September 05, 2014

જ્ઞાન સપ્તાહ...


"જ્ઞાન સપ્તાહ" તથા "સ્વશાસનદિન"ની ઉજવણી
   
શૈક્ષણિક કાર્યક્રમની ઉજવણી એટલે જ શાળાના ઉત્સવો. જે રીતે આપણા સામાજિક/ધાર્મિક તહેવારો આપણી જીવનશૈલીમાં એકના એક રોજિંદા સમયપત્રકથી આવેલી નીરસતાને દૂર કરી ઉત્સાહ રૂપી ઉર્જા-રસ ભરવાનું કામ કરે છે, શૈક્ષણીક ઉત્સવો તેવું જ કામ શાળાકીય પર્યાવરણ માટે કરે છે. શાળાકીય ઉત્સવો શાળાના પટાંગણના પર્યાવરણને ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે. રોજિંદા દિવસોથી અલગ- ઉજવણીના દિવસની શાળા સફાઈ-પ્રવૃત્તિ હોય કે પ્રાર્થના સમારંભ – બાળકોની ગતિ – ઉત્સાહમાં ગજબનો ફરક દેખાઈ આવે છે. આ માસમાં શાળાએ  “જ્ઞાન સપ્તાહ” નામે આવા જ એક શૈક્ષણિક તહેવારની ઉજવણી કરી. એ દરમ્યાન કેટલાક શિક્ષકમિત્રો મળ્યા જેમનો મુંજવણ રૂપી પ્રશ્ન જ આ લેખની જન્મદાતા છે. તેમનો મત કંઇક આવો હતો કે-: “અરે! યાર “જ્ઞાન સપ્તાહ’ અંતર્ગત જે કંઈ સ્પર્ધાઓ-પ્રવૃત્તિઓ કરવાની થાય છે, તે તો આપણે આપણા રોજિંદા સમય-પત્રકમાં સમાવેશ કરેલો જ છે, તો પછી આ બધું અલગથી શા માટે ?? અને એક દિવસની  આટલા બધી પ્રવૃત્તિનું સુ-આયોજન કરવું કેવી રીતે ?   
                                      મિત્રો, જેમ રોજ ‘જીવતા’ આપણે ‘જન્મદિવસ’ મનાવીએ - અને રોજ નત મસ્તકે ‘શક્તિ’ ને પૂજતા આપણે ‘નવરાત્રી’ ઉજવીએ ! એમ જ રોજ થતી આ શૈક્ષણિક પ્રવૃતિઓ આવા પ્રસંગે ઉજવવાની હોય છે ! સવાલ આપણો છે-કે-મળેલ ‘તક’ ને ‘સરકારી’ ઢબે ઉજવવી કે ‘અસરકારી’ ઢબે ?
                             શાળાને જયારે કાર્યક્રમની રૂપરેખા મળી એટલે તરત પહેલું કામ-એ પરિપત્ર અને ‘જ્ઞાન સપ્તાહ’ ની પુસ્તિકા ધોરણ -૮ ના વિદ્યાર્થીઓને હવાલે કરી દીધા. અને એ રીતે શરૂ થયેલા અમારા સપ્તાહમાં બધા જ કાર્યક્રમો એ મુજબ થયા જે મુજબ અમારા વિદ્યાર્થીઓએ ચાહ્યા ! ઘણી જગ્યાએ અમે નિયત આયોજનથી સાવ જુદા પડ્યા હોઈશું, પણ નિયત હેતુથી નહિ. વાર્તા સ્પર્ધામાં ઝળકેલા ધોરણ-૫ ના ઓડ સુનીલનો આત્મવિશ્વાસ જોઈ સૌ દંગ રહી ગયા તો ભરવાડ સોનલના મોઢે ‘નરસિંહ મહેતા’ વિષે સાંભળીને અભિભૂત થયા. આવા અનેક નાના-મોટા ગૌરવ પ્રસંગો શાળા આંગણમાં ઉજવાયા !  આ હતી અમારી ફલશ્રુતિ અને આનંદ કાર્યક્રમને અસરકારી બનાવવાનો !
આદર્શ વાંચન સ્પર્ધા.....
સુ-લેખન  !!







ચેસ -શિક્ષક્શ્રી સાથે બાળકો -બાળકોના ચહેરા જ કહી આપે છે કે રમત કેવી રોમાંચિત બનશે !
આ રમત વિશે કહેવું જ નહિ પડે કારણ કે આ તો આપણી જૂની અને જાણીતી રમત  !!
સંગીત ખુરશી ... 
Our Tigers ... in kabaddi
ચાલો બનાવીએ - ચાલો રમીએ -  "માટીના રમકડાં" 
ખો-ખો ?? આ તો છોકરીઓની  જ રમત - છોકરાઓના મનમાંથી વાત આ ભૂંસવાના પ્રયત્ન રૂપે...   
ક્વિજ ....
સ્વચ્છતા સંકલ્પ  અને શાળા સફાઈ - [નીચે] શિક્ષક મિત્રોની સાથે મળી સફાઈ કરતાં બાળકો  




સ્વચ્છતા બેનર બનવતો ધોરણ ચોથાનો બાળક.....
સ્વ-શાસનનો આનંદ.... જ્યાં "બાળ-પ્રજ્ઞા શિક્ષકો" પણ હતા 



સ્વ-શાસનદિન એટલે બાળકો વર્ગકાર્ય કરાવે - એટલે શિક્ષકોને તો વર્ગમાં જવાની રજાની મજા- આવી જ રજાના સમયનો લાભ લઇ બાળકો માટે મૂળાક્ષરના કાર્ડ તૈયાર કરતાં પ્રજ્ઞા શિક્ષકમિત્રો.....
શિક્ષકદિને મુખ્યમંત્રીશ્રીનું સંબોધન સાંભળતો શાળા પરિવાર.... 

અમારા બાળ-શિક્ષકોની  સમૂહ છબી 

No comments: