July 13, 2009

Education is the best protection against the offenses of the world!

માણસના વિકાસનો મૂળભૂત પાયો જ શિક્ષણ છે.

સાચા શિક્ષણ વિનાનો માણસ સમાજ માટે બિનઉપયોગી હોય છે!

એટલું જ નહીં, તે સમાજ માટે નુકશાનકર્તા પણ હોય છે!

માટે જ કોઈ બાળક લેવા માટેના પ્રથમ પગથીયાની શરૂઆત કરતો હોય ત્યારે ફક્ત શાળાએ જ નહીં, પણ તે બાળકને પ્રોત્સાહિત કરવા સમાજે પણ હાજરી આપવી જોઈએ!

તેવા ઉદ્દેશ્ય સાથે ઉજવાતો પ્રવેશોસ્તવ અમે અને અમારા નવા નદીસર ના ગ્રામજનોએ અમારો અતિ પ્રિય તહેવાર ની જેમ ઉત્સાહથી ઉજવ્યો!

મારું માનો તો બાળક જ્યારે શાળામોં આવી શિક્ષણ લેવાની શરૂઆત કરે છે ત્યારે તેના બીજા જન્મની પણ શરૂઆત થતી હોય છે! (તેથી જ તો મોટા ભાગ ના બાળકો જન્મ સમયે રડે તેમ શાળામાં પ્રથમ દિવસે રડે છે!)

તેથી અમે શાળા પ્રવેશોસ્તવને બાળકના શૈક્ષણિક જન્મોસ્તવ તરીકે પણ નિહાળીએ છીએ!

પ્રસ્તુત છે તે દિવસની કેટલીક યાદગાર પળો!


સ્વાગતગીતને બદલે એક કાવ્યના અભિનયથી મહેમાનો અને ગ્રામજનો નું સ્વાગત કરતી વિદ્યાર્થીનીઓ!
કાર્યક્રમનું સંચાલન કરતા શ્રી શાંતિલાલભાઈ માલીવાડ
અમારો આજે શાળાનો પ્રથમ દિવસ છે!

સમાજ અને સરકારના પ્રતિનિધિ શ્રી મહેન્દ્ર રાહુલજી.....શાળા પર્યાવરણ, વિદ્યાર્થીઓ, શિક્ષકો ને સુંદર પ્રયાસ માટે અભિનંદન!


શિક્ષક્ ભંડોળ માંથી દર વર્ષની જેમ અત્રેની શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ SSC ની પરિક્ષામાં નવા નદીસરમાં પ્રથમ આવેલ એક કુમાર અને કુમારી ને પ્રોત્સાહન!


શિક્ષણ માં ડગ માંડતા બાળકો ને આશીર્વાદ આપવા ગામની માતાઓની વધુ હાજરી સૂચવે છે કે શિક્ષણની અસરો સમાજ સુધી પહોંચી છે!

આભાર સૌનો અને વાયદો શ્રેષ્ઠ શિક્ષણ નો - શાળા ના આચાર્ય શ્રી ગોપાલકૃષ્ણ પટેલ.

આપ પણ આમારા આ વિદ્યાર્થીઓને Email થી આશિષ મોકલી શકો છો!- gitansh2007@gmail.com


2 comments:

Deepaben shimpi said...

my very very best of luck for all school students forever

and best of luck for all staff best work

Deepaben shimpi said...

we get always inspriration from your blogspot