February 01, 2012

Give Me a Chance !!



 નાના બાળકોને નાના સમજવાની  મોટી ભૂલ તો નથી કરી રહ્યાને ?


 ક્યારેક ક્યારેક જાણ-અજાણતાં આપણે અથવા તો નાના બાળકોના વાલીઓ બાળકોની સર્જન-શક્તિના માપદંડોની ખોટી ધારણાઓમાં રાચતાં હોય છે,નાનું બાળક આટલું જ કરી શકે..આ ન કરી શકે..આવું તો તેની કક્ષા બહારનું છે[ઘણા આપણા શિક્ષક મિત્રોનું પ્રિય વાક્યવગેરે..અથવા તો આપણે ઘણીવાર બાળકને સીધું જ ..તું રહેવા દે આ તારું કામ નથીતને ન આવડે,તું કામ બગાડીશતું રહેવા દે કોઈ મોટા છોકરાંને બોલવ..વગેરે વાક્યો ધ્વારા તેની આંતરિક શક્તિનું પારખું કર્યા વિના  જ પરિણામ જાહેર કરી દઈએ છીએ..ત્યારે બાળક કદાચ તેની મૂંગી ભાષામાં આપણને કહેતો જ હશે ને કે......... 
હજુ તો તમે મને કામ સોપ્યું નથી...મેં તે કર્યું પણ નથી... તે કાર્ય માટેનું જરૂરી માર્ગદર્શન તમે મને હજુ આપ્યું પણ નથી અને... મને મારી રમત પહેલાં જ out જાહેર કરી દો છો ..ખરા એમ્પાયર છો હોં તમે તો !!!!”
પ્રજ્ઞા શિક્ષણમાં સપ્તરંગી પ્રવૃત્તિ અંતર્ગત અમારી શાળામાં કંઈક એવી પ્રવૃત્તિઓ બાળકોએ કરી બતાવી કે ...જે જોઈને જ તમે ઉપર પ્રમાણેના એમ્પાયર હશો તો એકવાર બોલી જશો કે અમારા બાળકો તો આટલું સરસ નહી કરી શકે.... 

   બાળકોની સર્જનશક્તિનું પ્રદર્શન કરતી અને તેના જ ધ્વારા તેનો વિકાસ પણ કરતી કેટલીક પ્રવૃત્તિઓ જે અમારાં નાના-નાના ભૂલકાં ધ્વારા કરવામાં આવી તેની ઝાંખી....






જુદાં-જુદાં વનસ્પતિનાં પર્ણોનો ઉપયોગ કરી વિવિધ આકૃતિ બનાવતાં બાળકો 












.


 પ્રજ્ઞા શિક્ષણ અંતર્ગત સપ્તરંગી પ્રવૃત્તિ દરમ્યાન શાળાના સુશોભન માટે ઉપયોગી  તોરણ બનાવતા ધોરણ -૧-૨ના બાળકો





મટીરીયલ અને માર્ગદર્શન પૂરું પાડતાં શિક્ષક મિત્રો 




પોતાની મસ્તી સાથે પોતે બનાવેલ તોરણનું પ્રદર્શન કરતાં બાળકો 

3 comments:

Dipak Valand said...

NICE....બાળકો ની સર્જનાત્મક શક્તિ વધારવાનું આ એક અનોખું શાસ્ત્ર કહેવાય!!!પણ તાલુકા કે જીલ્લા સ્તરે આ પ્રકારની એક કોમ્પીટીશન હોવી જોઈએ ...જેમાં બાળકો ને તથા શીક્ષક ને પરીતોશિક્ મળે....

Dipak Valand said...

NICE....બાળકો ની સર્જનાત્મક શક્તિ વધારવાનું આ એક અનોખું શસ્ત્ર કહેવાય!!!પણ તાલુકા કે જીલ્લા સ્તરે આ પ્રકારની એક કોમ્પીટીશન હોવી જોઈએ ...જેમાં બાળકો ને તથા શીક્ષક ને પરીતોશિક્ મળે....

KanyaShala said...

અમને આખા કાર્યક્રમની વિગત આપો ! અમારે ય આવું કરવું હોય કે નઈ !