Showing posts with label Learning material. Show all posts
Showing posts with label Learning material. Show all posts

December 28, 2025

ટીચિંગ લર્નિંગ મટિરિયલ - કોના માટે? કોના વડે?

ટીચિંગ લર્નિંગ મટિરિયલ - કોના માટે? કોના વડે?

સૌ જાણીએ છીએ કે બાળક જન્મ પૂર્વેથી જ શીખવાનું શરૂ કરે છે. જન્મ પછી તેની શીખવાની પ્રક્રિયામાં થોડો ફેરફાર થતો હશે (જેમ કે, ગર્ભમાં બાળક માટે શીખવાનો એકમાત્ર સ્ત્રોત કદાચ શ્રવણ-ઇન્દ્રિય જ હોય છે), પરંતુ તે પ્રક્રિયા ક્રમિક રહેતી હોય છે. “મારે શીખવું નથી” - એવું કહેનાર વ્યક્તિ પણ ક્યારેય શીખ્યા વિના રહી શકતી નથી. એટલે જ તો ઘણીવાર કોઈ અમને પૂછે કે, "જેને શીખવું જ નથી, તે વળી શું શીખતો હશે?" ત્યારે મજાકમાં અમે હકીકત કહેતા હોઈએ છીએ કે, શીખવું નથી એવું કહેનાર વ્યક્તિ પણ “શીખવાનું કેવી રીતે ટાળવું અથવા શીખવું કેવી રીતે નહીં” તે માટેની મથામણ કરતાં શીખે છે! એટલે જ માણસ સતત શીખતો રહે છે, એવું આપણે કહેતા હોઈએ છીએ.

ત્યારે હવે બાળકોને શીખવતી સંસ્થાઓ માટે એ પ્રશ્ન ઉદ્ભવવો સ્વાભાવિક છે કે - જો બાળક જાતે જ શીખે છે, તો પછી શાળા કે શિક્ષકે શું કરવાનું? ત્યારે જરાય મુંઝાયા વગર અમારો જવાબ હોય છે - “લર્નિંગ”, એટલે કે 'શીખવું કેવી રીતે' તે અમે શીખવીએ છીએ. બાળકોને "ભણાવવા" (Teach) શબ્દ હવે આધુનિક જમાનામાં આઉટડેટેડ થતો જાય છે, અથવા તો જ્યાં તેનો ઉપયોગ થાય છે ત્યાં તેની વ્યાખ્યા બદલાતી દેખાય છે. બાળકોને અત્યારે જે રીતે ટેક્નોલોજિકલ એક્સપોઝર મળી રહ્યું છે, તે જોતાં જો કોઈ તેમને 'ટીચ' (Teach) કરવાનો પ્રયત્ન કરે, તો બાળકોને તે 'ટીચવા' (પીટવા) જેવું લાગે છે! અને તેના કારણે જ બાળકની પોતાની શીખવાની પદ્ધતિ અને શિક્ષકની શીખવવાની પદ્ધતિ 'મિસમેચ' થઈ રહી છે.

આવા વર્ગખંડીય વાતાવરણમાં ફક્ત બે જ બાબતો છે જે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના આ 'મિસમેચ'ને હટાવી 'ફૂલ મેચિંગ' કરી શકે છે: એક છે બંને વચ્ચેનો સંવાદ અને બીજું છે ક્રિએટિવિટી (એટલે કે, બંનેએ સાથે મળીને કંઈક નવું કરવાની પ્રવૃત્તિ)!

અમારો વર્ષો જૂનો એક ડાયલોગ ફરીથી યાદ અપાવી દઉં કે - “ભણવું એ આ દુનિયાની સૌથી કંટાળાજનક પ્રવૃત્તિ છે, અને નવું જાણવું કે શીખવું એ બાળક માટે સૌથી આનંદદાયી પ્રવૃત્તિ છે.” આ બંને સમાન લાગતા છતાં વિરોધાભાસી વાક્યો ઘણું બધું સમજાવી જાય છે. બાળકને નવું શીખવું તો છે જ, પણ 'ટીચાઈ-ટીચાઈને' એટલે કે ફક્ત સાંભળીને નહીં, પણ વાતચીત કરતાં-કરતાં અને કંઈક નવું બનાવતાં-બનાવતાં! Like a touring with friends! હવે આવો માહોલ જો આપણે આપણા વર્ગખંડોમાં ઊભો કરી શકીએ, તો જ બાળકો પોતે જાતે શીખતા અને સમજતા થાય - જેને મૂળ શિક્ષણ એટલે કે 'કેળવણી' કહેવાય છે.

બાળકો સાથે કોઈ એક વિષયવસ્તુ પર ચર્ચા થાય (Teaching), અને તેને શીખવા-સમજવા માટે જ્યારે ક્રિએટિવિટીનો સહારો લેવાય, એટલે કે બાળક સાથે મળીને તે સાધનનું નિર્માણ કરીએ - તેવી તક આપતી એક પ્રવૃત્તિ શાળામાં કરવામાં આવી. જોકે, આને 'પ્રવૃત્તિ કરવામાં આવી' તેના બદલે 'ઉજવવામાં આવી' એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. કારણ કે, કોઈ તહેવારની જેમ આજે કંઈક નવું અને વિશેષ કરી રહ્યાનો આનંદ તેમના ચહેરા પર સ્પષ્ટ નીતરી આવતો હતો. અને હા, હજુ તો મટિરિયલ પૂરું બન્યું પણ નહોતું, ત્યાં તો આખું ગ્રુપ તે બનાવતાં-બનાવતાં જ વિષયવસ્તુ શીખી ગયું! આ આશ્ચર્ય અમારા સૌના મનમાં ઊભરી આવતું હતું.

ચાલો, તમારે પણ જાણવું હશે ને કે આટલો બધો આનંદ આપનાર એ તહેવારનું નામ શું છે? અરે સાહેબ! "નામ મેં ક્યા રખા હૈ, માહોલ દેખો યારો!" - ક્લિક કરી પહોંચીએ એ ટીચિંગ-લર્નિંગની દુનિયામાં, જ્યાં મળે છે ત્રણ યાર:

 ટીચર, બચ્ચે ઔર સાથ મેં મટિરિયલ!

રીડિંગ રીલ્સ

શિક્ષક અને વિદ્યાર્થી સાથે મળીને શીખવા માટેના સાધનો બનાવે છે. મટિરિયલ તૈયાર થાય તે પહેલાં જ બાળકો વિષય વસ્તુ શીખી જાય છે.





December 12, 2021

જૂથનો જાદુ


જૂથનો જાદુ 


વર્ગખંડની પ્રક્રીયામાં સૌથી અગત્યનું જો કોઇ પરિબળ હોય તો એ છે સૂચનાઓ. અહીંયા સૂચનાઓ એટલે શિક્ષક જે કરવા માટે કહે અને એ મુજબ બાળકોએ કરવાનું એ જસૂચનાઓનહીં, પરંતુ વર્ગવ્યવહારમાં વપરાતા શબ્દો/શબ્દ સમૂહો અથવા તો વાક્યો એ બધાને આપણે સુચનાઓ એમ કહીશું. 

એ સુચનાઓ જેટલી વધુ સ્પષ્ટ અને બધા માટે એક જ અર્થ ધરાવતી હોય એટલા વર્ગખંડો વધુ જીવંત. જો એમાં વધુ પડતી સૂચનાઓ શિક્ષકે આપવાની થતી હોય તો વર્ગમાં શીખવા માટેનો સમય તો શિક્ષક શું કરાવવા માંગે છે એ સાંભળવામાં અને સમજવામાં જ જતો રહે. 

પ્રાથમિક શાળામાં જે બાળકો આપણી પાસે આવે છે એ બધા ઘરે ટુંકી અને પુનરાવર્તિત સૂચનાઓ જ સાંભળવા, સમજવા અને પ્રયોજવા ટેવાયેલા હોય છે. જ્યારે આપણા વર્ગમાં દરરોજ તેમને નવી નવી રીતે ભાષાને ઉપયોગમાં લેવી પડે છે. આ કારણે જ વર્ગના કેટલાકની ગાડી આગળના સ્ટેશને પહોંચી ગઈ હોય તો કેટલાકની ગાડી હજુ શરૂ જ ના થઈ હોય એવું જોવા મળે છે.  શિક્ષકે / સાથી મિત્રોએ શું કરવા માટે કહ્યું એ જ સમજણ ના પડે. એટલે જ વર્ગ વ્યવહારમાં જૂથ કાર્ય અને જોડી કાર્ય માટે અપાતી સૂચનાઓ  વર્ગમાં એવી અવ્યવસ્થા કરે કે આપણને થાય કે મોટાભાગનો સમય તો આ ગોઠવણી કરવામાં જ જતો રહ્યો. 

આ સમસ્યાના ઉકેલ તરીકે શાળામાં દરેક વર્ગમાં પાંચ જૂથ બનાવ્યા છે. જૂથ રચનાત્મક રહે અને તે જૂથબંધી ના થાય એટલે શિક્ષક તરીકે અમે માત્ર પહેલાં પાંચ વિદ્યાર્થીઓ (કે જેમને અમે અલગ અલગ જૂથમાં વહેચી દેવા માગીએ છીએ) ને કહીએ કે તેઓ તેમના જૂથ માટે વારાફરતી એક એક સાથી માગે. (બાળકો રમત રમવાની ટીમ આ રીતે જ પાડે છે.) પરંતુ એમાં શરત એટલી કે જો એ માગનાર છોકરો હોય તો એને છોકરીઓમાંથી કોઈને ટીમમાં માંગી શકે અને જો એ છોકરી હોય તો છોકરામાંથી કોઈને માંગી શકે... એટલે દરેક જૂથમાં છોકરા છોકરીઓની સંખ્યા જળવાઈ જાય. (જેન્ડર ઇકવિટી જળવાઈ ગઈ)   એક એક સાથી માંગે પછી તેઓ પોતાના જૂથની જગ્યાએ  જઈ બેસી જશે અને હવે તેમના જૂથ વતી  હમણાં નવા ઉમેરાયેલા વિદ્યાર્થીઓ માગશે. (એટલે એક જૂથમાં કોઈ એક જ વિદ્યાર્થીની પસંદના કે તેના જ મિત્રો ના ભેગા થાય. (જૂથ રચનામાં સમાવેશન પણ જરૂરી છે.)

આ રીતે જૂથ બની જાય ત્યારબાદ તે જૂથના દરેક સભ્યને એક ટેગ આપી.  દરેક જૂથના સભ્યોને : યુધિષ્ઠિર, ભીમ, છોટા ભીમ, અર્જુન, સહદેવ , નકુલ, હનુમાન, ગણેશ એવા નામ આપ્યા છે. (જો તમારા વર્ગમાં આઠ વિદ્યાર્થીઓ હોય તો આવા આઠ નામ પસંદ કરી શકાય.) આમ, હવે વર્ગમાં પાંચ જૂથ છે અને દરેક જૂથમાં ઉપર કહ્યું એમ આઠ નામ ધરાવતા વિદ્યાર્થીઓ. 

આ વ્યવસ્થા કરવા આપેલી ત્રીસ મિનિટ ત્યારબાદની આપણી વર્ગની તમામ સૂચનાઓને સહેલી કરી નાખે.  જેમ કે તમે કહ્યું પેજ નંબર 15 પર આપેલી પ્રવૃતિ - 4 વિશે ચર્ચા કરો અને લખો. હવે દરેક જૂથ પોતે એક યુનિટ તરીકે વર્તે છે અને તે પરસ્પર તે મુજબ તેમ કરવામાં મદદ કરવા માંડે છે. 

તમે અમારા ફેસબુક/ યુટ્યુબ પર આ રીતે જૂથમાં ચર્ચા કરી જૂથ મુજબ પોતાનું કાર્ય વર્ગ સામે રજૂ કરતાં બાળકો જોયા જ હશે.  જૂથના સભ્યો અંગે જવાબદારી કવિતા  , ગાન અને તાળી આ જૂથ એ ફિક્સ જૂથ તરીકે તેમજ સતત પરિવર્તન જૂથ તરીકે  કાર્ય કરી શકે. જેમ કે તમે માત્ર એટલી સૂચના આપો કે પાંચેય જૂથમાંથી અર્જુન નીકળી જઈ ને છઠ્ઠું  જૂથ બનાવશે. તો એક જ સુચનામાં છઠ્ઠું જૂથ બની જશે. તમે પાંચેય જૂથના યુધિષ્ઠિર/ અર્જુન/ગણે એમ જૂથ બનાવવા માટેની સૂચના પણ આપી શકો. 

આ જૂથના સભ્યો એકબીજાને એકમ કસોટીમાં આપણા વડે અપાયેલી સૂચનાઓ વાંચી તે મુજબ ઉપચારાત્મક કાર્ય કરવામાં મદદરૂપ થાય. આ સિવાય પણ જુદા જુદા જૂથમાં જુદા જુદા દાખલા ગણવા/ પ્રશ્નો ઉકેલવા/ પ્રોજેક્ટ બનાવવા જેવા કાર્ય સોંપવામાં સરળતા રહેશે. અને વર્ગનો વધુ સમય બાળકો શીખવામાં આપી શકશે. 

આ જૂથને બીજી કઈ કઈ બાબતો સાથે સાંકળી શકાય તે અંગેના સૂચનો અમને જરૂરથી મોકલજો


July 31, 2021

દરેક આફતમાં એક અવસર તો હોય જ છે.

દરેક આફતમાં એક અવસર તો હોય છે !

covid- 19  જેવી મહામારીમાં નાનામાં નાના કે ગરીબ વ્યક્તિ પણ સમાજ સેવાનું કાર્ય  કરી ને  રાષ્ટ્ર ધર્મ અદા કર્યો. જે પ્રકારની જિંદગી આપણે સૌ સમયમાં જીવ્યા છીએ કદાચ મહામારીના કારણે ..

શારદા મંદિરો સૂમસામ થઇ ગયા છે અને હવે બાળકો શાળાના બેલને બદલે મંદિરના ઘંટારવ વચ્ચે શીખે છેમહોલ્લા શિક્ષણ કે શેરી શિક્ષણ શરૂ કરી તેમની જ્ઞાન ગાડી પાટા પર લાવવાની કોશીશ ચાલી રહી છે. શાળાઓમાં ઘણાં સમયથી માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમ થી શિક્ષણકાર્ય સતત ચાલુ છે પરંતુ તેની  કેટલીક મર્યાદાઓ  હોય છે.

આપણી શાળાએ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જતા બાળકો માટે ઓફ્લાઈન  શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યુંબાળકો અને ગ્રામજનો સાથે સંકલન કરી જગ્યાઓ નક્કી થઈ. આમ ચાલુ સત્રની શરૂઆતથી ફળીયા શિક્ષણની શરૂઆત થઈ

"ગામ શીખવે ગણિત" નામની અમારી પ્રવૃત્તિને  ઉદ્દીપક મળ્યું. ગણિત વિષયમાં  કેટલાક એકમો અને અધ્યયનની સંકલ્પનાઓ સમજવા ગામ, ડેરી, દુકાન કે કારીગરની  મુલાકાત કરીને શીખવતા હતા. માટે પહેલા અમે ગામમાં જવા નીકળતા. હવે તો છીએ ગામમાં…. ( ઘણીવાર એવું થાય છે કે બાળકોને  શાળાની મુલાકાતે લઇ આવીએ.)

ગામમાં હોઈએ એટલે  'ઈંટોની ઇમારત ' એકમ શીખવવા ઈંટો વર્ગમાં લાવવી પડે. હવે તો ઈંટો વચ્ચે વર્ગ થઇ જાય. એકમમાં વિવિધ પેટર્ન થી બનાવેલ ઇમારતો પ્રત્યક્ષ જોવી પડે, પેટર્ન સમજવી પડે અને સાથે ઇમારતની  મજબૂતાઇ પણ જોવી પડે. વર્ગખંડમાં  આપણે  એક શિક્ષક તરીકે એકાદ - બે નમૂના બતાવી શકીએ.

અમારા માટે વખતે મોટો અવસર પ્રાપ્ત થયો. બાળકો બેસે છે તે ઘરના માલિક દરરોજ સમયસર સફાઈ  કરી, પાથરણાં પાથરી ને ક્લાસ રેડી રાખે. પ્રવૃત્તિ કરવા માટે ઈંટો,ચમચી, દીવાસળી, દોરી, દર્પણ જેવી વસ્તુઓ  ભેગી કરી રાખે. ઈંટો ની ગોઠવણી કરી પેટર્ન બનાવવાની રીત પણ  બાળકોને સમજાવે ! કારણ તે પોતે  મિસ્ત્રી !

હવે તેઓ શીખવે એવા અદ્દલ  લહેકાથી આપણે ના શીખવી શક્યા હોત.. તેમના મોં પરનો શીખવ્યાનો સંતોષ અને બાળકોની ખુશી બંને અમારા માટે આનંદદાયી હતી. ચાલો, જોઈએ 

અર્ધ આકૃતિ ને જોઇએ અરીસા વડે આજની પ્રવૃત્તિ