અતરાપી.....તેમ કરવું મને જરૂરી નથી લાગતું!
માણસ નામે અદભૂત પ્રાણી છે...
કચ્છથી પાછા ફરતી વખતે સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, ભૂજ થી લીધેલા કેટલાક પુસ્તકો અને વળતરની એમની સેવાથી પ્રેરાઈને વિચાર્યું હતું કે હવે પછી આ ટ્રસ્ટ વિષે એક પોસ્ટ લખીશ-
પછી ગુરુજી સાથે ગાડીમાં જે પ્રકારનું લોક સાહિત્ય સાંભળવા મળ્યું તો થયું કે ..
”કાગવાણી”
વિષે કૈક લખવું જોઈએ..
પણ ઘરે આવી અને જ્યાં ધ્રુવ ભટ્ટની અતરાપી હાથમાં લીધી અને પૂરી થઇ(એક બેઠકે નહિ પણ એક શ્વાશે પૂરી થયેલી) ત્યાં સુધીમાં મને લાગ્યું કે પહેલા વિચાર્યું તે બધું કરવું જ જોઈએ એમ હું પહેલા વિચારતો હતો પણ હવે મને તે જરૂરી નથી લાગતું..
અદભૂત નવલકથા છે..(ફક્ત સાહિત્યિક પ્રકારથી કહું છું-નહીતર એ એક ગીતા પરનું સરળ ભાસ્ય છે!)
જો આવી સરખામણી પણ નકામી છે..આમ તો તમારે એ વાચવી જ પડે..હું અહી પ્રયત્ન કરીશ કે તે વાચવાની તમને ભૂખ જલદી લાગે..-
વાત તો કૂતરાઓની છે..
સારમેય અને કૌલેયક તેમની મા સદભાવીની!
સરમા(સારમેયની વિધર્મી પ્રેમિકા!)
સારમેયને નદીએ મળેલો કાળો તથા દરિયા કિનારે વિશ્વક્દ્રું નામનો કદાવર કૂતરો!
તેમાં ક્યારેક બીજા અનામી કૂતરા ભળે છે!
તેમાં પૃથા-તેનો પતિ-માળી-ગુરુજી-શકુ-સંજય-દોસ્તાર-દોસ્તારનો દીકરો પ્રશાંત-મંદિરનો પૂજારી-માંમદુ નામનો મુસ્લિમ પશુપાલક- હોડીવાળો-ઉટ ગાડીવાળો-તો શકુનો દીકરો અજ્ન્મેય પણ ખરો!
આ તો થઈ પાત્રોની વાત હવે કેટલીક લીટીઓ મારી બુદ્ધિ ઉમેર્યા વગરની સીધે સીધી ધ્રુવ ભટ્ટની કલમથી જ જોઈએ...(ધ્રુવ ભટ્ટને હું પ્રેરણાધામ, જૂનાગઢમાં મળ્યો હતો ૫ વર્ષ પહેલા –ઓટોગ્રાફ પણ લીધા હતા, આજે મળે તો ચરણ સ્પર્શ કરવા જ શોભે એવું મને લાગે છે! અથવા તેવું હોઈ શકે!)
O.K. ચાલો હું હવે જાઉં...
1. “શિક્ષક તમને નવું નવું શીખવશે.”-
“પણ હું તો રોજ કઈને કઈ શીખું જ છું”.-
“જાતે કોઈ દિવસ શીખાય નહિ”-
“હું શ્વાન તો છું જ કદાચ ગલૂડીયા હોઈએ ત્યાં સુધી અમને શ્વાન ન કહેવાય તેવું હોય પણ હું મોટો થઈશ ત્યારે આપોઆપ શ્વાન થવાનો.પછી શિક્ષક પાસે.....”
2. “આપણાથી રખડેલ કૂતરાઓ સાથે રમવા ના જવાય. આપણે જાતવાન શ્વાન છીએ તે યાદ રાખ.”
“હે..આ શ્વાન અને કૂતરા વચ્ચે શું ફરક?”
“અગર તેરી મા ઐસા કહતી હૈ તો ઉસે સમજાના પડેગા..મુઝે તો લગતા હૈ અબ ફૂલ ઔર પુષ્પ ભી અપને કો અલગ બતાને લગેંગે. તું અભી છોટા હૈ પર યે સમજ લે માલી ઔર સારમેય મેં ભી ફરક નહિ હૈ! યાદ રાખ તુઝે કહી બંધના નહિ હૈ!”
3. “ઇલાકો એટલે?..હું બહુ ભણ્યો નથી એટલે આવા શબ્દોની મને ખબર પડતી લાગતી નથી.”
“આ મને છોડે તો તને હમણા જ ખબર પડી દઉં કે ઇલાકો એટલે શું. તું જરા અંદર તો આવી જો. બધી ખબર પડી જશે.”
“ઓહ! સમજ્યો. જેને છોડીને બહાર જવું સલામત ન ગણાય તેને તમે લોકો ઇલાકો ગણો છો. ખરૂને?”
4. “તમે શ્વાન એટલે તમને જન્મથી તરતા આવડે. અમારે શીખવું પડે. કોઈ શીખવે તો આવડે.”
“કોઈના શીખવવાથી પણ આવડી જ જાય તેવું નથી હોતું. અમારા શિક્ષકનું માનવું છે કે તે જે શીખવે તેમાંથી હું ખાસ કઈ શીખવાનો નથી.”
5. “જાણ એટલે શું?”
“જાણ એટલે જાણ. જો આ નદીનું નામ જીવનધારા છે તે હું જાણું છું .....હા તે ક્યાં જાય છે અને હજી કેટલો સમય વહેવાની છે તે હું જાણતો નથી.”
“એટલે જાણ્યા પછી પણ કૈક જાણવું તો બાકી જ રહેતું હોય છે. કેવું મજ્જાનું.”
6. “ગીતાનો ઉપદેશ વાંચી, સમજીને યાદ રાખવાનો હોય છે કે અર્જુનના પ્રશ્નો પણ વાંચવા અને કંઠસ્થ કરવા પડે?”
7. “તું મને જોઈ ન શકે એટલે પહોચું પછી દૂર અને નજીકમાં શો ફરક પડે એ મને સમજાવ.”
8. “ભવિષ્યમાં તારા હાથે પણ આપણા જાતીભાઈઓનું કલ્યાણ થશે.,”
“હું હંમેશા વર્તમાનમાં જ જીવું છું.”
9. “કોઈ પાસેથી સાંભળેલું અન્યને કેવી રીતે સમજાવી શકાય તે મને આવડતું નથી. હું તો મને જે સમજાયું છે તે જ કહીશ.”
10. “કમળનું શું કરાય?”
“ક”
“સસલાનું શું કરાય?”
“ખવાય.”
11. મુંઝવણ માત્ર એટલી જ હતી કે ખેતરમાં દોડવું, નક્કામી વસ્તુ પગ તળે દબાવીને ફાડવી, અમસ્તા જ ઉત્સાહમાં આવી જઈને, બીજા ગલૂડીયા પર કૂદી પડીને કુસ્તી કરવી તે બધું ખરાબ છે તેવું વારંવાર શા માટે ગોખવું પડે છે તે આ શ્વાન શિષ્યોને સમજાતું નહિ.
12. “સોનાના વાસણો ક્યાં ગયા છે તે હું જાણતો નથી. વળી મંદિરમાં કૈક આવી-જઈ શકે; પરંતુ ચોરાય કેવી રીતે?”
13. “હવે તમે મને જવાબ આપો કે એક સવારે તમે મંદિરમાં વાસણો પ્રગટ થયેલા જોયા હતા. બીજી એક સવારે તે વાસણો અદ્રશ્ય થયેલા જાણ્યા. આ બે સવાર વચ્ચે તમને ફરિયાદ કરવા જેવો મોટો ફરક શો લાગ્યો?”
14. “અચાનક દીપડો અહી આવી ચડે તો આપણું શું થાય?”
“આ સસલાનું જે થઇ રહ્યું છે તે...અને પહેલા તું તો નીડરતાથી વરુનો સામનો કરતી જ હતીને?”
“વરુ એટલે દીપડો નહિ. અને ત્યારે મારે ગલૂડીયા ના હતા.”
“આજે પણ ગલૂડીયા છે જ નહિ તેમ માનીને તું હુમલો લ્હાલે તો તું દીપડાને પહોચી વળે.”
15. સારમેય તેમની સાથે જ રહેતો. તે કોઈને કઈ શીખવતો નહિ. સરમા ખડકના મથાળે બેસીને ‘ કૈક શીખવ, કૈક તો સારું શીખવ’ એમ બોલ્યા કરતી.
16. “મુશ્કેલી એ છે કે મારે, મારો કોઈ ઇલાકો જ નથી. હું જ્યાં હોઉં છું ત્યાજ જ રહું છું. એટલે હું અત્યારે અહી જ છું.”
17. “હું સપના જોઉં છું. સપનામાં મને જોઉં છું. હું જે કરું છું, તમે જે કરો છો,જેવું અત્યારે છે તેવું જ સપનામાં પણ દેખાય......હમણા જાગ્યા પછી મને વિચાર આવ્યો કે અત્યારે હું જોઉં છું તે સપનું હોય તો? હું તો ક્યાંક દૂર સૂતો હોઈશ, કદાચકોઈ અજાણ્યા ગ્રહમાં કોઈ બીજા દરિયાકાઠે, જ્યાં મારી મૂળ જગ્યા હશે.”
18. “જેમ તમે બોલ્યા વિના પણ તમરી જાતને સાભળો છો તેમ જ તમને આ બધાને સાંભળતા આવડી જાય તો તમે આ રીતે વાતો કરી જ શકો. તમારે આ બધાને સ્વીકારવા જોઈએ જે રીતે તમે તમારી જાતને સ્વીકારો છો.”
19. “હું શીખ્યો નથી. મેં જાણ્યું છે. શીખવા કરતા જાણવું વધુ યોગ્ય છે.”
20. “તે કહ્યા વગર ચાલ્યો ગયો હોય તેવું બને પણ નાસી જવું તેના સ્વભાવમાં નથી.”
21. “હું તો ગુરુજીના કહેવાથી સારમેય નમન કૂતરાને શોધું છું, ના જાણે ક્યારે મળશે?”
“જે દી’ ભૂલી જઈશ કે તું ગુરુજીના કહેવાથી શોધે છે તે દી’!”
22. “આ પેલા જીગ્નાશુની જ વાત લો, પહેલા મેં તેને મોનીટર બનાવેલો અને હવે તે શિક્ષક છે. તેમની પાછળ હું કેટકેટલી મહેનત કરું છું.”
“કૌલેયક, તારે મહેનત ઓછી કરાવી હોય તો તું તારી પાસેના બધા ગલૂડિયાને તેમની ખૂબીઓ અને ખામીઓની પાર જઈને એકસરખો પ્રેમ કર... તું કોઈને કઈ બનાવવાનું છોડી દે. પછી જો. પછી કદાચ તારે આ કેટ-કેટલા જેવું કઈ કરવું પણ નહિ પડે બધું આપોઆપ થશે.”
23. “ઘણા અવાજોમાંથી જે સાંભળવા યોગ્ય લાગ્ય હોય તે મેં સાભળ્યું છે, હું હંમેશા જે કહેવા ઇચ્છાતો હતો તે જ બોલ્યો છું, દ્રષ્ટિ સમક્ષ આવેલું તમામ મેં ધ્યાન પૂર્વક જોયું છું અને અંતે મેં જાણ્ય છે કે હું જાણતો નથી.”
24. “કોઈ શીખવાડતું ન હોય ત્યારે પણ આપણે શીખતા હોઈએ છીએ.”
25. “તું સપનું પૂરું કરીને જાગશે ત્યાં જોઇશ કે તું જ્યાં છે તે જ તારું ઘર છે.”
26. “સ્વામી, કાલે અમે તને છોડાવી જઈશું. આઈ પ્રોમીસ....”
“અજન્મ્ય, વચન ના આપ, દુખી પણ ના થા. હું પૂરાયો છું, તું પણ શા માટે પુરાય છે?”
27. “કઈ વાંધો નહિ. આજ સુધી પગ મને બધે લઇ જતા હતા, હવે હું પગને લઇ જઈશ.”
28. “સંસ્થામાં કામ કરાવીને બદલો વળવાનો અર્થ શો થાય તે તમને નહિ સમજાય. હું કૂતરો છું એટલે જાણું છું કે માલિક રોટલી બતાવે ત્યારે પૂછડી સ્થિર રાખવી તે જગતનું સર્વાધિક કઠીન કાર્ય છે.”
29. “અંધકાર જ શાશ્વત છે. પ્રકાશ કરવો પડે, અંધકાર કરવો પડતો નથી.”
30. “કઈ પણ છોડવા કે નવું કરવા અન્યની આજ્ઞા શા માટે લેવી પડે?”
31. “આત્મા વિષે હું કઈ જાણતો નથી. એવું જ તેના કલ્યાણની બાબતે પણ માનવું.”
32. “પ્રેમ હોય છે. તે કરી શકાય કે મટાડી શકાય નહિ. બીજી રીતે કહું તો અપેક્ષા, દ્વેષ, ભય, ક્રોધ, વેર બધું જ નાશ પામે ત્યારે જે શેષ રહે છે તે પ્રેમ. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે સહમત થાય, આપણું સારું ઈચ્છે કે કરે અને તેથી વિરુદ્ધનું કરે તેના તરફ ના થયા તે લાગણીને બીજું ગમે તે કહી શકાય, પણ પ્રેમ નહિ.”
33. “ગુરુને ના પામી શકે તેમને ગુરુના ઝભલા ડાબલાથી સંતોષ માનવો રહ્યો.”
34. “જો ઈશ્વર હોય તો કૃપા કે અવકૃપા કશું પણ કરી શકે નહિ.”
આ બધું વાંચી ગાય પછી અતરાપી વાંચવી ફરજીયાત રહે તે માટે કથાનક અહી નહિ કહું...પણ વાંચતા જજો અને વિચારજો કે આ કૂતરા કરે તેમાંથી આપણે ક્યાં વર્તનો કરીએ છીએ?
તેમજ તમે સારમેય છો કે કૌલકેય...તે પણ...
અને અંતે આ બધા વિષે એક ખાસ વાત કહી દઉં કે જે લેખકે અંતે કહી છે....
મારા કહેવાનો આ અર્થ નથી.