May 06, 2022

વાલી , બાળક અને શિક્ષક !!!! 👍

વાલી , બાળક અને શિક્ષક !!!!👍

કેટલાક ફેરફારો આપણે કરતા હોઈએ છીએ અને કેટલાક ફેરફારો સાહજિક અને સ્વાભાવિક હોય છે. શાળામાં વિદ્યાર્થીઓની અને વાલીઓની ભાગીદારી વધારવા માટેના પ્રયત્નો ખરેખર અમારા તરફથી એટલે કે શિક્ષકો તરફથી થતા પ્રયત્નો કહી શકાય. વખતે શાળાના વિદ્યાર્થીઓમાં જે વૈવિધ્ય જોવા મળ્યું પહેલા ક્યારેય જોવા નહોતું મળ્યું. કોવિડ સમયમાં કેટલાંકે ઘરે શાળા કરતાં વધુ લખવાનું કામ કર્યું, તો કેટલાકે ફરીથી પેન પકડી હોય તેવું શાળાઓ ખૂલ્યા પછી બન્યુંખાનગી શાળાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓના વાલીઓ વધુ તકેદારી અથવા તો એમ કહો કે વધુ પડતી તકેદારી રાખે સ્વાભાવિક છેએટલે તે બાળકોની લખવાની પેટર્ન વધુ સઘન બની. પરંતુ સામે પક્ષે અમારા કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હતા કે તેઓ શું લખશે ? કેવી રીતે લખશે? તે વિશે ચિંતા હતી બધું સમેટીને સતત વાતનું ધ્યાન રાખી રોજેરોજના વર્ગકાર્યમાં જવાબો લખવાની સ્કીલ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

        પરીક્ષાઓ તો પૂર્ણ થઈ. પરીક્ષાનો કાર્યક્રમ અને પરિણામની તારીખ વચ્ચેનો સમયગાળો જોતા વખતે તો આપણે ગ્રામોત્સવ તો નહીં કરી શકીએ તે નક્કી હતું. અભ્યર્થના માટેનો કાર્યક્રમ તો થશે એવું હતું, પરંતુ બીજું શું કરી શકાયગુણોત્સવનું એક વિધાન વાલીઓને જવાબવહી બતાવવી. પણ માત્ર જવાબવહી જોઈ, તેમાં સહી થઈ જાય એટલું  પૂરતું નહોતું. વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેમાંથી જે કેટલીક બાબતો નીકળીને આવી તે મુજબ આયોજન થતું ગયું. બાળકોમાં પણ જોશ જોવા મળ્યો કે કાલે અમારા સૌના માતા-પિતા શાળામાં આવવાનાં છે. દરેકે પોતાના વર્ગની જે સજાવટ કરી છે તો ફોટોગ્રાફ્સમાંથી જોઈ શકશોપણ તેમનો ઉત્સાહ અને ઉમંગ અમે અનુભવ્યા છે.

સૌ પ્રથમ ગ્રીન હોલમાં વાલી સંમેલન દરમિયાન વાલીઓને કેટલીક પાયાની બાબતોથી અવગત કરવામાં આવ્યાં. જેમ કે શાળાએ ગયા વર્ષ દરમિયાન શિક્ષણ માટે અને બાળકોના ઘડતર માટે  શું શું કર્યું ?  આપણે સાથે મળી શું કરી શક્યા? શું કરી શક્યા ? વળીજ્યારે જવાબવહી  બતાવવાની હોય ત્યારે તેના કેટલાક ભયસ્થાનો પણ હોય. જેમ કે વાલી પોતાના પડોશીના દીકરા-દીકરીના ગુણ સાથે પોતાના દીકરા કે દીકરીના ગુણની તુલના કરે અને તેના આધાર પર તેને લડે, વઢે અથવા તો મનમાં કડવાહટ રાખે. વાત માનવ સહજ છેએટલે તેમને ગ્રીન હોલમાં વાતને સમજાવવામાં આવીતેમના પૈકી કેટલાકને  પ્રશ્નો પૂછવામાં આવ્યો કે તેઓ જ્યારે શાળામાં ભણતા હતા, તે વખતે ધોરણ કે ધોરણ સાતના ગુજરાતી કે સામાજિક વિજ્ઞાન કે ગણિતના ગુણ કહોતેમાંથી કોઈ જવાબ આપી શક્યું  નહીંહમણાં 12 સાયન્સ પુરુ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રશ્નનો જવાબ યાદ હોય. તમે પણ કહો કે તમને તમારા પ્રાથમિક શાળાના ગુણ યાદ છેકે તે સમયની મીઠી કે ખાટી યાદો ? એટલે વાલીઓને સમજાવ્યું કે વાર્ષિક પરીક્ષાના કે કોઈપણ પરીક્ષાના ગુણ માત્ર આંકડો તે વિષયમાં તેને કેટલું આવડે છે  તે માપી શકશે નહીં ! હા તેના આધારે આપણે કઈક જાણી શકીશું ખરા ! તેના વિષયના શિક્ષક તરીકે એની જવાબવહી ચકાસતાં અમે જાણી પણ ગયા છીએ કે હજુ તેને કયા પ્રકારની અને કેવી મદદની જરૂર છે. એમાં જેટલા ગુણ ઓછા આવ્યા છે એટલી તેના માટે અમારે વધુ મદદ કરવાની છે. માટે કપાયેલા ગુણના આંકડાના આધારે તેની તુલના કરશો. વાલીઓને પણ સમજાવ્યું કે બાળકો છે જે પૈકીના ઘણા બધા વિદ્યાર્થીઓના મારી તમારી અપેક્ષા કરતાં આંકડા  ભલે ઓછા મેળવ્યા હશેપરંતુ ખેલ મહાકુંભ હોય કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વકૃત્વ સ્પર્ધા હોય કે કાવ્ય સ્પર્ધા કે પછી ચિત્ર સ્પર્ધા હોય, શાળાની દરકાર હોય, ચર્ચા હોય કે આગેવાની લેવાની હોય - બાળકોએ વિશેષ કાર્ય કર્યું છેબાળકની બધી બાબતો તમને માર્કશીટમાં અમે નથી આપી શકતા. એટલે માર્કશીટને વાંચવાની સાથે સાથે બાળકને વાંચશો તો તમને સમજાશે. એટલે ફક્ત આંકડાને આધારે તેની તુલના કરશોકારણકે  બાળકે આપણી તુલના બીજા કોઈના માતા-પિતા સાથે નથી કરી. માટે  આપણે પણ કરીએસાથે વાલીઓને પણ યાદ કરાવ્યું કે વેકેશન દરમિયાન અમારા બાળકો તમને સોંપીએ છીએ તો વેકેશન દરમ્યાન બાળકો પ્રત્યેની અમારી અપેક્ષાઓ શું છે ?

વાલીઓ તબક્કાવાર તેમના બાળકો સાથે કે વાલીઓ બાળકો સાથે પોતપોતાના ધોરણમાં ગયાત્યાં દરેક વિષયની જવાબવહી સાથે અમારા વિષય મોનિટર બેઠેલા હતા. વાલીઓ તેમની પાસેથી  બાળકનું નામ બોલતાં. બાળકો તેમને  બાળકની જવાબવહીઓ જોવા માટે આપતાં. ક્લાસમાં કોલાહલ હતો. કેમકે વાલી નામ બોલે તે પહેલાં તેનો ભાઈબંધ બૂમ પાડી કહી દેતો - અલ્યા દેવરાજના પપ્પા છે. દેવરાજના પેપર કાઢ. જવાબવહી જોયા પછી સહી કરી પાછી  મોનીટર ભેગી કરી લેતાં. ત્યારબાદ ક્લાસમાં રહેલ શિક્ષક પાસેથી માર્કશીટ મેળવવાની હતી. સાથે સાથે  શિક્ષક તરીકે ઉપસ્થિતિમાં અમારા સૌનો રોલ ત્યાં સ્પષ્ટ હતો કે હજુ પણ જવાબવહી જોયા પછી વાલીને ઉદ્દભવતી મૂંઝવણ દૂર કરવી. “બેન તો, અંગ્રેજીમાં પાછળ પડી ગ્યો - એવું ક્લાસરૂમમાં જ્યારે તેની મમ્મીએ કહ્યું ત્યારે ફરી અમે કહ્યું ચિંતા અમારી છે. આશાઓનું ટોપલું આંખોમાં ભરી તેની મમ્મી માર્કશીટ જોતાં જોતાં  ત્યાંથી નીકળી તો ગયાં, પણ જવાબવહી ચકાસતાં અમારા ધ્યાને આવેલ તે બાળકના અંગ્રેજી અંગેની ચિંતાને ફરી રિમાઈન્ડ કરતાં ગયાં

આવો ક્રમ ત્રણ-ચાર કલાક સુધી ચાલ્યો. વાલીઓના આનંદિત ચહેરાઓ જોઈ આનંદ થયો, તો સાથે  રિમાઈન્ડર પણ મળતાં ગયાં. જે અમારા અગામી વર્ષના ચેક પોઈન્ટ સમા હતા. વાલીઓની અપેક્ષાઓ પર અમે સૌ ખરાં ઉતરીશું કારણ એમનો અમારા પરનો ભરોસો અમને પીઠબળ પૂરું પાડે છે.

હજુ આવી ઔપચારિક અને અનૌપચારિક રીતે વાલીઓને બાળકોના શિક્ષણ સાથે જોડવા માટે બીજું શું કરી શકાય તે અમને કહેજો.























































video