Showing posts with label લર્ન વિથ ફન. Show all posts
Showing posts with label લર્ન વિથ ફન. Show all posts

March 22, 2026

ઝમીન ખિસકાનેવાલા સવાલ !

ઝમીન ખિસકાનેવાલા સવાલ !

પ્રયોગ તેને કહેવાય જેમાં આપણને પરિણામની ખાતરી હોય. જો આપણને પરિણામ ખબર હોય, તો આપણે જે કરી રહ્યા છીએ તે માત્ર એક પ્રવૃત્તિ છે. પ્રયોગ એક નાનકડું (કે મોટું ?) સાહસ છે. સાહસ કરતા રહીએ ત્યારે સમજાય છે કે આપણી પાસે જે બૌદ્ધિક વારસો છે, તે આવા અસંખ્ય અખતરાઓનું પરિણામ છે. વિજ્ઞાન એટલે માત્ર ટીવી, મોબાઈલ કે ઇન્ટરનેટની શોધ નથી. તે આપણામાં રહેલી વૈચારિક પ્રક્રિયા છે. આપણી સામે આવેલી મુસીબતમાં આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ અને તેનો ઉકેલ કેવી રીતે લાવીએ છીએ, તેની પાછળ પણ એક વિજ્ઞાન કામ કરે છે. વિજ્ઞાન જેટલું મજબૂત બને, માણસ એટલો વધુ સંવેદનશીલ અને સક્ષમ બને છે.

મનુષ્ય અન્ય પ્રાણીઓ કરતાં અલગ છે કારણ કે તેની પાસે વિચારવાની શક્તિ છે. તે ઘટનાને જુએ છે, તેના પર ચિંતન કરે છે, અખતરા કરે છે અને જ્ઞાનને ઉપયોગમાં લાવે છે. આપણી શાળામાં બાળકો સાથે વિજ્ઞાનના શિક્ષણને સહજ સ્વભાવ સાથે જોડવાનો પ્રયોગ કર્યો. બાળકોને મજા પડી, અમારી સૌથી મોટી જ્ઞાનલબ્ધિ ! 

વિજ્ઞાનના એકમમાં ચાર પગથિયાં નક્કી કર્યા:

. ZKVS (ઝમીન ખિસકાનેવાલા સવાલ) :

સૌ પ્રથમ જે-તે મુદ્દાને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા. એવા સવાલો જે બાળકોને વિચારતા કરી મૂકે. ચિત્રો અને ધમાચકડી વચ્ચે કન્સેપ્ટને શબ્દોમાં મૂકવામાં આવ્યો. પ્રશ્નો જિજ્ઞાસા જગાડવાનું માધ્યમ બન્યા.

. શોધ અને સંશોધન:

બીજા તાસમાં બાળકો પાસે એક કલાકની ફ્રી  ચેલેન્જ હતી. તેમણે કન્સેપ્ટ વિશે દુનિયામાં (ઇન્ટરનેટ સહિત) ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે શોધવાનું હતું. અહીં બાળકોની તાકાત જોવા જેવી હતી. તેઓએ શાળાના ડસ્ટબિન અને સ્ટોરરૂમથી લઈને ગૂગલ જેમિની સુધી બધું ફેંદી વળ્યા. તેઓ હાથવગી ચીજો અને પ્રેક્ટિકલ આઈડિયા લઈને આવ્યા.

. પ્રદર્શન અને સમજણ:

ત્રીજા પગથિયે બાળકોએ પોતે શોધેલી પ્રવૃત્તિઓ રજૂ કરી. તેઓ પોતે સમજાવતા હતા અને સાથે મળીને શીખતા હતા. શિક્ષક માટે જિજ્ઞાસાના રસાયણને મિક્સ થતું જોવાનો લ્હાવો હતો. શાળાની પ્રયોગશાળામાં જીવંત પરિણામો મળી રહ્યા હતા.

. રિફ્લેક્શન અને અભિવ્યક્તિ:

ચોથા પગથિયે જે કંઈ કર્યું તેનું રિફ્લેક્શન હતું. કોણે શું કર્યું અને તેના પાછળના કારણો શું હતા તેની નોંધ લેવાઈ. છેલ્લે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ પર દરેક બાળકે લખેલા સ્વાધ્યાયના જવાબો ડિસ્પ્લે થયા. જેણે જવાબ લખ્યો હોય તે પ્રશ્ન અને જવાબ વાંચી સંભળાવે. બીજા બાળકો તેના પર પેટા પ્રશ્નો પૂછે.

છેલ્લે શિક્ષકે માત્ર સમગ્ર પ્રક્રિયાનું અહેવાલકથન કર્યુંકઈ બાબતે મજા પડી અને ક્યાં અડચણ આવી તેની ચર્ચા થઈ.ફરી બીજા એકમમાં શું નવું કરીશું તેની વાત સાથે શિક્ષકે ફરી શૈક્ષણિક  કાર્યમાં પેસિવ બનવાની પૂર્વતૈયારી કરી અને બાળકોને ફરી એક્ટિવ થવાની ચાવી ભરી.

રીડિંગ રીલ્સ :

જોન ડ્યુઇનું ઇન્ક્વાયરી લર્નિંગ: શિક્ષણની શરૂઆત માહિતી આપવાથી નહીં, પણ જિજ્ઞાસા જગાડતા પ્રશ્નો (ZKVS) થી કરો.

 

કહો, કેમ રહ્યો અમારો પ્ર - યોગ ? આ ફોટો પર ક્લિક કરો અને કહો