પર્શતી અને સમજતી કે તેની સાથે શું કરવાનું છે ! પણ તેના હથેળી પર લખાય છે એ અને તે જે વસ્તુને સ્પર્શે છે
તેની વચ્ચે કોઈ સામ્ય છે ! – એ સમજાયું નહિ ત્યાં સુધી તે માત્ર કોપી જ કરતી રહી ! એક ઝળહળતી પળે – W-A-T-E-R ના લખવા સાથે જ ફુવારાના પાણીથી એ
સૂઝ ખુલી ! હેલન પાસે તો કાન અને આંખો બંને નહોતું એટલે તેની
લડાઈ તેના પોતાના શરીર સાથે હતી. આપણા
બાળકો તો ઇન્દ્રિયોની ક્ષમતા હોવા છતાં “પોતે જે વાંચે છે અને
લખે છે તેનો અર્થ બનાવી શકતા નથી ! દરેક તબક્કે તેઓ આપણામાં મિસ
સુલીવાન શોધે છે. વર્ગમાં
જે વંચાય તે માત્ર “વંચાય” જ નહિ –
પણ અર્થાય એ પણ જરૂરી છે. તેનાથી
જ તે શબ્દો એમનામાં રજીસ્ટર થશે. સામાન્યપણે નવા શબ્દોની બોર્ડ પર
અર્થ સાથે યાદી કરવી એ હાથવગી ટેકનીક છે. તે મોટા વિદ્યાર્થીઓને
ચેલેન્જીંગ અથવા રસવિહીન લાગવા માંડે ત્યારે તેમને એ નવો શબ્દ જ જવાબરૂપે આપવો પડે
એવા પ્રશ્નો પૂછવા –
દા.ત. : ધોરણ
-૭મા
ભીખુ વાર્તા
“રોડ પર અકસ્માત થતો કોની ચપળતાથી ટળ્યો ?” વાંચીને સીધો જવાબ મળી જ જશે “શોફર” ! પૂરક પૂછો – “શોફરે કેવી રીતે ? શું
કર્યું હશે ?” આ પ્રશ્ન સાથે જ
તેમનામાં ઝબકારો થશે કે – શોફર
એટલે ડ્રાઈવર ! આ મુજબની ચર્ચા એમને
એ શબ્દ વાપરવા પણ પ્રેરશે.