“વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષયની ઉપેક્ષા એ પરોક્ષ રીતે ભવિષ્યમાં
વધુ અંધશ્રદ્ધાળુ સમાજ પેદા કરી શકે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી એ પર્યાવરણ વિષયનો ઉત્તરાર્ધ જ છે, આપણી આસપાસના પર્યાવરણમાં બનતી ઘટનાઓના નિયમોને વ્યાખ્યાઓમાં ફેરવી સાબિત કરવા એટલે જ વિજ્ઞાન ટેકનોલોજી. ઉપલા ધોરણોમાં આ વિષયનું એટલું જ મહત્વ છે જેટલું ધોરણ-૧ થી ૪ના અભ્યાસક્રમમાં “માતૃભાષા”નું મહત્વ છે. આ વિષય ધ્વારા બાળકો રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ/ક્રિયાઓ કેમ અને કેવી રીતે???? તેના કારણો અને નિયમો જાણે છે.
બાળપણથી જ ગ્લાસ વડે ડોલમાંથી ગ્લાસ વડે પરપોટા રમતો બાળક ધોરણ પાંચના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના અભ્યાસક્રમનો આધાર લઇ સમજે/જાણે છે કે “હવા જગ્યા રોકે છે.”
નાનપણથી જ પડઘાની મજા માણતો બાળક ધોરણ પાંચમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની સમજ મેળવ્યા બાદ પડઘા માટે જરૂરી પરિસ્થિતિ અને તે માટેના જરૂરી નિયમોને જાણી પડઘો એટલે “અવાજનું પરાવર્તન” એમ બોલતો થાય છે.
ધોરણ-૬ના વિજ્ઞાન અને ટેકનોલોજીના એકમ “મૂળ,પ્રકાંડ અને પર્ણના કાર્યો” જાણે છે ત્યારે શાળાના બગીચાના છોડને પાણી કેમ મૂળમાં જ પાઈએ છીએ તે સમજે છે,
ધોરણ સાતના વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસક્રમના આધાર લઈ બાળક સમજે છે કે સ્વાદ પારખવા આપણે જીભનો ફક્ત ઉપયોગ જ કરીએ છીએ, સ્વાદ કયો છે તે તો જીભ નહી પણ તેમાં રહેલા “સ્વાદચેતા” ધ્વારા મગજ જ નક્કી કરે છે.
ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી આ બે વિષયો એવા છે કે જો બાળકોના પ્રાથમિક શિક્ષણમાં આ બે વિષયની ઉપેક્ષા થાય તો તે બાળકોના આગળના અભ્યાસ દરમ્યાનના અભ્યાસક્રમમાં સંકલન સાધવું કેટલીકવાર મુશ્કેલ અને મોટેભાગે અશક્ય બની જાય છે, એટલે કે તેનું પરિણામ બાળકે આગળના અભ્યાસમાં ભોગવવું પડે છે. [કદાચ વગર વાંકે ] વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય માનવ જીવન માટે ખૂબ જ અગત્યનો છે, આપણી આસપાસ કેટલાક લોકો વિજ્ઞાનના “પ્રયોગો” ને “ચમત્કારો” તરીકે ચીતરી વિજ્ઞાનથી અજાણ સમાજને છેતરવા માટેના વાડોલીયા ઉભા થયેલા નજરે પડે છે.જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં કાચા પાયાવાળા બાળકોનું સર્જન કરીશું તો તેના બદલામાં આગામી વર્ષોમાં આપણને હજુ વધુ અંધશ્રદ્ધાળુ સમાજ મળશે અને તેનું પરિણામ તો છેલ્લે આપણે અને આપણી પેઠીએ જ ભોગવવું પડશે.
કેટલા રે કેટલા ...........તમે કહો એટલા.....
શિક્ષકશ્રીએ આપેલ સૂચના મુજબ જોડી બનાવતા બાળકો......
અરે યાર હું તો આઉટ થઇ ગયો..........
અમારી જોડી બની ગઈ..........
તમારી જોડી બની ગઈ કે નહી??
વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વિશે તમારું શું કહેવું છે? [કોમેન્ટમાં લખો]