March 19, 2016

આનંદથી ઉજવીએ ઉજવણીઓને !!!


નંથી ઉજવીએ ઉજવણીઓને !!!

                             ઉજવણીઓ આનંદની પળોને યાદગાર બનાવવા માટે હોય છે. આપણા વિશેષ પળ કે પછી વિશેષ દિન અથવા તો કહીએ તો  વિશેષ તિથી – જે આપણને ફાયદો કે આનંદ કરાવી ગઈ હોય તે પળ –ને આપણે વર્ષો વર્ષ યાદ કરીએ છીએ, અને તેની નાની સરખી ઉજવણી પણ ઘરમાં કે પછી સગાવ્હાલાં સાથે કરતાં જ હોઈએ છીએ. આવી જ રીતે સમાજ માટે થયેલ મોટા ઉમદા કાર્ય થયાની પળ અથવા તો તે ઉમદા  કાર્ય કરનારની જન્મતિથી કે પુણ્યતિથિના દિનને સમાજ તેની યાદમાં સામુહિક ઉજવણીઓ કરતો હોય છે. આ ઉજવણી ધ્વારા સમાજ જે તે વ્યક્તિ અથવા તો તે પળનો આભાર માને છે. શાળા એ સમાજનું બાળપણ છે ! એક એવું સ્થળ કે જ્યાં ભવિષ્યના સમાજ માટે આજે મહેનત થઇ રહી છે, ત્યારે સમાજ માટે ભૂતકાળમાં કંઇક વિશેષ કરી જનારની યાદમાં વર્તમાનમાં શાળા કક્ષાએ ઉજવણી કરી આપણે ખરેખર ભવિષ્યમાં સમાજ બનનાર એ બાળકોને સાચે જ  તેવા બનવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. મિત્રો, દિનવિશેષ અથવા તો વ્યક્તિ વિશેષની ઉજવણી એ ખરેખર આમ જોઈએ તો અભ્યાસક્રમનો જ એકભાગ છે. તેને અલગથી જોવાની જરૂર નથી, જરૂરીયાત તો ફક્ત એટલી જ છે કે પરિપત્રોમાં આપણને સૂચવેલ ઉજવણીઓમાં આપણા અભ્યાસક્રમને કેવી રીતે મદદરૂપ બને છે, ઉજવણીઓને બાળકો સાથે એવી રીતે જોડી દઈએ કે સૂચવેલ પરિપત્ર - સુઝ- WELL પરિપત્ર બની જાય !!! સૂચવવામાં આવતી ઉજવણીઓ અને પછી જ અનુભવાશે કે ખરેખર તો, શાળા પટાંગણ પરિપત્રો દર્શિત કરવી પડતી વિવિધ ઉત્સવોની ઉજવણીઓ એ તો ખરેખર અભ્યાસક્રમનો મહાવરો જ છે !!! અને તેને આનંદથી અને આયોજનથી ઉજવીશું તો જ તેમાંથી બાળકોને આનંદ અને આપણા  અભ્યાસક્રમને ખરા અર્થમાં મહાવરો મળી રહેશે !!! આ જ ઉદેશ્યથી આ વખત વાંચન સપ્તાહનો પરિપત્ર બાળકોને હવાલે કર્યો, પરિપત્રની ભાષામાં બાળકોને જ્યાં જ્યાં મુંઝવણ થઇ ત્યાં તેનું સરળીકરણ કર્યું. પ્રાર્થના સંમેલન દરમ્યાન ઉજવણી કરવાની હોઈ ઉજવણીની જવાબદારી/કામગીરી તે ગૃપે ઉઠાવી. ક્યા-ક્યા અને કેટલા ફોરમેટ જોઇશે ? – ગ્રુપ કન્વિનર શિક્ષકને ગૃપ લીડર અલદિપે યાદી આપી – વિવિધ સ્પર્ધાઓની આગલા દિવસે જાહેરાત કરવાથી માંડી – દરેક વર્ગખંડ સ્પર્ધા માટેના ફોરમેટ વર્ગશિક્ષકને આપી પરત લઇ બાળકોને ગુણાંક પ્રમાણે નંબર આપવા – કઈ સ્પર્ધા માટે  શિક્ષકોમાંથી કોની નિર્ણાયક તરીકે નિમણુંક કરવી વગેરે. તમામ મેનેજમેન્ટની જવાબદારીઓ બાળકોએ ઉપાડી -  સમગ્ર સપ્તાહને અંતે આ વિદ્યાર્થીઓ ઇવેન્ટ મેનેજમેન્ટ શીખ્યા,ચોકસાઈનો ગુણ કેળવાયો સાથે જવાબદારી ઉપાડવાનું વલણ પણ ! 
વાંચન સપ્તાહની ઉજવણી અંગેના પરિપત્રનું બાળકો સમક્ષ વાંચન કરતી મનીષા !!




પુસ્તક ઇસ્યુ રજીસ્ટરને આધારે નિયમિત વાંચક શિક્ષક અને નિયમિત વાંચક  વિદ્યાર્થી નો નિર્ણય કરતી ઉજવણી ટીમ !!!
સમાચારપત્ર વાંચનની તૈયારીઓ !!!





અમારાં વાંચન કૌશલ્યના મહારથીઓ - જેઓ સ્પર્ધામાં અગ્રેસર રહ્યા છે !!!

March 15, 2016

ચાલો, બાળમેળાને માણીએ !!


વાંચવું, વિચારવું, આયોજવું, માણવું, આલેખવું  = બાળમેળો
બાળમેળા દરમ્યાન એક મિનીટ સ્ટોરમાંની એક રમતનું દ્રશ્ય ...
આયોજન કરતા પંદર દિવસ વહેલી મોર્નિંગ થઇ ગયેલી શાળા ! – અને એમાં ય પ્રથમ દિવસ બાળમેળો !
                                       જે દિવસ ઈ – સંદેશો મળ્યો એ જ દિવસ સાંજે સાતેય જૂથના લીડર અને વાઈસ લીડરની મીટીંગ બોલાવી. બ્લોગની જૂની પોસ્ટ અને વિદ્યાર્થીઓની સ્મરણશક્તિથી ગયા વર્ષે બાળમેળામાં શું-શું કર્યું હતું એની વિગતે ચર્ચા થઇ. કેટલાક ગયા વર્ષના આયોજનને ફરી - એ જ હુબહુ- અમલમાં મુકવાના હિમાયતી હતા. તો કેટલાક “આ વખત કૈક જુદું કરીએ” ના મૂડમાં !  રકઝક ચાલી. દરેકને પોતાનો સ્ટોલ દેખાવા લાગ્યો હતો – કે અમારું ગ્રુપ આ સ્ટોલ હેન્ડલ કરશે.
   આ તો આયોજનમાં સ્વાર્થ ભળ્યો... એટલે મીટીંગ અંતે માત્ર શું કરવું છે તેની યાદી બનાવવાનું જ ઠરાવ્યું. પહેલા કઈ કઈ પ્રવૃતિઓ કરી શકાય તેની જ યાદી બનાવો ! તે કયું ગ્રુપ કરશે તે એની ચિંતા કર્યા વગર માત્ર લખજો કે તમને ખુબ મજા આવે એવી પ્રવૃતિઓ કઈ છે – બસ તેને જ આપણે સાત જૂથના ટાઈટલમાં વહેંચી લઈશું.  “સો દોસ્તો, ફિકર નોટ” પ્રવૃતિઓનું લીસ્ટ આવ્યું ઘણી ખરી પ્રવૃતિઓ તો બધાનામાં કોમન હતું – પણ – હેર સ્ટાઈલ- મહેંદી- પિચ્ચર- પલક ઝબક – એવા નવા તિખારા ભળ્યા ! પ્રવૃતિઓ પસંદ થઇ તેમણે જ ફરી પાછી સોપી કે હવે આ માટે કઈ વસ્તુ બજારમાંથી – કઈ શાળામાંથી – કઈ ગામમાંથી લાવવી પડશે તેની યાદી આપો.
  બંને પ્રકારની યાદી પછી. સાતેય જૂથને જુદા જુદા  નામ અમે આપ્યા !

 ભાષાના નવા શબ્દો આપવા માટેનો આ એક રસ્તો છે – દરેક વખત તેમની સામે નવા શબ્દો-શીર્ષકો મુકવા ! હવે તેમણે યાદીમાં આપેલ પ્રવૃતિઓને તેમના જૂથની નીચે મુકવામાં અમે તેમને મદદ કરી.  આવા, આયોજન પછી શરૂ થઇ બાળમેળાની મસ્તી –  જઈએ મસ્ત મેળાની મુલાકાતે - - click on >>>  બાળમેળો
મલ્ટીપ્લેક્ષની મજા માણતાં બાળકો !!! 

એક મીનીટમાં - સ્ટોરનું એક દ્રશ્ય !!!
શણગાર શોભન સ્ટોર ધ્વારા દરેક બાળકને સજાવવાનો એક પ્રયત્ન !!!





સિંહ અને સસલું વાર્તાને ભજવતાં બાળકો - વાર્તા રે વાર્તાનું એક દ્રશ્ય


કાગળ - કાતરની કરામત સ્ટોર !! 
કૌશલ્યોને કાંઠે સ્ટોરનું એક દ્રશ્ય !!!!







March 01, 2016

“ફેસિલિટર-સ્કીલ” એ સફળતા માટે અનિવાર્યતા !!!


માર્ગદર્શક તરીકે સારા હો ન હો– ઉત્તમ “ફેસિલિટર-સ્કીલ” એ સફળતા માટે અનિવાર્યતા !!!


                           વ્યવસાય કોઇપણ હશે, તેનું ચાલવું ના ચાલવું અથવા તો ઓછું ચાલવું આ તમામનો આધાર તમે તમારી સર્વિસને કેવી રીતે અને કેટલી સરળતાથી ડીલિવર કરી શકો છો, તેના પર રહેલો છે.  ક્ષેત્ર કોઈ પણ હોય પરંતુ  જો તમારી તે ક્ષેત્રમાં માસ્ટરી નહિ હોય અથવા તો તે માટે શીખતાં રહેવાનું  વલણ નહિ હોય તો આપ વ્યવસાયમાં સફળ નહિ થઇ શકો ! હવે જમાનો બદલાયો છે, ઓછા ખર્ચની સાથે સાથે સરળતાપૂર્વક - ઓછી મહેનતે વસ્તુ ક્યાંથી ખરીદી શકાશે તે ગ્રાહકોની પ્રથમ પસંદગી બની છે. એટલે કે સર્વિસ આપવાની હોય કે લેવાની હોય, જટિલ પ્રક્રિયાનું સરળીકરણ એ જ સફળતા માટેનો પર્યાય બની ચુકી છે. અને તેનું જ ઉદાહરણ છે - ઓનલાઈન ખરીદીમાં પોતાનો એક્કો જમાવતી કંપનીઓ ! આ જ બાબત શૈક્ષણિક પ્રક્રિયાના અનુસંધાને પણ બાકાત કેવી રીતે રહી શકે. બાળકો સરળતાપૂર્વક શીખે એ જ આપણો ‘ટાર્ગેટ’ હોય તો પછી બધું જ આપણે જાતે શીખવીએ  એવું ફરજીયાત નથી. બની શકે છે કે દરેક કામમાં આપણી માસ્ટરી ન હોય, પણ તે મુદ્દા કે એકમને કોણ ઉત્તમ ન્યાય આપી શકશે તે માટેનો નિર્ણય કરવાની કુનેહ એક પ્રકારની વ્યવસાયિક યોગ્યતા જ છે. દરેક મુદ્દે/એકમે આપણે બાળકોના ઉત્તમ માર્ગદર્શક તરીકેની ક્ષમતા આપણી પાસે હોય-ન હોય, પરંતુ આપણે પોતે જે એકમોમાં સારા/સરળ માર્ગદર્શક તરીકે un-ફીટ સાબિત થઇ શકીએ છીએ તેવી પરિસ્થિતિમાં તો આપણે બાળકો માટે એક સારા  ઉત્તમ ફેસીલીટર બનવું  જ રહ્યું. કારણ કે સ્માર્ટ વર્ક માટેનો આ પહેલો નિયમ છે!  ફોટામાં દ્રશ્યમાન બાળકો માટે ગામનો ઈતિહાસ એકમના ઉત્તમ માર્ગદર્શક તરીકે ગામના જ વડીલથી વધુ સારા શિક્ષક કોણ હોઈ શકે ???